ભીચરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભીચરી
—  ગામ  —
ભીચરીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ભીચરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટશહેરનાં બસસ્ટેન્ડથી ૯ કીલોમીટર શહેરનાં ઈશાન ખુણામાં આવેલું છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

આ ગામની બાજુમાં બી.એમ.કિયાડા સ્કુલ આવેલી છે, જેમાં એમ.બી.એ. કોલેજ તેમજ ફાર્મસી કોલેજ પણ આવેલી છે. પશ્ચિમે નેશનલ હાઈવે ૮બી રોડ પસાર થાય છે ત્યાં રાજકોટ માર્કેટીંગયાર્ડ પણ આવેલ છે. જ્યારે દક્ષિણે લાલપરી તળાવ આવેલુ છે. ગામની રાજકોટશહેરની બાજુની દિશાએ મોટા મોટા કારખાનાઓ આવેલા છે. જેથી ગામમાં રોજગારની દ્રષ્ટિએ કોઈ બેકાર નથી.

આ ગામની બાજુમાં ડુંગર ઉપર ભીચરેશ્વરી માતાજી (ખોડીયાર માતાજી)નું જુનુ પૌરાણીક મંદીર આવેલ છે. આશરે બસ્સો વર્ષ પહેલા આ ગામમાં ભાટ્ટી શાખનાં રાજપુતો રહેતા હતાં. જેઓ સમયાંતરે રાજકોટ શહેરમાં સ્થળાંતર કરેલ. આ ગામ પહાડીઓની વચ્ચે આવેલુ છે. જેથી ત્યાંનુ સૌંદર્ય ખુબજ અદભુત જોવા મળે છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન