બજરંગ દળ

વિકિપીડિયામાંથી

બજરંગ દળ (હિન્દિ: बजरंग दल}}), એક હિંદુ સંગઠન છે, જે ભારતમાં કાર્યરત છે. તે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી (VHP))ની યુવા પાંખ છે અને તે હિંદુત્વની વિચારધારા પર આધારીત છે.[૧][૨] ભારતના ઉત્તરપ્રદેશમાં પહેલી ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં આ દળનો ફેલાવો થયો છે. આ જૂથ ૧,૩૦૦,૦૦૦ સભ્યો હોવાનો દાવો કરે છે,[સંદર્ભ આપો]જેમાં ૮૫૦,૦૦૦ કાર્યકરો છે અને ૨,૫૦૦ જેટલા અખાડા ચલાવે છે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાની જેમ જ). "બજરંગ" શબ્દનો સંદર્ભ હિંદુ સંસ્કૃતિના એક દેવ હનુમાન પરથી લેવામાં આવ્યો છે.

બજરંગ દળનું સૂત્ર 'સેવા, સુરક્ષા અને સંસ્કૃતિ' છે. તેના એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ ગૌહત્યાને અટકાવવાનો છે, જે ભારતીય બંધારણની 48મી ધારામાં સામેલ છે.[૩] દળના મુખ્ય હેતુઓમાંનો એક હેતુ અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર, મથુરામાં ક્રિષ્નાજન્મભૂમિ મંદિર અને કાશી (વારાણસી)માં કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરવાનો છે, જે અત્યારે પૂજા-અર્ચનાના વિવાદાસ્પદ સ્થળો છે. તેના અન્ય લક્ષ્યાંકોમાં સામ્યવાદ, મુસ્લિમ વસતિમાં વૃદ્ધિ અને ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના જોખમથી ભારતની હિંદુ સંસ્કૃતિ કે ઓળખનું સંરક્ષણ સામેલ છે.

ઉત્પત્તિ[ફેરફાર કરો]

ઓક્ટોબર, ૧૯૮૪માં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી (VHP))એ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિયમિતપણે શોભાયાત્રા કાઢવાની શરૂઆત કરી હતી. આ શોભાયાત્રા "રામ-જાનકી રથયાત્રા" તરીકે ઓળખાતું હતું અને તેનો ઉદ્દેશ "સમાજમાં જાગૃતિ" આણવાનો હતો. આ યાત્રામાં કોઈ પણ ધર્મવિરોધી અભિયાન હોવાનો દાવો વીએચપી (VHP)એ કર્યો નહોતો ત્યારે ભારતમાં સમાજના અનેક વર્ગોએ તેને હિંદુત્વવાદી આંદોલન ગણાવ્યું હતું.

તેના પરિણામે કોમી તનાવનું વાતાવરણ ઊભું થયું હતું અને જેને આ રથયાત્રા માટે જોખમ સર્જાયુ હતું. આ પ્રકારના સંજોગોમાં 'પવિત્ર સંતો'એ (વીએચપી (VHP)ના સભ્યો) રથયાત્રાની રક્ષા કરવા યુવાનોને હાકલ કરી હતી, જેના પગલે બજરંગ દળની રચના થઈ હતી. તેના પરિણામે બજરંગ દળની રચના થઈ અને આ દળની પાંખો અત્યારે ઉત્તરપ્રદેશની બહાર પણ ફેલાઈ છે અને દેશના વિવિધ રાજ્યોમાં તેના સભ્યો છે.

વિચારધારા અને એજન્ડા[ફેરફાર કરો]

બજરંગ દળ વિવિધ લક્ષ્યાંકો ધરાવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ લક્ષ્યાંક આધુનિક ભારતમાં મુસ્લિમ વિજેતાઓ અને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા થયેલા સામાજિક-સાંસ્કૃતિ આક્રમણને ખાળવાનો અને ભારતીય સમાજમાં હિંદુ સંસ્કૃતિ કે હિંદુત્વને પુનઃપ્રસ્થાપિત કરવાનો છે. તેમાં ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળોને પરિવર્તિત કરવાની માગણી સામેલ છે. દેશમાં કેટલાંક ધાર્મિક શહેરોમાં ઐતિહાસિક મંદિરોને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જે હિંદુઓને સુપ્રત કરવા આ દળ માગણી કરી રહ્યું છે[૪] . બજરંગ દળે તેની વેબસાઈટ પર ભાર મૂક્યો છે કે દળ ન તો કોમવાદી છે, ન વિભાજનવાદી. ખાસ કરીને, સંગઠનનું કહેવું છે કે [૫]

"બજરંગ દળ કોઈ ધર્મવિરોધી નથી. તે અન્ય લોકોની ધાર્મિક આસ્થાથી વાકેફ છે, પણ હિંદુઓની ધાર્મિક ભાવનાને પણ તેટલું જ સન્માન મળે તેવી અપેક્ષા રાખે છે અને તેના પર ભાર મૂકે છે. હિંદુ સંસ્કૃતિમાં માન્યતા ધરાવતું હોવાથી બજરંગ દળ જાતિ, રંગ અને ધર્મ (આત્મસ્વત સર્વ ભૂતેષુ)ને ધ્યાનમાં રાખ્યાં વિના તમામ ધર્મોને માન્યતા આપવામાં અને તમામ મનુષ્યોને સન્માન આપવામાં માને છે. આ હેતુ માટે બજરંગ દળે વિવિધ જનજાગરણ અભિયાન હાથ ધર્યા છે. દળ હિંસા કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વિશ્વાસ ધરાવતું નથી."

ઉપરાંત બજરંગ દળે જણાવ્યું હતું કે તેઓ ૫૦ લાખ પત્રિકાઓ વહેંચશે, જેમાં ખ્રિસ્તી પાદરીઓની પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપશે. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક સુરેન્દ્ર કુમાર જૈને કહ્યું હતું કે સંગઠન શાંતિપૂર્ણ રીતે કેટલીક ખ્રિસ્તી સંસ્થાઓએ વૈશ્વિક ખ્રિસ્તીકરણ યોજના હેઠળ ગરીબ લોકોનું ધર્મ પરિવર્તન કરવા અપનાવેલા શંકાસ્પદ ઉપાયોનો ઘટસ્ફોટ કરશે. આ યોજના ખાસ કરીને ભારતમાં બહુમતી હિંદુઓને લક્ષ્યાંક બનાવે છે[૬].

વિશ્વ હિંદુ પરિષદ સાથે બજરંગ દળ ભારતમાં ઇસ્લામિક આતંકવાદનો ખુલ્લો વિરોધ કરે છે અને સમગ્ર રાષ્ટ્રમાં જાગૃતિ અભિયાન હાથ ધરશે તેવી જાહેરાત પણ કરી છે. બજરંગ દળના સભ્યોનું કહેવું છે કે ઇસ્લામિક આતંકવાદ ભારતમાં સામાન્ય વસતિમાં છુપાયેલો છે અને તેમને ઉઘાડા પાડવામાં આવશે[૭].બજરંગ દળના સંયોજક પ્રકાશ શર્માએ ભાર મૂક્યો હતો કે તેઓ કોઈ ખાસ કોમને લક્ષ્યાંક બનાવતા નથી, પણ ભારતની જનતાને-ખાસ કરીને યુવાનોને-આતંકવાદી જૂથ લશ્કર-એ-તોઇબા દ્વારા રચિત અને વર્ષ 2002માં થયેલા અક્ષરધામ મંદિર હુમલા જેવા બનાવોમાં આતંકવાદના ભયસ્થાને વિષે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે[૮][૯]. વીએચપી (VHP)ના ગૌહત્યાના વિરોધને પણ બજરંગ દળ સંપૂર્ણપણે ટેકો આપે છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની યોજનાને સમર્થન જાહેર કર્યું છે (અનેક હિંદુઓ ગાયને પવિત્ર માને છે).[૧૦] .

બજરંગ દળની ગુજરાત પાંખ સૌંદર્ય સ્પર્ધાવિરોધી અભિયાનમાં અગ્રેસર છે. તેનો અન્ય એક હેતુ હિંદુ-મુસ્લિમ આંતરલગ્નો અટકાવવાનો છે.[૧૧]

વિવાદો[ફેરફાર કરો]

