બલધોઇ (તા. જસદણ)

વિકિપીડિયામાંથી
બલધોઇ
—  ગામ  —
બલધોઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E / 22.039382; 71.208869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જસદણ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

બલધોઇ (તા. જસદણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે. બલધોઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

નામ[ફેરફાર કરો]

ગામની નજીક બલધુઆ નામની ટેકરી આવેલી છે. લોકમાન્યતા મુજબ બ્રિંજરીનો એક બળદ આ ૯૦૦ ફીટ ઉંચી ટેકરી પર ચડી ગયો અને શિખર પર મૃત્યુ પામ્યો. તે સ્થળ પર મંદિર બાંધવામાં આવ્યું અને ટેકરીને બળદ પરથી બલધુઆ નામ મળ્યું. આ જ કારણોસર ગામને બલધોઇ કહે છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

બ્રિટિશ શાસન સમયે બલધોઇ વાળા કાઠીઓના હાથમાં હતું. તે લોધિકા થાણા હેઠળ આવતું હતું.[૧]

બલધુઆ ટેકરીની તળેટીમાં ભાલગામ નામનું નિર્જન ગામ આવેલું છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૪.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૪.

જસદણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન