ફાધર વાલેસ
કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ | |
---|---|
![]() ફાધર વાલેસ અમદાવાદની સૅંટ ઝેવિયર્સ કૉલેજ ખાતે, ૨૦૦૯ | |
જન્મ | ૪ નવેમ્બર, ૧૯૨૫ લોગ્રોનો, સ્પેન |
મૃત્યુ | ૯ નવેમ્બર, ૨૦૨૦ મેડ્રિડ, સ્પેન |
ઉપનામ | ફાધર વાલેસ |
વ્યવસાય | અધ્યાપક, લેખક |
ભાષા | ગુજરાતી, અંગ્રેજી, સ્પેનિશ |
રાષ્ટ્રીયતા | ભારતીય અને સ્પેનિશ |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક, (૧૯૭૮) પદ્મશ્રી (2021) |
સહી | ![]() |
વેબસાઇટ | |
carlosvalles |
કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ (૪ નવેમ્બર, ૧૯૨૫ - ૯ નવેમ્બર ૨૦૨૦[૧]), જેઓ ફાધર વાલેસ તરીકે જાણીતા હતા, એક ગુજરાતી સાહિત્યકાર હતા.[૨][૩][૪]
જીવન
[ફેરફાર કરો]પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું વિન્સેન્ટ'સ અંજાઈનાના કારણે અવસાન થયું. છ મહિના બાદ સ્પેનમાં આંતરિક યુદ્ધ શરૂ થતા તે ઘર છોડી તેમના માતા અને ભાઈ સાથે તેમના માતાના કાકી પાસે રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેમણે તેમના ભાઈ સાથે જેસ્યુઈટ શાળામાં અભ્યાસ કર્યો. તેઓ માત્ર પંદર વર્ષના હતા ત્યારે દીક્ષા લઈ ખ્રિસ્તી જેસ્યુઈટ પંથમાં દાખલ થયાં અને ૧૯૪૯માં પાદરી તરીકે તેમને ભારત મોકલવામાં આવ્યા.[૨][૩][૪]
અભ્યાસ
[ફેરફાર કરો]૧૯૪૧માં તેમણે એસ.એસ.સી., ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ., ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ., ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.[૨][૩][૪]
૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા.
ઉત્તર જીવન
[ફેરફાર કરો]ગણિતના અધ્યાપકના પદ પરથી નિવૃત થઇને તેઓ સ્પેન પરત ગયા હતા જ્યાં તેઓ મેડ્રિડમાં સ્થાયી થયા હતા અને તેમની ૯૧ વર્ષની માતાની દેખરેખ રાખતા હતા, જેમનું ૧૦૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું હતું અને તેમણે અંગ્રેજી અને સ્પેનિશમાં ભાષાંતરો કર્યા હતા. તેમણે તેમના ભારત અને લેટિન અમેરિકાના અનુભવો પર લખ્યું હતું.[૨][૩]
૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ સ્પેનનાં મેડ્રિડ ખાતે તેમનું અવસાન થયું.[૧]
સર્જન
[ફેરફાર કરો]એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે.[૫]
તેમના સર્જનમાં ૭૫ ગુજરાતી પુસ્તકો, ૨૪ અંગ્રેજી અને ૪૨ સ્પેનિશ પુસ્તકોનો સમાવેશ થાય છે.[૫] તેમણે ગણિત પર ૧૨ પુસ્તકો લખ્યા હતા. તેમણે ગુજરાતીમાં ગણિત પર પાઠ્યપુસ્તક શ્રેણીનું સહલેખન કર્યું હતું.[૨][૩][૬][૭]
તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે:
નામ | વર્ષ | પ્રકાર |
---|---|---|
સદાચાર | ૧૯૬૦ | નિબંધ સંગ્રહ |
તરુણાશ્રમ | ૧૯૬૫ | નિબંધ સંગ્રહ |
ગાંધીજી અને નવી પેઢી | ૧૯૭૧ | નિબંધ સંગ્રહ |
શબ્દલોક | ૧૯૮૭ | ચિંતન ગ્રંથ |
વાણી તેવું વર્તન | ૨૦૦૯ | |
પ્રસન્નતાની પાંખડીઓ | ||
વ્યક્તિ ઘડતર,જીવન ઘડતર, સમાજ ઘડતર | ||
કુટંબમંગલ | ||
વ્યક્તિમંગલ | ||
ધર્મમંગલ | ||
જીવનમંગલ | ||
સમાજમંગલ | ||
શિક્ષણમંગલ |
પુરસ્કારો
[ફેરફાર કરો]ફાધર વાલેસને ૧૯૬૬માં કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. ૧૯૭૮માં તેમને ગુજરાત સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.[૮] આ બહુમાન મેળવનાર તેઓ સૌપ્રથમ વિદેશી હતા. સંસ્કૃતિ અને લોકોને ઓળખવાના તેમના સ્થાનિક પ્રવાસો માટે તેમને ૧૯૯૫માં આચાર્ય કાકાસાહેબ કાલેલકર એવોર્ડ ફોર યુનિવર્સલ હારમોની પુરસ્કાર મળ્યો હતો. મુંબઈના જૈન સમુદાય સાથેની તેમની મિત્રતા માટે તેમને માનદ જૈન નામ મળ્યું હતું.[૨][૩][૪] તેમને સંતોકબા પુરસ્કાર મળ્યો હતો.[૯]
ઇ.સ. ૨૦૨૧માં ફાધર વાલેસને તેમના સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી (મરણોત્તર) વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૦][૧૧][૧૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "સવાયા ગુજરાતી: જન્મે સ્પેનિશ પણ કર્મે ગુજરાતી, ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારે વૈષણવજન એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન". Divya Bhaskar. 2020-11-09. મેળવેલ 2020-11-09.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "My Life on Official Website". www.carlosvalles.com. મેળવેલ 20 April 2014.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Jha, Prakash (27 November 2011). "Father Valles: 'Sadhu to chalta bhala'". Daily News and Analysis. Ahmedabad. મેળવેલ 20 April 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Spanish Jesuit gets International Award for Promoting Religious Harmony". UCA News. 12 April 1996. મૂળ માંથી 21 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 20 April 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ Oza, Nandini. "Father Carlos Valles passes away at 95". The Week (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-09.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Father Valles's 1st book on Gandhi set for US launch". The Indian Express. 23 August 2012. મેળવેલ 20 April 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Fr Valles to be honoured for contribution to Gujarati". Ahmedabad Mirror. 26 September 2009. મૂળ માંથી 7 December 2009 પર સંગ્રહિત. મેળવેલ 20 April 2014.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ IIn̲n̲āci, Cū (1994). Christian Contribution to Indian Languages and Literatures. Mariyakam. p. 48.
- ↑ "Santokbaa Award". Santokbaa Award (અંગ્રેજીમાં). Surat, India. મૂળ માંથી 26 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 29 May 2018.
{{cite web}}
: Check date values in:|accessdate=
and|archive-date=
(મદદ) - ↑ "Keshubhai Patel among six Padma awardees from Gujarat". The Indian Express (અંગ્રેજીમાં). 2021-01-26. મેળવેલ 2021-01-26.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "India honors Spanish Jesuit missionary posthumously". Matters India (અંગ્રેજીમાં). 2021-01-25. મેળવેલ 2021-03-05.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Padma Awards 2021 | Sikhism". Scribd (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-05.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |