બલસમંદ તળાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બલસમંદ તળાવ
સ્થાનરાજસ્થાન
પ્રકારતળાવ
દેશોભારત
મહત્તમ લંબાઇ૧ કિમી

બલસમંદ તળાવભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા જોધપુર જિલ્લાના મુખ્ય મથક જોધપુર થી મંડોર જતા માર્ગ પર જોધપુરથી ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલ એક તળાવ છે. આ તળાવ એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. આ તળાવને ઈ.સ. ૧૧૫૯માં બાલક રાવ પરિહાર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મંડોર શહેરની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. આ જળાશયની લંબાઈ ૧ કિમી, પહોળાઈ ૫૦ મીટર અને ઊંડાઈ ૧૫ મીટર જેટલી છે.

બલસમંદ તળાવ મહેલ પાછળથી એક પ્રમોદ મહેલ કે ઉનાળુ મહેલ તરીકે બંધાવવામાં આવ્યો. આ તળાવ હરિયાળા ઉદ્યાનથી ઘેરાયેલું છે, જેમાં આંબો, પપૈયા, દાડમ, પેરુ અને આલુનાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. આ હરિયાળીમાં મોર, વરુ આદિ વન્ય-જીવો પણ જોવાં મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]