 • હ્યુમન રાઇટ્સ વોચના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા મુસ્લિમ વિરોધી કોમી રમખાણોમાં બજરંગ દળ સામેલ હતું[૧૨].
 • એપ્રિલ, 2006માં મહારાષ્ટ્રના નાન્દેડ નજીક બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં બજરંગ દળના બે કાર્યકરો માર્યા ગયા હતા. આ જ જૂથના કાર્યકરો વર્ષ 2003માં પરભાણી મસ્જિદ વિસ્ફોટના ષડયંત્રમાં સામેલ હોવાની પણ શંકા હતી[૧૩]. પાછળથી ધરપકડ થયેલા લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ દેશમાં થયેલા કેટલાંક બોંબ વિસ્ફોટોનો બદલો લેવા માગતા હતા.[૧૪] તે પછી એનડીટીવી (NDTV)એ નાન્દેડ[૧૫] પ્રકરણમાં પોલીસ છુપાવી રહી હોવાનો આરોપ મૂક્યો હતો. સેક્યુલર સિટિઝન્સ ફોરમ અને પીયુસીએલ (PUCL), નાગપુરે એક રીપોર્ટમાં દાવો કર્યો હતો કે બોંબ બનાવવાની પ્રક્રિયામાં મૃત્યુ પામેલા બજરંગ દળના બે કાર્યકરોમાંથી એકના ઘરેથી વિવિધ મસ્જિદોના નકશા મળ્યાં હતાં.[૧૬]
 • વીએચપી (VHP)ના નેતા પ્રવીણ તોગડિયાએ રાજસ્થાનના અજમેરમાં પ્રતિબંધ અને પ્રતિબંધક આદેશોની અવગણના કરીને બજરંગ દળના કાર્યકર્તાઓમાં ત્રિશૂળની વહેંચણી કરી હતી, જે પછી એપ્રિલ 2003માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તોગડિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારતીય રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભાની આગામી ચૂંટણી ત્રિશૂળના મુદ્દે લડાશે અને તેમણે શાસક કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં ફાયદો મેળવવા મુસ્લિમોને ખુશ રાખે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટનાને કારણે મળેલી પ્રસિદ્ધિ પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો[૧૭].
 • ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મુસ્લિમોને ઘર કે ફ્લેટનું વેચાણ કરનાર વેપારીઓ પર હુમલો કરી મુસ્લિમોને તેમની માલિકીની જમીન કે મકાનમાં ન પ્રવેશવા દેવાનો આરોપ પણ બજરંગ દળ પર મૂકાયો છે. એટલું જ નહીં બજરંગ દળના કાર્યકર્તાઓ મુસ્લિમોને મકાન કે ફ્લેટ વેચવા દબાણ કરે છે તેવો આક્ષેપ પણ થયો છે. તેના પગલે અમદાવાદ અને વડોદરા જેવા ગુજરાતના મોટા શહેરોમાં કોમી વિસ્તારો ઊભા થયા છે.[૧૮]
 • કેટલાંક પ્રસંગે બજરંગ દળના કાર્યકર્તાઓએ "સમાજના સ્વયંભૂ રખેવાળ"ની ભૂમિકા ભજવી વેલેન્ટાઇન ડેના રોજ અપરણિત યુગલ કે યુવાન પ્રેમીપંખીડાઓને ઝડપી લીધા હતા અને તેમની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીપૂર્વક લગ્ન કરવાની કે રાખડી બાંધવાની એટલે કે ભાઈ-બહેન હોવાનો સ્વીકાર કરવાની ફરજ પાડી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓ અવારનવાર હિંસક તોફાન કરે છે, ગિફ્ટ શોપ્સ અને રેસ્ટોરામાં તોડફોડ કરે છે અને વેલેન્ડાઇન ડેના રોજ યુગલોને ધમકાવે છે[૧૯].[૨૦][૨૧][૨૨]
 • મહારાષ્ટ્રના નાન્દેડ[૨૩]માં છ ઓગસ્ટ, 2006 અને ઉત્તરપ્રદેશના કાનપુરમાં 24 ઓગસ્ટ, 2008ના રોજ બોમ્બ બનાવવાના બનાવોમાં પણ બજરંગ દળ સામેલ હતું[૨૪].
 • ન્યૂલાઇફ પાદરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ધર્મ પરિવર્તન અભિયાન અને હિંદુ દેવીદેવતાઓના અપમાનના વિરોધમાં બજરંગ દળે સપ્ટેમ્બર, 2008માં ન્યૂલાઇફ ખ્રિસ્તી દેવળો અને કર્ણાટકમાં પ્રાર્થના ખંડ સામે હુમલાનો દોર નવેસરથી શરૂ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ તે સંબધે બજરંગ દળના સંયોજક મહેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમણે આ હુમલાઓ માટે તેઓ જવાબદાર નહીં હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારએ રાજ્ય સરકારની ટીકા કરી હતી. ઉપરાંત લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચએ પણ ભાજપશાસિત રાજ્યો કર્ણાટક અને ઓરિસ્સામાં ધાર્મિક હિંસા માટે પણ બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું[૨૫]. જોકે પોલીસના કેટલાંક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બજરંગ દળ તેની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારના હુમલામાં સંકળાયેલ નહોતું અને હુમલાઓ તોફાની જૂથોએ કર્યા હતા. જોકે બજરંગ દળના કાર્યકર્તાઓની જુબાની તેનાથી વિપરીત વાત રજૂ કરે છે, કારણ કે તેઓ હુમલાનું વર્ણન કરે છે અને ખુલ્લેઆમ વધુ હિંસાની ચેતવણી આપે છે[૨૬].

