પર્સીસ ખંભાતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પર્સીસ ખંભાતા
225px
પર્સીસ ખંભાતા, ૧૯૭૮
જન્મની વિગત૦૨-૧૦-૧૯૪૮
મુંબઈ
મૃત્યુની વિગત૧૮-૧૮-૧૯૯૮
મુંબઈ
મૃત્યુનું કારણહૃદયરોગનો હુમલો
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
વ્યવસાયમોડેલ, અભિનેત્રી અને લેખિકા
ખિતાબફેમિના મિસ ઈંડિયા - ૧૯૬૫
જીવનસાથીક્લીફ ટેલર - બેમહિનામાં છૂટાછેડા


પર્સીસ ખંભાતા (૨ ઑક્ટોબર ૧૯૪૮ – ૧૮ ઑગસ્ટ ૧૯૯૮) એ ભારતીય મોડેલ, અભિનેત્રી અને લેખિકા હતા.[૧] તેઓ ઈ.સ. ૧૯૭૯માં પ્રદર્શિત થયેલ ફીલ્મ - સ્ટાર ટ્રેક : ધ મોશન પીક્ચરમાં તેમના પાત્ર લીઉટનન્ટ ઈલિયા માટે જાણીતા છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

પર્સીસ ખંભાતાનો જન્મ મુંબઈમાં થયો હતો. તે સમયે શહેર બોમ્બે તરીકે ઓળખાતું હતું.[૨] જ્યારે તેઓ બે વર્ષના હતા ત્યારે તેમના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા.[૩] એક વખતે તેમના સામાન્ય પણે લીધેલા અમુક ફોટા એક જાણીતી સાબુની જાહેરાતમાં વપરાયા, અને તેઓ પ્રસિદ્ધ બની ગયા. આ પછે છેવટે તેઓ મૉડેલ બન્યા.  તેમને ૧૯૬૫માં ફેમિના મિસ ઈંડિયામાં પ્રવેશ લીધો અને ખિતાબ જીતી ગયા. તેઓ ફેમિના મિસ ઈંડિયા પ્રતિયોગિતાની બીજા વિજેતાહતા. મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેવા વાળા તેઓ તૃતીય ભારતીય મહિલા હતા. ફેમિના મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં મિસ ફોટોજેનીક નો ખિતાબ પન તેમણે મેળવ્યો હતો.[૪]

કારકીર્દી[ફેરફાર કરો]

ચિત્ર:Persis Khambatta – Femina Miss India 1965.jpg
૧૯૬૫ની મિસ ઈન્ડિયા પ્ર્તિયોગિતામાં પર્સીસ ખંભાતા

૧૩ વર્ષની ઉંમરે પર્સીસના ફોટા રેક્સોના સાબુની જાહેર ખબરમાં છપાતા પ્રખ્યાત મૉડેલ બનવાનો માર્ગ તેમની માટે મોકળો થયો. ૧૭ વર્ષની ઉંમરે ૧૯૬૫માં તેમણે ફેમિના મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સમાં ભાગ લીધો. મિસ યુનિવર્સમાં અંતિમ ક્ષણોએ કપડા ખરીદી તેઓ ભાગ લેવા ગયા.  તેઓ એર ઈન્ડિયા, રેઅલોન ગોદ્રેજ અને વરેલી જેવી કંપની માટે મોડેલ બન્યા.

ચિત્ર:Persis Khambatta we Ilia.jpg
સ્ટાર ટ્રેક : ધ મોશન પીક્ચરમાં પાત્ર લીઉટનન્ટ ઈલિયા તરીકે (૧૯૭૯)

