ભવિષ્યવાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભવિષ્યવાણી એટલે કે આવનારા નજીકના કે દૂરના સમયમાં કે ભવિષ્યમાં કઈ મહત્વની ઘટના બનવાની છે તેની આગામી જાણ અથવા વાણી કરવી તે. જાણ કરવાના ઘણા બધા માધ્યમો હોય શકે. લેખિત, મૌખિક વગેરે. પરંતુ આપણે ત્યાં તેનું મુખ્ય માધ્યમ લેખિત છે અને તેજ વધુ સ્વીકાર્ય છે. આપણને ગુજરાતમાં મુખ્યત્વે પદ, કવિતા કે ભજનના રૂપમાં થયેલી ભવિષ્ય વાણી જોવા મળે છે. અને આ પરંપરા અતિશય પુરાણી છે. એવું મામૈયદેવ પંડિતના આગમોની ભાષા પરથી સ્પષ્ટ થાય છે.

જાણીતા ભવિષ્યવક્તાઓ[ફેરફાર કરો]

નાસ્ત્રેદમસ[ફેરફાર કરો]

નાસ્ત્રેદમસ (1503-1566) ફ્રાન્સનો ભવિષ્યવક્તા હતો. તેઓ એક ડૉક્ટર અને એક શિક્ષક હતા. તેઓએ પોતાની કવિતાના માધ્યમથી ભવિષ્યની ઘટનાનું વર્ણન કર્યું હતું. જો કે ઘણાનું માનવું છે કે તેના કથનનું અવળું અર્થઘટન કરવામાં આવે છે. છતાં પણ 20મી સદીની ઘટનાઓનું શ્રેય એમના ખાતે જ જાય છે.

મામૈયદેવ પંડિત[ફેરફાર કરો]

મામૈયદેવ પંડિત ત્રિકાળ જ્ઞાની, સંત અને ભવિષ્યવક્તા હતાં.[સંદર્ભ આપો] તેઓની આગમવાણી (ભવિષ્ય કથન) નો પ્રભાવ આજે પણ સિંધ પ્રાંતમાં, કચ્છમાં, સોરઠ, કાઠિયાવાડ, ગોહિલવાડ ભાવનગર સુધીના તેના અનુયાયીઓમાં, ભક્તોમાં જોવા મળે છે. આ મામૈયદેવ પંડિત વિશે હાલ અન્ય કોઈ પુરાવા મળતા નથી. પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીની કવિતાઓ (એમના અનુયાયીઓ તેને વેદ કહે છે). ગુજરાતના તમામ વિસ્તારોમાંના તેના અનુયાયીઓમાં જોવા સાંભળવા મળે છે. તેની ભાષા સિંધી મિશ્રિત કચ્છી બોલીમાં છે. અને આ આગમો હમણાં જ પ્રકાશમાં આવ્યા છે. અને તેના ઉપર ગાંધીધામ ‍‍(કચ્છ)ના માતંગ વેરસી લાલણ, કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણી, ડૉ. નાથાલાલ ગોહિલ તેમજ પ્રવાસી ધોળકિયાએ ખુબજ પ્રકાશ પાડ્યો છે.

શિક્ષિત લોકો વિશ્વાસ નહીં કરે એવી શક્યતાને પગલે એના આગમ ના સમર્થનમાં વેદમાં લખ્યું છે કે:

સાયર છલે, આડ ફરે, અરક ન ઉગમે, પવન ન પછરે.
મેર છડીડીએ મંઝી, મામૈય પંડત રયે, આવ જૂઠો બોલા,
તો ધરમ છડી ડજીયે ધરાજો ભાર.

અર્થ: હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા મુકે, સૂર્ય આકાશમાં ઊગે નહીં, સૂર્યમાળા વિખરાય જાય, પવન વહેતો બંધ થઈ જાય, આકાશગંગા પોતાના ધ્રુવતારાની આસપાસ ફરતી બંધ થઈ જાય.

