ભાદર નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભાદર નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન અરબી સમુદ્ર, Bhadar River (Near navi bandar).jpg
લંબાઈ ૨૦૦ km (૧૨૪ mi)

ભાદર નદી એ પશ્ચિમ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની સૌથી મોટી નદી છે. તે જસદણની ઉત્તરે આવેલા મંદાર ડુંગરમાંથી નીકળે છે અને ગોનાડ આગળ રાજકોટ જિલ્લો છોડીને જુનાગઢ જિલ્લામાં પ્રવેશે છે.[૧] તેની લંબાઇ ૨૦૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૭,૦૯૪ ચોરસ કિમી (૨,૭૩૯ ચોરસ માઇલ) છે.[૨]

ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી, મોજ અને વેણુ ભાદર નદીના જમણાકાંઠાની મુખ્‍ય શાખાઓ છે અને વાસાવડી, સુરવા અને ગલોલીયા ડાંબા કાંઠાની મુખ્‍ય શાખાઓ છે. ભાદર નદી પર ૬૮ કિ.મી.ના અંતરે જેતપુર નજીક લીલાખા ગામે ભાદર-૧ અને ૧૦૬ કિ.મી.ના અંતરે નવગામ પાસે ભાદર-૨ બંધ બાંધેલા છે.[૨]

ભાદર નદીમાં ઇ.સ. ૧૯૫૮ અને ઇ.સ. ૧૯૬૮ના વર્ષો દરમિયાન ભારે પૂર આવ્યા હતા.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. p. ૨૩. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "ભાદર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૦૨ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  3. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. p. ૨૪. Check date values in: |year= (મદદ)