પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પગુથણ મિશ્ર ચક્ર વિદ્યુત મથક (Paguthan Combined Cycle Power Plant) ભારત દેશના ગુજરાત રાજ્યના ભરુચ જિલ્લાના પગુથણ ગામ ખાતે આવેલ છે. આ ગેસ આધારિત વિદ્યુત મથકની માલિકી સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપની સીએલપી ગ્રુપ ઓફ પિ[અલ્સ રિપબ્લિક ઓફ ચાઇના નામના જૂથની એક પેટાકંપની છે.[૧]

આ વિદ્યુત મથકની મૂળ માલિકી ગુજરાત પગુથણ એનર્જી કોર્પોરેશન પાસે હતી, જે સી.એલ.પી. ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૦૨માં હસ્તગત કરવામાં આવી હતી.[૨]

ક્ષમતા[ફેરફાર કરો]

આ વિદ્યુત મથકની કુલ સ્થાપિત ક્ષમતા ૬૫૫ મેગાવોટ છે. આ વિદ્યુત મથક સંપૂર્ણપણે કાર્યરત વર્ષ ૧૯૯૮માં થયું હતું, જેમાં નીચેના એકમોનો સમાવેશ થાય છે.[૩]

  • ત્રણ એકમો ગેસ ટર્બાઇન, દરેકની ક્ષમતા ૧૩૮ મેગાવોટ છે.
  • એક એકમ સ્ટીમ ટર્બાઇન, જેની ક્ષમતા ૨૪૧ મેગાવોટ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. https://www.clpindia.in/operations_gpec.html
  2. https://www.clpindia.in/history.html
  3. "Archived copy". the original માંથી 2014-03-20 પર સંગ્રહિત. Retrieved 2014-03-20. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)CS1 maint: Archived copy as title (link)