ઈ.સ. ૧૯૬૭માં કે. એ અબ્બસની ફીલ્મ  બમ્બઈ રાત કી બાહોંમે થકી તેમણે હોલીવુડમાં પ્રવેશ કર્યો.[૫] આ ફીલ્મમાં તેમણે ફીલ્મનું શીર્ષક ગીત ગાનાર  કેબ્રે ગાયક લીલીનું પાત્ર ભજવ્યું. ૧૯૭૫ની ફીલ્મો કન્ડક્ટ અનબિકમીંગ અને ધ વીલબાય કોન્સ્પીરેસીમાં તેમણે નાના પાત્રો ભજવ્યા. ત્યાર બાદ તેઓ ટૂંકા સમય માટે ફીલ્મ જગતમાં રહ્યાં તે દરમ્યાન ૧૯૭૯માં તેમણે  ટકલુ ડેલ્ટન અવકાશી ખલાસી લીઉટનન્ટ ઈલિયા ની યાદગાર ભૂમિકા ભજવી.  આ પાત્ર માટે તેમણે મુંડન કરાવ્યું હતું. શરૂઆતમામ્ તેઓ પાંચ વર્ષ ચાલનારી ધારાવાહિક માટે પસંદ કરાયા હતા. પરંતુ પાછલથી ધારાવાહિક ન બનતા ફીલ્મજ બની. તે સમયે ખંભાતાએ કહ્યું હતું ફીલ્મ ને કારણે તેઓ વધુ ઉત્સાહી હતા કેમકે તેમની કારકીર્દીને તે વધુ ફાયદાકારક નીવડે, પન સાથે સાથે ૫ વર્ષનું કામ ખોવા બદ્દલ તેમને શોક પન થયો.[૬] ૧૯૮૦માં ઍકેડમી ઍવોર્ડ અર્પણે કરનારા તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા. સ્ટાર ટ્રેક ફીલ્મમાં ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે સેટાર્ન ઍવોર્ડ માટે તેમનું નામ નામાંકિત થયું હતું. આને પરિણામે તેમને નાઈટ હૉક્સ (૧૯૮૧), મેગાફોર્સ(૧૯૮૨), વૉરોઇયર ઑફ ધ લોસ્ટ વર્લ્ડ (૧૯૮૩) અને ફીનીક્સ વોરિયર (૧૯૮૮) જીવી ફિલ્મોમાં ભૂમિકા મળી. જેમ્સ બોન્ડની ૧૯૮૩ની ફીલ્મ ઈટોપ્સી માતે પણ તેમનું નામ વિચારાધીન હતું પણ પછી તે કામ મૉડ એડમ્સને અપાયું.

૧૯૮૦માં જર્મનીમાં તેમને ગંભીર કાર અકસ્માત નડ્યો હતો. તેને કારણે તેમના કપાલ પર જખમનું નિશાન પડ્યું હતું. ૧૯૮૩માં તેઓએ કોરોનરી બાયપાસ સર્જરી કરાવી હતી. તેઓ ૧૯૮૫માં મુંબઈ પાછા ફર્યા અને આદિત્ય પંચોલી અને માર્ક ઝુબેર સાથેની હિંદી ટેલીફીલ્મ શિન્ગોરામાં કામ કર્યું. ત્યાર બાદ તુરંત તેઓ ફરી હોલીવુડ ગયા અને ત્યાં ઘણી ટેલિવિઝન ધારાવાહિકોમાં મહેમાન ભૂમિકાઓ કરી જેમકે માઈક હેમર અને મૅકગીવર. ૧૯૯૭માં તેમણે પ્રાઈડ ઑફ ઈન્ડિયા નામની કોફી ટૅબલ બુક લખી. જેમા ઘણી આદ્ય મિસ ઇન્ડિયા વિજેતાઓની માહિતી હતી.  આ પુસ્તક મધર ટેરેસાને સમર્પિત હતી. અને આ પુસ્તકની રૉયલ્ટીનો અમુકભાગ મિશનરીસ ઑફ ચેરીટી ને જતો. ૧૯૯૩માં લુઈસ ઍન્ડ ક્લાર્ક: ધ ન્યુ એડવેન્ચર્સ ઑફ સુપરમેન ધારાવાહિકના પ્રથમ એપિસોડમાં રાષ્ટ્રોની સભાના પ્રમુખની ભૂમિકા તેમનો અંતિમ અભિનય રહ્યો.

