બોરી વન્યજીવન અભયારણ્ય

વિકિપીડિયામાંથી
બોરી વન્યજીવન અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
Map showing the location of બોરી વન્યજીવન અભયારણ્ય
Map showing the location of બોરી વન્યજીવન અભયારણ્ય
ભારતમાં સ્થાન
સ્થળહોશંગાબાદ જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત
અક્ષાંશ-રેખાંશ22°24′11″N 78°04′48″E / 22.403°N 78.08°E / 22.403; 78.08[૧]
વિસ્તાર518 km2 (200 sq mi)
સ્થાપના૧૯૭૭

બોરી વન્યજીવન અભયારણ્ય ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ એક વન્યજીવન અભયારણ્ય છે.

આ વન્યજીવન અભયારણ્યનો સમાવેશ ભારત દેશનાં સૌથી જૂનાં સુરક્ષિત વનોમાં થાય છે, જેની સ્થાપના વર્ષ ૧૮૬૫ના સમયમાં કરવામાં આવી હતી. આ અભયારણય તવા નદીના ખીણપ્રદેશમાં આવેલ છે.

આ અભયારણ્ય 518 km2 (200 sq mi) જેટલો વિસ્તાર આવરી લે છે, જે સાતપુડા પર્વતશૃંખલાની ઉત્તરીય તળેટી આવેલ છે. તે ઉત્તર અને પૂર્વ દિશામાં સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા ઘેરાયેલી છે અને પશ્ચિમ દિશામાં તવા નદી વહે છે. આ અભયારણ્ય, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને પંચમઢી અભયારણ્ય, સાથે મળીને પંચમઢી સંરક્ષિત જૈવક્ષેત્ર બનાવે છે.

આ અભયારણ્ય ખાતે મોટે ભાગે મિશ્ર પાનખર અને વાંસનાં જંગલો, પૂર્વીય ઉચ્ચ ભેજવાળાં પાનખર જંગલો દ્વારા પર્યાવરણીય ક્ષેત્ર બનેલું છે. તે પશ્ચિમી અને પૂર્વીય ભારત વચ્ચે એક મહત્વપૂર્ણ સંક્રમણ વનક્ષેત્ર છે. અહીં જોવા મળતાં વૃક્ષોમાં સાગ (ટેક્ટોના ગ્રાન્ડિસ), ધાવરા (Anogeissus latifolia), તેંદુ (Diospyros melanoxylon) તેમ જ અન્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. મોટા સસ્તન પ્રજાતિઓમાં વાઘ, ચિત્તા, જંગલી ડુક્કર, ભેંકર (ભસતાં હરણ), ગૌર (Bos gaurus), ચિત્તલ હરણ (Axis axis), સાબર (Cervus unicolor), અને માંકડું (rhesus macaques)નો સમાવેશ થાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bori Sanctuary". protectedplanet.net.[હંમેશ માટે મૃત કડી]