પ્રહલાદ ટિપાનિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રહલાદ સિંહ ટિપાનિયા
Prahlad Singh Tipaniya Big.jpg
પાશ્વ માહિતી
અન્ય નામોપ્રહલાદજી , ટીપણિયાજી
શૈલીલોક ગાયક
વ્યવસાયોગાયક, રાજનૈતિક, સમાજ સેવક
સક્રિય વર્ષો૧૯૭૮[૧] – present
વેબસાઇટhttp://www.kabirproject.org
પ્રહલાદસિંહ ટીપાનીયા

પ્રહલાદસિંહ ટિપાનિયાભારતીય લોક ગાયક છે. તેમણે મધ્યપ્રદેશથી માલવી લોક શૈલીમાં કબીર ભજનો રજૂ કર્યા છે. [૨] [૩]

તેઓ તંબૂરો, ખડતાલ, મંજિરા, ઢોલક, હાર્મોનિયમ,ટિમકી અને વાયોલિન જેવા સાધનો વાપરીને સમુહ સાથે ભજનો ગાય છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

પ્રહલાદ ટિપનિયા નો જન્મ, ૭ સપ્ટેમ્બર ૧૯૫૪ નાદિવસે મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રના તારણા જિલ્લાના લુણિખેડી નામના ગામાં થયો હતો. [૪] [૫]

કારકિર્દી[ફેરફાર કરો]

ઇંદોરમાં એક કાર્યક્રમમાં પ્રહલાદ એસ ટિપન્યા રજૂ કરતા

પ્રહલાદ સિંહ ટિપાનિયાએ "અમેરિકામેં કબીર યાત્રા" અને "હદ-અનહદ" નામે યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાન તેમજ ભારત માં યાત્રાઓ કરી છે. તેમનું સંગીત ઓલ ઈન્ડિયા રેડિયોના ઇન્દોર, ભોપાલ, જબલપુર, પટના, લખનઉ અને કાનપુર પ્રસાર કેન્દ્રો પર વગાડવામાં આવે છે અને દૂરદર્શન પર તેમના સંગીત પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે. ટિપનિયાને મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિખર સન્માન (૨૦૦૫), ૨૦૦૭ માં સંગીત નાટક અકાદમી એવોર્ડ અને ૨૦૧૧માં પદ્મશ્રી સહિતના અનેક પુરસ્કારો મળ્યા છે. [૬] [૭]

તેમણે રુહાનિયત નામના વાર્ષિક સુફી સંગીત ઉત્સવ અને બીજા અસંખ્ય કબીર સંગીત મહોત્સવોમાં પણ રજૂઆત કરી છે. તેઓ "સદગુરુ કબીર શોધ સંસ્થા" નામની સંસ્થા પણ ચલાવે છે.

તેઓ બી.એસ.સી. ગ્રેજ્યુએટ છે અને સરકારી શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છે. [૮]

ભારતીય દસ્તાવેજી ફીલ્મ નિર્માતા શબનમ વિરાણી નિર્મિત "અજબ સહર - ધ કબીર પ્રોજેક્ટ" નામની દસ્તાવેજી ફીલ્મના ત્રણ ભાગમાં તેમણે યોગદાન આપ્યું છે.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા [૯] અને મધ્યપ્રદેશના દેવાસ-શાજાપુર સંસદીય મત વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૯ માં સંસદની ચૂંટણી લડ્યા. [૧૦] [૧૧] [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Biography Kabir Project website
 2. https://query.nytimes.com/gst/fullpage.html?res=9C01E5DD153CF933A15750C0A96F9C8B63&pagewanted=3
 3. http://www.hindu.com/fr/2009/03/27/stories/2009032750980300.htm
 4. http://www.business-standard.com/results/news/the-sufi-in-our-times/429107/
 5. http://www.hindu.com/mp/2008/09/15/stories/2008091550620100.htm
 6. [૧] Press Information bureau release on Padma Shri awards for the year 2011
 7. "SNA || List of Awardees". sangeetnatak.gov.in. Retrieved 2019-05-14. Check date values in: |accessdate= (મદદ)
 8. "Folk singer Prahlad Singh Tipaniya takes Kabir's message of peace and harmony far and wide". The Indian Express (અંગ્રેજી માં). 2019-02-20. Retrieved 2019-05-14. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "Prahlad Tipaniya, India's First Kabir-Singing Parliamentarian?". News18. Retrieved 2019-05-14. Check date values in: |accessdate= (મદદ)
 10. "Folk Singer Takes On Ex-Judge In Madhya Pradesh Lok Sabha seat". NDTV.com. Retrieved 2019-05-14. Check date values in: |accessdate= (મદદ)
 11. "Folk singer Prahlad Tipaniya joins Congress". www.radioandmusic.com (અંગ્રેજી માં). Retrieved 2019-05-14. Check date values in: |accessdate= (મદદ)
 12. Smita (2019-04-06). "Bhopal: From Kabir to Congress, Tipaniya takes on a new art". Freepressjournal : Latest Indian news,Live updates (અંગ્રેજી માં). Retrieved 2019-05-14. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]