નિજી જીવન[ફેરફાર કરો]

તેમના લગ્ન હોલીવુડ કલાકાર ક્લીફ ટેલર સાથે થયા હતા. જૂન ૧૯૮૧માં તેઓ મળ્યા અને અમુક મહિનામાં જ તેમના લગ્ન થયા. લગ્નન અબે મહિનામાં બાદ જ તેમણે છૂટાછેડા માટે દરખાસ્ત કરી.[૭]

અવસાન અને વારસો[ફેરફાર કરો]

૧૯૯૮માં તેમણે છાતીના દુખાવાની ફરિયાદ કરતા તેમને દક્ષિન મુંબઈની મરીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૧૮ ઑગસ્ટ ૧૯૯૮ના દિવસે ૪૯ વર્ષની ઉંમરે હ્ર્દય રોગના હુમલાને પરિણામે તેમનું અવસાન થયું.[૮] બીજા દિવસે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર થયા.

ફીલ્મોગ્રાફી[ફેરફાર કરો]

 • બમ્બઈ રાત કી બાહોંમે  (1968) - લીલી / લીલા
 • કામસૂત્ર - વેલેન્ડઙ દેર્ લેઈબ (૧૯૬૯) - નંદા
 • ધ વીલબાય કોન્સ્પીરેસી (૧૯૭૫) - પર્સીસ રે
 • કન્ડક્ટ અનબિકમીંગ (1975) - મિસેસ. બન્દાનાઈ
 • સ્ટાર ટ્રેક : ધ મોશન પીક્ચર (1979) - લીઉટનન્ટ ઈલિયા
 • નાઈટ હૉક્સ (૧૯૮૧)- શક્કા હૉલેન્ડ
 • મેગાફોર્સ(૧૯૮૨) - મેજર ઝારા
 • વૉરોઇયર ઑફ ધ લોસ્ટ વર્લ્ડ (૧૯૮૩) - નસ્તાશિયા
 • ફીનીક્સ વોરિયર (૧૯૮૮)
 • માય બ્યુટિફુલ લોન્ડ્રેટી (૧૯૮૫) - (પાત્રનું નામ નથી)
 • શી-વોલ્વઝ ઑફ વેસ્ટ લેન્ડ (૧૯૮૮) - કોબાલ્ટ

નોંધ[ફેરફાર કરો]

 1. Singh, Kuldip (20 August 1998). "Obituary: Persis Khambatta". The Independent. London. મૂળ સંગ્રહિત થી 29 December 2012 પર સંગ્રહિત. Retrieved 7 October 2014. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 2. Sharma, Pranay (June 2, 2014). "Those Nights In Nairobi". Outlook India. Check date values in: |date= (મદદ)Check date values in: June 2, 2014 (help)
 3. Reilly, Sue (January 1980). "To the Top". People.Check date values in: January 1980 (help)
 4. "'Star Trek' Actress Persis Khambatta, 49". Obituaries. Bangor Daily News. 20 August 1998. p. B7. Retrieved 7 October 2014. More than one of |work= and |newspaper= specified (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)More than one of |work= and |newspaper= specified (help); Check date values in: 20 August 1998 (help)
 5. "Persis Khambatta, 49, dies". The Indian Express. 19 August 1998. Retrieved 2 May 2013. Check date values in: |access-date=, |date= (મદદ)Check date values in: 19 August 1998 (help)
 6. "Star Trek The Motion Picture: Remembering Persis Khambatta and Lt. Ilia". Star Trek Communicator. January 1999. the original માંથી 11 November 2013 પર સંગ્રહિત. Retrieved 7 October 2014. Check date values in: |access-date=, |archive-date= (મદદ)Check date values in: January 1999 (help)
 7. MacNab, Kitty (September 15, 1981). "People in the News". Weekly World News. Weekly World News. 2 (49): 12. ISSN 0199-574X. Check date values in: |date= (મદદ)Check date values in: September 15, 1981 (help)
 8. "Persis Khambatta, Movie Actress, 49: Obituary". The New York Times. 20 August 1998. Retrieved 2010-09-15. Check date values in: |access-date=, |date= (મદદ)Check date values in: 20 August 1998 (help)

સંદર્ભો[ફેરફાર કરો]

 • The Globe: November 10th, 1998
 • Beverly Hills [213] magazine: November 1998
 • New York Post: October 20th, 1998

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]