ભાવનગર હવાઇ-મથક (IATA: BHU, ICAO: VABV) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાંભાવનગર શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં (અગ્નિ ખૂણામાં) રૂવા ગામની સીમમાં આવેલું છે. ભાવનગર હવાઇ-મથક ૨૯૪ એકર જમીન પર વિસ્તરેલું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા બંદરો અને હીરા આધારિત ઉદ્યોગોને સેવાઓ આપી રહ્યું છે. ભાવનગર હવાઇ-મથક પર ૦૭/૨૫ પ્રકારનો રન-વે ઉપલબ્ધ છે.