ભક્તિ
દેખાવ
ભક્તિ શબ્દ 'ભજ' ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'સેવા કરવી' અથવા 'પૂજા કરવી', એટલે કે ભક્તિ અને પ્રેમથી ઇચ્છિત દેવતા પ્રત્યે લગાવ.[૧][૨] વેદ વ્યાસે પૂજામાં આસક્તિને ભક્તિ કહી છે. ભારતીય ધાર્મિક સાહિત્યમાં ભક્તિનો ઉદય વૈદિક કાળથી જોવા મળે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૯મા અધ્યાયના શ્લોક ૩૩માં કૃષ્ણ કહે છે કે, "હે અર્જુન! મારા માં ધ્યાન કેન્દ્રિત કર, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમન કર, આમ કરવાથી તું મને જ પ્રાપ્ત કરીશ."[૩]
ગીતા ૮મા અધ્યાયના શ્લોક ૭માં ભગવાન કહે છે કે, "તેથી હે અર્જુન, તારે સદા મારું ચિંતન કરતા રહેવું..." અને તે જ અધ્યાયના શ્લોક ૮, ૯, ૧૦માં, કૃષ્ણ પરમ પુરુષનું ધ્યાન કરવાનું કહે છે અને કહે છે કે તેમ કરવાથી, વ્યક્તિ તે જ (પરમ) શ્રેષ્ઠ (દિવ્યમ) અલૌકિક (પુરુષ) પરમાત્મા, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરશે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Flood, Gavin D. (2003). The Blackwell Companion to Hinduism. Wiley-Blackwell. p. 185. ISBN 978-0-631-21535-6.
- ↑ Cutler, Norman (1987). Songs of Experience. Indiana University Press. p. 1. ISBN 978-0-253-35334-4.
- ↑ "BG 18.65: Chapter 18, Verse 65 - Bhagavad Gita, The Song of God – Swami Mukundananda". www.holy-bhagavad-gita.org. મેળવેલ 2025-05-27.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "BG 8.9-10: Chapter 8, Verse 9-10 - Bhagavad Gita, The Song of God – Swami Mukundananda". www.holy-bhagavad-gita.org. મેળવેલ 2025-05-27.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |