પાંગોંગ સરોવર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાંગોંગ સરોવર, લદાખ

પાંગોંગ સરોવર (હિન્દી: पांगोंग त्सो; અંગ્રેજી: Pangong Tso) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ વિસ્તારમાં આવેલ લેહ જિલ્લામાં આવેલું એક સરોવર છે. હિમાલયની પર્વતમાળામાં દરિયાઈ સપાટી થી ૧૪૨૭૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ આ તળાવ ૫ કિલોમીટર જેટલી પહોળાઈ તથા ૧૩૪ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. આશરે ૬૦૪ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા આ સરોવરની ૧૩૪ કિલોમીટરની લંબાઈ પૈકી ૬૦ % જેટલી લંબાઈ તિબેટના વિસ્તારમાં આવે છે. ભારત અને ચીનની સરહદ આ જળાશયની વચ્ચેથી પસાર થાય છે. શિયાળામાં આ સરોવરનું પાણી થીજીને બરફ થઈ જાય છે.[૧]

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "River basins with Major and medium dams & barrages location map in India, WRIS". Retrieved ૧૦ મે ૨૦૧૪. Check date values in: |accessdate= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]