ટીકા[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના વર્ષ 2000 માટે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અને વૈશ્વિક અહેવાલ (2000)ના અહેવાલમાં આ સંગઠનને હિંદુ ઉગ્રવાહી જૂથ ગણાવાયું છે. આ રીપોર્ટ હ્યુમન રાઇટ્સ વોચએ તૈયાર કર્યો છે.[૨૭][૨૮] વોશિંગ્ટન યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર અને દક્ષિણ એશિયાના અભ્યાસ વિભાગના માનદ પ્રોફેસર પોલ આર બ્રાસએ બજરંગ દળને ભારતનું નાઝી જર્મની સંગઠન સ્ટર્માટીલંગ ગણાવ્યું છે.[૨૯]

બજરંગ દળની ટીકા હિંદુ મહાસભા જેવા આધુનિક હિંદુ રાષ્ટ્રવાદી જેવા સંગઠનોએ પણ કરી છે. ઇસ્લામિક આતંકવાદના પ્રસારને અટકાવવા ઇસ્લામિક કટ્ટરપંથીઓ જેવી જ પદ્ધતિઓ અપનાવવા બદલ બજરંગ દળની ટીકા થઈ રહી છે. આ કદમને મહાસભા પ્રત્યાઘાતી કદમ ગણાવે છે[૩૦]. ઉપરાંત ભારતીય જનતા પક્ષના સભ્ય અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ બજરંગ દળની ટીકા કરી હતી. વાજપેયીએ કહ્યું હતું કે બજરંગ દળ "ફક્ત ભાજપની મૂંઝવણમાં વધારો જ કરે છે" અને સંઘ પરિવારને "બજરંગ દળને અંકુશમાં લેવાની" વિનંતી કરી હતી[૩૧]. ઓરિસ્સામાં ધર્મ આધારિત તોફાનો થયા પછી ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના દાવેદાર એલ. કે. અડવાણીએ બજરંગ દળના હિંસાનો ત્યાગ કરવાની સલાહ આપી હતી. તેનાથી દિલ્હીમાં યુપીએ (UPA) સરકાર પરથી દબાણ હળવું થઈ જશે તેવી બાબતે તેઓ ચિંતિત હતા[૩૨]

પ્રતિબંધ માટે માગણી[ફેરફાર કરો]