આ રીતે બધાને વિશ્વાસ આપી અનેક આગાહી કરી છે. જે આજના દિવસે સંપૂર્ણ સાચી ઠરી છે. એ આપણે સ્વીકારવું પડે. મામૈયદેવ પંડિતે ભાખેલ આગમવાણી ની મૂળ ભાષા કઈ હશે તે કહી શકાય તેમ નથી. તે ગહન સંશોધનનો વિષય છે. આ આગમોને ઉજાગર કરનાર કચ્છના માવજી મહેશ્વરીના કહેવા પ્રમાણે "મામૈયદેવના મૃત્યુ પૂર્વે જે આગમ ભાખ્યા હતાં તે મામૈયવાણીના નામથી મુખો મુખ પેઢી દર પેઢી સચવાયેલા હતાં."

એમના આગમની કેટલીક મહત્વની વાતો નીચે પ્રમાણે છે:

 • ખોટા સોગંદ ખાનાર વધશે. ટીલા ટપકાંધારી ઢોંગી પંડિતો સમાજમાં ફરતા થશે.
 • શેઠ વાણોતર થશે અને ચાકર માલિક બનશે.
 • દિકરો મા બાપનું કહ્યું નહીં માને. બાપ દિકરાથી ડરશે. સ્ત્રી પુરૂષની મર્યાદા નહીં રહે.
 • બાર વર્ષની કન્યા જાર કર્મથી ગર્ભવતી બનશે.
 • શેઠ શાહુકારોમાં કોઈ શાકાહારી નહીં રહે. બ્રાહ્મણો વેદાભ્યાસ છોડીને માંસાહારી બનશે.
 • દાનવ જેવા લોકોને દાન મળશે. આશ્રિત લોકો માલિક બની જશે.
 • નાણાથી નારી ખરીદી શકાશે.
 • સોનામાં સડો પડશે. (નકલી સોનુ) પિત્તળની કોઈ કિંમત નહીં રહે. ઘી દુધ ઘટી જશે. અનાજની તંગી ઉભી થશે. વસ્તુ મોંઘી થશે.
 • ઉકરડા પર દિવા બળતા હશે.(ઢોંગી- ખોટી ધાર્મિક જગ્યાએ ઝાકમઝોળ હશે.)
 • મજૂરો માલિક સામે થશે. ખચ્ચરો (તુચ્છ પ્રાણીઓ) દુધ પીતાં થશે. શક્તિશાળી પુરુષો શિયાળવાથી ડરતા થશે.
 • ખોટા માણસોને ઘી કેળા મળશે. જેની મા મુળો અને બાપ ગાજર એવા (વર્ણ શંકર) લોકોનું સમાજમાં માન સન્માન વધશે.
 • મહેલ સુનકાર થશે. રાજવી (જાડેજાઓ) માટે કપરા દિવસો આવશે. રાજવીઓ ને વેઠ (નોકરી) કરવાનો વારો આવશે. રાજ કુમાર લાકડા વેચશે.
 • ત્રેજાર માતાને પાડાનો ભોગ અપાતો બંધ થશે ત્યારે કચ્છના રાજવીનું રાજ (તલવાર) છૂટી જશે.
 • જોગીઓ જમીનદાર થશે.મેઘવાળ માલદાર બનશે.
 • વૈશ્વિક પર્યાવરણ વિશે પણ મામૈયદેવ પંડિતે આગમ ભાખેલ છે કે "આભ સળગી જશે, જમીન તાંબડી (તાંબાના રંગની) થઈ જશે (સોળ કળાનો સુરજ) અને સુરજનો તાપ લોકો સહન નહીં કરી શકે. એવા દિવસો દુર નથી.

દેવાયત પંડિત[ફેરફાર કરો]

દેવાયત પંડિત ગુજરાતના જાણીતા સંત હતા. તેઓ તેમના ભવિષ્ય કથન માટે જાણીતા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]