ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેભગવદ્ ગીતાનું ભાષાંતર અને તેના દરેક શ્લોક પર કરેલી ટિપ્પણી (ભાવાનુવાદ) ધરાવતું પુસ્તક છે, જે ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા રચવામાં આવ્યું છે અને ઇસ્કોનનાં અન્ય અનેક પ્રકાશનોની જેમ જ ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ, કે જે ઇસ્કોનનો જ એક ભાગ છે, તેના દ્વારા પ્રકાશીત કરવામા આવ્યું છે.

ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેમા દરેક શ્લોક, શ્લોકના દરેક શબ્દનો અનુવાદ, શ્લોકનો અનુવાદ અને દરેક શ્લોકના ભાવાર્થ આપવામા આવ્યા છે. આના પછી લેખક પરિચય આપવામા આવ્યો છે, જેમા પ્રભુપાદનુ જીવનચરિત્ર આપવામા આવ્યુ છે. આના પછી વિશેષ શબ્દાવલિ પણ આપવામા આવી છે, જેમા કક્કાવારી પ્રમાણે વિશેષ શબ્દોના અર્થ આપવામા આવ્યા છે. આના પછી શ્લોકાનુક્રમણિકા પણ આપવામા આવી છે, જેમા કક્કાવારી પ્રમાણે ૭૦૦ શ્લોકો આપવામા આવ્યા છે.