 • તાજેતરમાં પ્રતિબંધ મૂકવા માટે કોઈ માગણી થઈ નથી છતાં શાસક કોંગ્રેસે પ્રતિબંધ માટે અનેક વખત માગણી કરી છે, જેના પર વિપક્ષ લઘુમતી તુષ્ટિકરણનો આરોપ મૂકે છે. ઉપરાંત સરકાર સંચાલિત લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચ સહિત વિવિધ લઘુમતી જૂથોએ પણ પ્રતિબંધની માગણી કરી છે. જોકે પુરાવાના અભાવના ડરે સરકારે પ્રતિબંધ ન મૂકવાનો નિર્ણય લીધો છે.[૩૩] ઉપરાંત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે સૂચવ્યું હતું કે બજરંગ દળ પર પ્રતિબંધ ટકી શકે તે નથી.[૩૪]
 • સપ્ટેમ્બર, 2008માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇએનસી (INC))એ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી (VHP)) પર પ્રતિબંધની માગણી કરી હતી. આઇએનસી (INC)ના જણાવ્યા મુજબ, આ સંગઠનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું હતું કે, "સિમી (SIMI) જેવા સંગઠન સામે જ શ્વેતપત્ર જાહેર કરવાની જરૂરી નથી, પણ બજરંગ દળ અને વીએચપી (VHP) જેવા રાષ્ટ્રવિરોધી કૃત્યોમાં સામેલ તમામ સંગઠનો સામે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ."[૩૫] કોંગ્રેસના પ્રવક્તા શકીલ અહમદે કહ્યું હતું કે, "જે સંગઠનો આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તેની તપાસ થવી જોઈએ તો પ્રશ્ન એ છે કે બજરંગ દળ પર પ્રતિબંધ શા માટે ન મૂકાવો ન જોઈએ".[૩૬] મુસ્લિમ મૌલવી મૌલાના ખાલિદ રાશિદ ફિરંગી માહલીએ પણ કાનપુર વિસ્ફોટના પગલે આ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેઓ "મૂવમેન્ટ અગેઇન્સ્ટ ટેરરિઝમ" સાથે સંકળાયેલા છે.[૩૭]
 • માસિક સામયિક કોમ્યુનાલિઝમ કોમ્બેટ માનવાધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવાડએ શરૂ કર્યું છે, જેમાં ઓગસ્ટ, 20008માં બજરંગ દળ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.[૩૮] લોક જનશક્તિ પાર્ટી (એલજેપી (LJP))ના નેતા રામચંદ્ર પાસવાને બજરંગ દળને કોમી સંગઠન ગણાવતા કહ્યું હતું કે, "બજરંગ દળ અને વીએચપી (VHP) પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ."[૩૯]
 • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવે ગૌડા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ બજરંગ દળ અને શ્રી રામ સેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ સંબંધે દેવે ગૌડાએ વડાપ્રધાનને એક પત્ર લખ્યો છે અને બજરંગ દળ પર ઓરિસ્સા અને કર્ણાટકમાં લઘુમતીઓ સામે અવિચારી હિંસા કરવાનો આરોપ મૂક્યો છે.[૪૦][૪૧][૪૨]
 • પાંચ ઓક્ટોબર, 2008ના રોજ લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચએ કર્ણાટકમાં ખ્રિસ્તી સંસ્થાઓ પર હુમલામાં શંકાસ્પદ ભૂમિકા બદલ બજરંગ દળ અને વીએચપી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે[૪૩]. જોકે રાજ્યસ સરકાર પાસે [૪૪] લઘુમતીઓ પંચની ભલામણો છે, પણ તે સૂચનોને સમર્થન આપતી નથી.
 • ઓરિસ્સા અને કર્ણાટકમાં ખ્રિસ્તીઓ અને તેમની સંસ્થાઓ પર સતત હુમલાને કારણે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંદ મૂકવાની શક્યતા પર ચર્ચા કરવા પાંચ ઓક્ટોબર, 2008ના રોજ ભારતીય વડાપ્રધાને મંત્રીમંડળની વિશેષ બેઠક બોલાવી હતી[૪૫].

પ્રમુખોની યાદી[ફેરફાર કરો]

