પાંડરવાડા

વિકિપીડિયામાંથી
પાંડરવાડા
—  ગામ  —
પાંડરવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°49′15″N 73°44′52″E / 22.820862°N 73.747786°E / 22.820862; 73.747786
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો ખાનપુર
ગામ નેતા સરપંચ
વસ્તી ૩,૦૯૫ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૩ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૭૪.૭૪% 

• ૮૭.૬૨%
• ૬૧.૬૬%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, ઘઉં
કોડ
  • • પીન કોડ • ૩૮૯૨૩૨
    • ફોન કોડ • +૯૧૨૬૭૪
    વાહન • GJ-35

પાંડરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાનું એક ગામ છે. પાંડરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

પાંડરવાડા ગામ ગુજરાતના મહીસાગર જિલ્લામાં ગુજરાતના અરવલ્લી જિલ્લા અને રાજસ્થાન ડુંગરપુર જિલ્લાની સરહદથી દસ કિલોમીટર દુર વસેલું છે. રાજ્યના મુખ્ય હાઈ-વેથી તે દસ કિલોમીટર અને ઐતિહાસિક સ્થળ કલેશ્વરીથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કહેવાય છે કે પાંડવો પોતાના વનવાસ દરમ્યાન ત્યાં રહ્યા હતા અને બાજુના ગામ બાકોર કે જે હવે તાલુકો છે, ત્યાં બકાસુર નામનો રાક્ષસ રહેતો હતો અને અહી પાંડવો એ વસવાટ દરમ્યાન એનો વધ કર્યો હતો.[સંદર્ભ આપો] ત્યાંથી આગળ કલેશ્વરીમાં ભીમની ચોરી અને અર્જુનની ચોરી આવેલી છે અને એમ કહેવાય છે કે ત્યાં ભીમે હિડંબ નામના રાક્ષસને મારીને એની બહેન હિડિંબા સાથે લગ્ન કર્યા હતા. મહાભારતના યુદ્ધ દરમ્યાન એમના પુત્ર ઘટોત્કચનો ઉલ્લેખ આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]