પ્રભાશંકર સોમપુરા

વિકિપીડિયામાંથી
પ્રભાશંકર સોમપુરા
જન્મની વિગત૧૩ મે ૧૮૯૬
પાલિતાણા
મૃત્યુ૧૮ મે ૧૯૭૮
નોંધપાત્ર કાર્ય
સોમનાથ મંદિર પુનરુદ્ધાર
પુરસ્કારોપદ્મશ્રી (૧૯૭૩)

પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા (૧૩ મે ૧૮૯૬ - ૨૮ મે ૧૯૭૮) જાણીતા સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી હતા. તેઓ પદ્મશ્રીથી સન્માનિત હતા.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

તેમનો જન્મ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પાલીતાણા ખાતે ૧૩ મે ૧૮૯૬ના દિવસે શિલ્પકળા માટે જાણીતા એવા સોમપુરા પરિવારમાં થયો હતો.[૧] સાતમા ધોરણ સુધી ગુજરાતીમાં અને સંસ્કૃતનો અલ્પ અભ્યાસ કરીને તેઓ પોતાના પારિવારીક વ્યવસાયમાં જોડાયા; તેમણે ઘરમાં પૂર્વજોએ સંગ્રહેલા શિલ્પશાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હતો.[૧]

પ્રભાસ પાટણમાં વીખરાયેલા સોમનાથ મંદિરના નવનિર્માણ માટે જે સમિતિ બની હતી તેણે નિર્માણકાર્ય માટેના મુખ્ય સ્થપતિ તરીકે સોમપુરાની નિમણૂક કરી કરી. તેમણે પચાસ લાખ રૂપિયાના ખર્ચે બંધાયેલ આ મંદિરના મહામેરુપ્રાસાદનું આયોજન કર્યું.[૧] તેમણે નિર્માણ કરેલાં સ્થાપત્યોમાં શામળાજી મંદિર (પુનરોદ્ધાર) કૃષ્ણ જન્મસ્થાન (મથુરા), રામ મંદિર (દિલ્હી), લક્ષ્મીનારાયણ મંદિર (ઉધના), અંબાજી માતા મંદિર (અંબાજી)[૨] વગેરે જાણીતાં છે. એમણે શિલ્પશાસ્ત્રને લગતો 'દિપાર્ણવ' ગ્રંથ પણ પ્રસિદ્ધ કર્યો હતો અને આ જ વિષય પર લગભગ ૧૪ જેટલા ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું હતું.[૩]

રાષ્ટ્રપતિએ ચાર હજાર રૂપિયાનો પુરસ્કાર આપીને તેમનું બહુમાન કર્યું હતું અને શંકરાચાર્યે તેમને 'શિલ્પ વિશારદ'ની પદવી આપી હતી.[૧] તેમને ૧૯૭૩માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત થયો હતો.[૧]

તેમનું અવસાન ૮૨ વર્ષની વયે ૨૮ મે ૧૯૭૮ના દિવસે થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ વ્યાસ, રજની. ગુજરાતની અસ્મિતા (ત્રીજી આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૦૫
  2. "વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની શૈલી છે, બીજે ક્યાંય જોવા મળતી નથી". દિવ્ય ભાસ્કર. 2017-09-01. મેળવેલ 2020-11-20.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-05.