બારીયા રજવાડું
Appearance
ક્ષત્રિય બારિયા રજવાડું ક્ષત્રિય બારિયા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૫૨૪–૧૯૪૮ | |||||||
રાજધાની | દેવગઢબારિયા | ||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 2,106 km2 (813 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 81579 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૫૨૪ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બારીયા રજવાડું એ બ્રિટિશ શાસન સમયનું ભારતમાં આવેલું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ રેવા કાંઠા એજન્સીમાં આવતું હતું અને તેની રાજધાની દેવગઢબારિયા શહેરમાં હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]દેવગઢ રજવાડાની સ્થાપના આશરે ૧૫૨૪માં થઇ હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા. રાજ્યને સાત વિભાગો હતા: રંધિકપુર, દુધિયા, ઉમારિયા, હવેલી, કાકડખિલા, સાગતલા અને રાજગઢ.
બારીયાના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.[૧]
શાસકો
[ફેરફાર કરો]૧૮૬૪ પછી બારીયાના શાસકોને "મહારવાલ"નો ખિતાબ મળ્યો હતો.[૨] બ્રિટિશરો તરફથી તેમને ૯ તોપોની સલામી મળતી હતી.[૩]
રાજાઓ
[ફેરફાર કરો]- .... – .... - રાયસિંહજી ઉદયસિંહજી
- .... – .... - વિજયસિંહજી રાયસિંહજી
- .... – આશરે ૧૭૨૦ - માનસિંહજી પ્રથમ વિજયસિંહજી (મૃ. આશરે ૧૭૨૦)
- ૧૭?? – ૧૭?? - પૃથ્વીરાજજી પ્રથમ માનસિંહજી (મૃ. ૧૭૩૨)
- .... – .... - રાયધરજી પૃથ્વીરાજજી
- .... – .... - ગંગદાસજી પ્રથમ રાયધરજી
- .... – .... - ગંભીરસિંહજી ગંગદાસજી
- .... – .... - ધીરતસિંહજી ગંભીરસિંહજી
- ૧૮૦૩? - જસવંતસિંહજી સાહિબસિંહજી
- ૧૮.. – ઓગસ્ટ ૧૮૧૯ - ગંગદાસજી દ્વિતિય જસવંતસિંહજી (મૃ. ૧૮૧૯)
- ૧૮૧૯ - પૃથ્વીરાજજી દ્વિતિય ગંગદાસજી (મૃ. ૧૮૬૪) (પ્રથમ વખત)
- ૧૮૧૯ - રૂપજી (ગાદી પચાવી)
- ૧૮૧૯ – ૧૮૨૦ - ભીમસિંહજી ગંગદાસજી
- ૧૮૨૦ – ૧૮૬૪ - પૃથ્વીરાજજી દ્વિતિય ગંગદાસજી (s.a.) (બીજી વખત)
મહારવાલો
[ફેરફાર કરો]- ૫ માર્ચ ૧૮૬૪ – ૨૫ ફેબ્રુઆરી ૧૯૦૮ - માનસિંહજી દ્વિતિય પૃથ્વીરાજજી દ્વિતિય (જ. ૧૮૫૫ – મૃ. ૧૯૦૮)
- ૨૫ ફેબ્રુઆરી ૧૯૦૮ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ - રણજીતસિંહજી માનસિંહજી (જ. ૧૮૮૬ – મૃ. ૧૯૪૯) (૧ જાન્યુઆરી ૧૯૨૨ થી સર રણજીતસિંહજી માનસિંહજી)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Baria – Princely State
- ↑ Princely States of India
- ↑ "Baria Princely State (9 gun salute)". મૂળ માંથી 2018-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-12.