બુરહાનુદ્દીન ગરીબ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બુરહાનુદ્દીન ગરીબ
برہان الدین غریب
Burahanuddin Dargah.jpg
બુરહાનુદ્દીન ગરીબની દરગાહ, ખુલાબાદ
ધર્મઇસ્લામ
શ્રેણીચિશ્તીયા સંપ્રદાય
વ્યક્તિગત
જન્મ૬૫૪
મૃત્યુ૭૩૮
અંતિમ આરામગાહખુલાબાદ, મહારાષ્ટ્ર, હિંદુસ્તાન
પદાધિકાર
પુરોગામીખ્વાજા નિઝામુદ્દીન ઔલીયા

બુરહાનુદ્દીન ગ‌રીબ (ઉર્દુ: برہان الدین غریب) પ્રખ્યાત સૂફી સંત હતા. તેઓ ઇમામ અબુ હનીફાથી ઘણા પ્રભાવિત થયા હતા.

કુટુંબ અને બાળપણ[ફેરફાર કરો]

તેમના ભાઈ શેખ મુંતખબુદ્દીન ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાના પ્રતિષ્ઠિત અનુગામીઓમાંના એક હતા. બાબા ફરીદના અનુગામી ખ્વાજા જમાલુદ્દીન તેમના મામા હતા, અને નિઝામુદ્દીન ઔલિયાના અનુગામી કુતુબુદ્દીન મુનવ્વર તેમના પિતરાઇ ભાઈ હતા. બાળપણમાં તેમણે ફિક્હ, કુરાન, તફસીર, અને હદીસનું શિક્ષણ મેળવ્યું હતું.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

હઝરત મહેબુબથી આત્મિક દાનશીલતા પ્રાપ્ત કરવા માટે તેઓ દિલ્હી ગયા. ખ્વાજાએ તેમને રસોડાના નિગરાન (દેખરેખ કર્તા) નિયુક્ત કર્યા. તેમના શિક્ષક અથવા મુર્શિદના હુકમ પર તેઓ ધર્મ પ્રચાર કરવા માટે દક્કન (દક્ષિણ પ્રાંત) ગયા અને ત્યાં પણ તેમની વફાત (અવસાન) થઈ. બુરહાનપુર શહેરનું નામ બુરહાનુદ્દીન ગરીબ પરથી રખાયાનું કહેવાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gazetter of Aurangabad - H. H. The Nizam's Government 1884.