પર્વત

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કુદરતી વાતાવરણના ફેરફારોને કારણે જમીનમાં કેટલીક વાર ખાડા તેમ જ તિરાડ પડવાની, માટીની ભેખડો ધસી પડવાની, જ્વાળામુખી ફાટવાની કે માટીના ઢગલા થવાની ઘટના બને છે. આવા ભૂસ્તરીય ફેરફારોને કારણે ખુબ જ ઊંચા ટેકરાનું પણ સર્જન થાચ છે, જેને પર્વત અથવા ડુંગર કહેવાય છે. વર્તમાનકાળમાં જોવા મળતા પર્વતોની રચના ઘણાં જ વર્ષો પહેલાં થઇ હશે. ભારતમાં હિમાલયની પર્વતમાળામાં, અરવલ્લીની પર્વતમાળામાં, સહ્યાદ્રિની પર્વતમાળામાં તેમ જ પુર્વઘાટ અને પશ્ચિમઘાટમાં અનેક પર્વતો આવેલા છે.