 • વિનય કટિયાર
 • જયભાણ સિંહ પવૈયા
 • ડો. સુરેન્દ્ર જૈન

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • રોહિત વ્યાસમાન

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Chetan Bhatt (૨૦૦૧). Hindu Nationalism: Origins, Ideologies and Modern Myths. Berg Publishers. પૃષ્ઠ ૧૯૯. ISBN 9781859733486.
 2. દક્ષિણ કન્નાડામાં ’નૈતિક આચરણના ઉલ્લંઘન પર તૂટી પડવું’ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન ધ હિંદુ
 3. આર્ટ.48
 4. "બજરંગ દળની વેબસાઇટમાંથી". મૂળ માંથી 2013-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 5. "બજરંગ દળની વેબસાઇટમાંથી ઘોષણાપત્ર". મૂળ માંથી 2005-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 6. "મીડિયા વોચ". મૂળ માંથી 2006-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 7. આતંકઃ વીએચપીની જનજાગૃતિની યોજના,ડેક્કન હેરાલ્ડ
 8. બજરંગ દળે અભિયાન શરૂ કર્યું,ધ ટ્રિબ્યુન
 9. "Three get death for Akshardham attack". Times of India. 2006-06-02. મેળવેલ 2008-08-04. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. ગૌહત્યાઃ બજરંગ દળે ફોરમના વલણને હિંદુવિરોધી ગણાવ્યું,ડેક્કન હેરાલ્ડ
 11. "બજરંગ દળ સામૂહિક ગાંડપણ". મૂળ માંથી 2008-11-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 12. ગુજરાતમાં કોમી રમખાણમાં સરકારની ભાગીદારી અને જોડાણ હ્યુમન રાઇટ્સ વોચ-જૂન,2002
 13. માલેગાંવઃ અધોગતિનો માર્ગ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન,ધ હિંદુ
 14. [૧] માલેગાંવ વિસ્ફોટઃ બજરંગ કે લશ્કર?
 15. નાન્દેડ વિસ્ફોટમાં પોલીસનો ઢાંકપિછોડો,NDTV.com .
 16. મહારાષ્ટ્રના નાન્દેડમાં આરએસએસના જાણીતા કાર્યકરના ઘરમાં બોમ્બ વિસ્ફોટનો અહેવાલ સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન,pucl.org
 17. તોગડિયાએ પ્રતિબંધની અવગણના કરી, ત્રિશૂળ વહેંચ્યા સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન,ધ હિંદુ
 18. "સંગઠિત અસહિષ્ણુતા". મૂળ માંથી 2009-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 19. વેલેન્ટાઇન ડે
 20. http://timesofindia.indiatimes.com/articleshow/2783653.cms
 21. http://www.rediff.com/news/2008/feb/14vday.htm
 22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 23. સુરક્ષા એજન્સીઓ દ્વારા બજરંગ દળની તપાસ, બાંગલનો માલેંગાવ સાથે સંબંધ ડીએનએ ઇન્ડિયા- 6 સપ્ટેમ્બર, 2006
 24. કાનપુરમાં બજરંગ દળે બદલો લેવા વિસ્ફોટો કરવાની યોજના ઘડી હતીઃ ઉત્તરપ્રદેશ પોલીસ ઇન્ડિયન એક્સપ્રેસ-28 ઓગસ્ટ, 2008
 25. ખ્રિસ્તી સમુદાયઃ સંઘ પરિવારનું નવું લક્ષ્યાંક ધ ઇકોનોમિક ટાઇમ્સ-20 સપ્ટેમ્બર, 2008
 26. કર્ણાટક પર બાજપ, દળને જુદાં જુદાં સૂર એનડીટીવી-23 સપ્ટેમ્બર, 2008
 27. Barbara Larkin. Annual Report on International Religious Freedom 2000. પૃષ્ઠ 508. ISBN 0756712297.
 28. Human Rights Watch World Report 2000. Human Rights Watch. પૃષ્ઠ 188. ISBN 1564322386.
 29. Paul R. Brass (1997). Theft of an Idol: Text and Context in the Representation of Collective Violence. Princeton University Press. પૃષ્ઠ 17. ISBN 0691026505.
 30. બજરંગીઓ-હિંદુ જેહાદીઓ ન બનો સંગ્રહિત ૨૦૦૪-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન,hindutva.org
 31. પરિવારની પાંખો પર લગામ કસો, વડાપ્રધાનની આરએસએસને સલાહ,ધ ટ્રિબ્યુન
 32. ભાજપની સલાહને અવગણતું બજરંગ દળ ધ ટેલીગ્રાફ, કોલકાતા-3 ઓક્ટોબર, 2008
 33. રાજકીય ધ્રુવીકરણનો એક કેસ
 34. બજરંગ દળ સામે પ્રતિબંધ ટકી ન શકેઃએનએસએ (NSA)
 35. બજરંગ દળ, વીએચપી (VHP)પર શ્વેતપત્ર લાવવા કોંગ્રેસની માગણી
 36. બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવા કોંગ્રેસની માગણી
 37. બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવા મુસ્લિમ મૌલવીની માગણી
 38. "બજરંગ દળ, વીએચપી (VHP) પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માગણી". મૂળ માંથી 2008-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-21.
 39. બજરંગ દળ, વીએચપી (VHP) પર પ્રતિબંધ મૂકવા એલજેપી (LJP)ની માગણી
 40. બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવા ગૌડા, માયાની માગણી સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા,22 સપ્ટેમ્બર2008
 41. બજરંગ દળ, વીએચપી (VHP) પર પ્રતિબંધ મૂકવા પાસવાનની માગણી સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૨ ના રોજ વેબેક મશિન ધ હિંદુ, 20 સપ્ટેમ્બર, 2008
 42. બજરંગ દળ, વીએચપી (VHP) પર પ્રતિબંધ મૂકવા કોંગ્રેસની માગણી સિફી ન્યૂઝ, 20 સપ્ટેમ્બર, 2008
 43. બજંરગ દળ પર પ્રતિબંધ મૂકોઃ રાષ્ટ્રીય લઘુમતી પંચ સીએનએન-આઇબીએન, 6 ઓક્ટોબર 2008
 44. ટીકા
 45. બજરંગ દળ, વીએચપી (VHP) પર પ્રતિબંધ મૂકવા મંત્રીમંડળની ચર્ચા ધ ટેલીગ્રાફ

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Sangh Parivar