લખાણ પર જાઓ

પંકજ જોષી

વિકિપીડિયામાંથી
પંકજ જોષી
જન્મની વિગત૨૫ એપ્રિલ, ૧૯૫૩
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણએમ.એસ.સી, પીએચ.ડી.
વ્યવસાયવિજ્ઞાની, શિક્ષક, શિક્ષણ-કેળવણી
સંતાનોનુપુર

પંકજ શાંતિલાલ જોષી મૂળ ભાવનગરના વતની છે. તેમણે ભાવનગર યુનિવર્સિટી તથા ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરીને ૧૯૭૫માં એમ.એસસી. અને ૧૯૭૯માં સાપેક્ષવાદના સિદ્ધાંતમાં પીએચ. ડી. કર્યું. એક જાણીતા વૈજ્ઞાનિક હોવાને નાતે તેઓ અમેરિકા, ઇંગલેન્ડ તથા યુરોપની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ભારતની `રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી' (નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ)ના ફેલો છે. અનેક દેશોમાં તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. તેમના ૧૨૦ જેટલા સંશોધનપત્રો આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. કોસ્મોલોજી તથા ગુરુત્વાકર્ષણ વિશેના ચાર જેટલા તેમના મહત્વના પુસ્તકો ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયા છે. અમેરિકાના ગ્રેવિટી રીસર્ચ ફાઉન્ડેશન તથા અન્ય એવોર્ડસ તેમને મળેલા છે.

હાલમાં તેઓ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં સીનીયર પ્રોફેસર તરીકે કાર્યરત છે.[] સાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે.[] તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન' મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેઓ અનેક લોકભોગ્ય લેખો ગુજરાતી તથા અંગ્રેજીમાં લખતા રહે છે તથા અવારનવાર વિજ્ઞાન વિષે પ્રવચનો આપતા રહે છે.

પુસ્તકો

[ફેરફાર કરો]

ગુજરાતી પુસ્તકો

[ફેરફાર કરો]
  1. કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨
  2. કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨
  3. પ્રયોગોની મઝા
  4. અવનવા પ્રયોગો
  5. તારા સૃષ્ટિ (પાંચમી આવૃત્તિ), પ્રકાશક : ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ.
  6. બ્રહ્માંડ દર્શન (બીજી આવૃત્તિ)
  7. બ્રહ્માંડ-ગોષ્ઠિ (બીજી આવૃત્તિ), પ્રકાશક : ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ.

સન્માન

[ફેરફાર કરો]
  • વિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Prof. Pankaj Joshi". web.tifr.res.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.
  2. "Indian scientists find answers that eluded Einstei - Rediff.com India News". www.rediff.com. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]