ભાથિજી

વિકિપીડિયામાંથી
ભાથિજીનું મંદિર, સાવલી

ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે. તે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય છે.

ગાથા[ફેરફાર કરો]

લોકકથા મુજબ, ભાથિજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે ભાથિજીના લગ્ન કંકુબા સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા (ગાય) પર કબજો કર્યો હતો. ભાથિજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાર લઇ ઘોડે ચઢ્યા. તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમ્યાન તેમનું માથું તેના ધડ થી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા.[૧] એક લોક ગાયન દર્શાવે મુજબ ભાથિજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ થઈ ગયો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Fernando Franco; Jyotsna Macwan; Suguna Ramanathan (૨૦૦૪). Journeys to Freedom: Dalit Narratives. Popular Prakashan. પૃષ્ઠ ૨૯૫–૨૯૬. ISBN 978-81-85604-65-7. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૬.
  2. India Today. Thomson Living Media India Limited. ૨૦૦૨. પૃષ્ઠ ૧૯૪. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૬.