પતેતી

વિકિપીડિયામાંથી

ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.