પેન્સી ઘાટ, લડાખ
Appearance
પેન્સી ઘાટ पेन्सी ला Pensi La pass | |
---|---|
પેન્સી ઘાટ ખાતેથી દ્રાંગ દ્રુંગ બર્ફિલા ગ્લેશિયરનું દૃશ્ય | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 4,400 m (14,400 ft) |
અક્ષાંસ-રેખાંશ | 33°52′18″N 76°20′57″E / 33.871554°N 76.34907°E |
ભૂગોળ | |
સ્થાન | જમ્મુ અને કાશ્મીર ભારત |
પિતૃ પર્વતમાળા | હિમાલય |
પેન્સી લા અથવા પેન્સી ઘાટ (पेन्सी ला;Pensi La) એ હિમાલયમાં આવેલ એક પહાડી માર્ગ છે, જે ભારત દેશમાં આવેલ છે. આ પહાડી માર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ ક્ષેત્રમાં આવેલ છે અને તેને "ઝંસ્કારનું પ્રવેશદ્વાર" કહેવામાં આવે છે. આ પહાડી ઘાટ માર્ગ લડાખના સુરુ ખીણ પ્રદેશને ઝંસ્કાર ખીણ પ્રદેશ સાથે જોડે છે. દરિયાઈ સપાટીથી ૪૪૦૦ (૧૪,૪૩૬ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતો આ માર્ગ રંગદુમ મઠ નામના પ્રસિદ્ધ બૌદ્ધ ગોમ્પા ખાતેથી આશરે ૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે[૧].
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ઝંસ્કાર
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Across Peaks & Passes in Ladakh, Zanskar & East Karakoram," Harish Kapadia, Indus Publishing, 1999, ISBN 978-8-17387-100-9