બુદ્ધ ઉદ્યાન, રાવંગલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બુદ્ધ ઉદ્યાન
Buddha Park 4.JPG
બુદ્ધ ઉદ્યાન, રાવંગલા is located in Sikkim
બુદ્ધ ઉદ્યાન, રાવંગલા
Locationરાવંગલા, સિક્કિમ, ભારત
Created૨૦૧૩
Created૨૦૧૩
બુદ્ધ ઉદ્યાન ખાતે પ્રવેશ કરતા દલાઈ લામા
તથાગતા ત્સાલ, રાવંગલા, દક્ષિણ સિક્કિમ જિલ્લો, સિક્કિમ, ભારત

બુદ્ધ ઉદ્યાન, રાવંગલા રાબોંગ (રાવંગલા), દક્ષિણ સિક્કિમ જિલ્લો, સિક્કિમ, ભારત ખાતે આવેલું છે અને તથાગતા ત્સાલ તરીકે પણ ઓળખાય છે. તેનું નિર્માણકાર્ય વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૩ સુધી થયું હતું. ૨૩ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ ૧૩૦ ફૂટ ઊંચી બુદ્ધ પ્રતિમા છે[૧]. રાબોંગ બૌદ્ધ મઠ (ગોમ્પા)ના પરિસરમાં આવેલ આ સ્થળની પસંદગી સદીઓ જૂના ધાર્મિક સ્થળ હોવાને કારણે કરવામાં આવી હતી. આ સ્થળની નજીક આવેલ રાલંગ બૌદ્ધ મઠ પણ તિબેટીયન બોદ્ધ ધર્મના મુખ્ય મઠો પૈકી એક છે.

આ પ્રતિમા ૨૫મી માર્ચ, ૨૦૧૩ના રોજ ૧૪મા દલાઈ લામા દ્વારા પવિત્ર કરવામાં આવી હતી અને આ સ્થળ 'હિમાલયન બૌદ્ધ યાત્રા'નું એક ધામ બન્યું.[૨] આ ગૌતમ બુદ્ધની ૨૫૫૦મી જન્મ જયંતી પ્રસંગની યાદગીરીમાં બનાવવામાં આવેલ છે. આ પ્રતિમા સિક્કિમ સરકાર અને રાજ્યના લોકોના સંયુક્ત પ્રયાસો દ્વારા બનાવવામાં આવી હતી તેમ જ સ્થાપના આ જગ્યાએ કરવામાં આવી હતી. બૌદ્ધ સર્કિટના આ ઉદ્યાનનું નિર્માણ રાજ્ય સરકાર પ્રોજેક્ટ હેઠળ આ પ્રદેશમાં યાત્રાધામ અને પ્રવાસનના વિકાસ માટે કરવામાં આવ્યું હતું. આ પરિસરમાં જંગલો દ્વારા ઘેરાયેલું ચો જો તળાવ (Cho Djo lake) પણ આવેલ છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સિક્કીમનું સૌંદર્યધામ : બુધ્ધા પાર્ક અને ઇકો-ગાર્ડન". ઝગમગ પૂર્તિ, ગુજરાત સમાચાર. ૨ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. http://www.tibetsun.com/news/2013/03/25/dalai-lama-to-consecrate-buddha-park-in-sikkim
  3. http://northbengalsikkimtimes.blogspot.in/2013/03/chamling-greets-his-holiness-dalai-lama.html

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]