ભારતનું પ્રવેશદ્વાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારતનું પ્રવેશદ્વાર[ફેરફાર કરો]

ભારતનું પ્રવેશદ્વાર

ભારતનું પ્રવેશદ્વાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે એપોલો બંદર ખાતે આવેલું છે. આ પ્રવેશદ્વાર વર્ષોથી 'ગેટ વે ઓફ ઇન્ડીયા (Gateway of India)'ના નામથી જાણીતું છે. આ પ્રવેશદ્વાર એક સ્મારક તરીકે બનાવવામાં આવેલી ઇમારત છે, જે ૨૬ મિટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.

આ પ્રવેશદ્વારના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ત્રીજી ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.