લખાણ પર જાઓ

નેહા મેહતા

વિકિપીડિયામાંથી
નેહા મેહતા
જન્મ૯ જૂન ૧૯૭૮ Edit this on Wikidata
પાટણ Edit this on Wikidata

નેહા મહેતા (જન્મ ૧ એપ્રિલ, ૧૯૭૮) એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબા સમયથી ચાલતી હાસ્યપ્રધાન ટીવી ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે જાણીતા છે. તેણી આ ધારાવાહિકમાં અંજલિ તારક મહેતા તરીકે ભૂમિકા અદા કરી હતી. તેણી સ્ટાર પ્લસ ટીવી ચેનલ પર દર્શાવાયેલ ધારાવાહિક ભાભી માં શીર્ષક ભૂમિકા અદા કરી હતી. જેમાં તેણીએ સરોજનું પાત્ર નિભાવી ભારતીય ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી બની હતી.[]

વ્યક્તિગત જીવન

[ફેરફાર કરો]

નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટેની માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) ડિગ્રી ધરાવે છે અને ગાયક અને નાટક માટેનો ડિપ્લોમા ધરાવે છે.[][]

કારકિર્દી

[ફેરફાર કરો]

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા મેહતા ભગવતી પ્રોડક્શન દિલ્હીના સ્ટાર મલ્ટી હંટ શોના ઓડિશન કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી પસંદગી પામી હતી અને તેણી મુંબઈ ખાતે આવી હતી. મુંબઈ પહોંચી તેણીને થિયેટરોની ઓફર મળવા લાગી. તેણીએ 'તુ હી મેરા મૌસમ', 'હૃદય-ત્રિપુટી', 'પ્રતિબિંબ કા પરછાઈ', 'મસ્તી મજે કી લાઈફ' જેવાં અનેક નાટકોમાં કામ કર્યું. ત્યાર પછી તેણીએ હિંદી અને ગુજરાતી ટીવી માટે કામ શરુ કર્યું. તેણીએ 'પ્રેમ એક પૂજા', 'જન્મો-જનમ', 'બેટર હાફ' જેવાં ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું.[]

નેહા મહેતાએ ગુજરાતી રંગભૂમિ માટે ઘણા વર્ષો કર્યું છે. તેણીએ ભારતીય ટેલિવિઝન કારકિર્દી વર્ષ ૨૦૦૧માં ઝી ટીવી ચેનલની ધારાવાહિક શ્રેણી ડોલર બહુ થી શરૂ કરી હતી. ૨૦૦૨ થી ૨૦૦૮ના સમયમાં તેણીએ સ્ટાર પ્લસ ટીવીની ધારાવાહિક શ્રેણી ભાભી માટે મુખ્ય ભુમિકા નિભાવી હતી, જે ભારતની ચોથા ક્રમની સૌથી લાંબી ચાલેલી ટીવી ધારાવાહિક શ્રેણી છે. આ ઉપરાંત તેણીએ તેલુગુ ફિલ્મ ધમ માટે પણ કામ કર્યું છે, જેમાં તેણીની મુખ્ય ભૂમિકા છે.

જુલાઈ ૨૮, ૨૦૦૮ થી, તેણી સબ ટીવીની ટેલિવિઝન શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતા તરીકે ભૂમિકા ભજવી રહી છે, જે હાલમાં સૌથી લાંબી ટેલિવિઝન ધારાવાહિક શ્રેણી છે. અંજલિ મહેતા આ શ્રેણીમાં સૂત્રધાર અને મુખ્ય પાત્ર એવા તારક મહેતાની પત્ની છે. તેણીનું પાત્ર એક યુવાન, વ્યવહારુ અને આધુનિક મહિલા તરીકેનું છે. તેણી એક આહારશાસ્ત્રી છે અને તેના પતિ તારક મહેતાના ખોરાકનું બરાબર નિયંત્રણ કરે છે.

તેણીએ સબ ટીવીના કાર્યક્રમ વાહ! વાહ! ક્યા બાત હૈ! નું ૨૦૧૨-૨૦૧૩ દરમિયાન શૈલેષ લોઢિયા સાથે સંચાલન કર્યું હતું.[][][]

ટેલિવિઝન

[ફેરફાર કરો]
વર્ષ બતાવો ચેનલ ભૂમિકા
૨૦૦૧ ડોલર બહુ ઝી ટીવી વૈશાલી
૨૦૦૨-૨૦૦૩ ભાભી સ્ટાર પ્લસ સરોજ
૨૦૦૨ પછી દાદા સાસુ ના ઈટીવી ગુજરાતી અનુરાધા
૨૦૦૪ રાત હોને કો હૈ સહારા વન કુશીક
૨૦૦૪-૨૦૦૫ દેશમેં નીકલા હોગા ચાંદ સ્ટાર પ્લસ હીર યશ દિવાન
૨૦૦૬-૨૦૦૭ મમતા ઝી ટીવી મમતા
૨૦૦૮–૨૦૨૨ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી અંજલિ તારક મહેતા
૨૦૧૨-૨૦૧૩ વાહ! વાહ! ક્યા બાત હૈ! યજમાન

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ ભૂમિકા નોંધો
૨૦૦૩ ધમ અંજલિ તેલુગુ ફિલ્મ
૨૦૦૮ ઈએમઆઈ પ્રેરણાની વકીલ અને સહેલી હિન્દી ફિલ્મ
૨૦૧૦ બેટર હાફ કામિની ગુજરાતી ફિલ્મ
૨૦૨૧ હલકી ફુલકી અનેરી[] ગુજરાતી ફિલ્મ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. શ્વેતા ભોંસલે અને ગુરુચરણ સિંઘ - તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માણ સ્થળ પર| ટોપન્યૂઝ. Topnews.in (૨૦૧૬-૦૫-૧૮). Retrieved on ૨૦૧૬-૦૬-૧૯.
  2. Best Gujarati Actress Neha Mehta | Tarak Mehta Fame | Interview by Devang Bhatt. YouTube. Retrieved on 2016-06-19.
  3. "Revealed! You will be shocked to know the education qualifications of'Taarak Mehta…' star cast". Daily Bhaskar. મૂળ માંથી 2015-08-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા મેં નેહા મેહતા". મૂળ માંથી 2018-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-22. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  5. Home. SAB TV. Retrieved on 2016-06-19.
  6. SAB TV. "Taarak Mehta Ka Ooltah Chashmah". મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  7. "Taarak Mehta's 500 episode celebration!". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. ૧૮ ડિસેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2013-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-22. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  8. "Neha Mehta: I consider 'Halkie Fulkee' as a new platform to display my skills to the audience - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2022-03-14. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]