ભીલાંગના નદી

વિકિપીડિયામાંથી

ભીલાંગના નદી (અંગ્રેજી: Bhilangna River) એ હિમાલય પર્વતમાળામાં વહેતી એક નદી છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. આ નદી ભાગીરથી નદીની એક સહાયક નદી છે, જે ગંગા નદીના મુખ્ય સ્ત્રોત પૈકીનો એક સ્ત્રોત છે.

ભીલાંગના નદીનો મુખ્ય સ્ત્રોત ખાટલિંગ હિમનદી (ગ્લેશિયર) (દરિયાઈ સપાટીથી ઊંચાઈ 3,717 metres (12,195 ft)) છે, જે ગૌમુખ ખાતેની બરફ-ગુફાથી આશરે 50 kilometres (31 mi) દક્ષિણ તરફ આવેલ છે. આ નદી આગળ જતાં જૂના તેહરી શહેર નજીક ભાગીરથી અને ગંગા નદીને તેહરી બંધના સ્થળ પાસે મળે છે. તેની મુખ્ય સહાયક નદી બાલ ગંગા સાથે આ નદીનો ઘ્યાંસાલી (દરિયાઈ સપાટીથી ઊંચાઈ 976 metres (3,202 ft)) ખાતે સંગમ થાય છે.

બાલ ગંગા, જેનો ઉદ્‌ગમ માઉન્ટ કુખલી ધાર (ઉંચાઇ 4,600 metres (15,100 ft)) ખાતેથી થાય છે અને તેની એક નાની સહાયક નદી ધરમ ગંગા નદી છે, જે આ નદીને થાટી કાથુર ( બુઢા કેદાર) દરિયાઈ સપાટીથી ઊંચાઈ 1,524 metres (5,000 ft) ખાતે મળે છે.

ખાટલિંગ પર્વતીય આરોહણ (ટ્રેક) માર્ગ મોટે ભાગે સડક માર્ગ પરના છેલ્લા સ્થળ ઘુટ્ટુ થી શરુ થઈ આ નદીની સાથે સાથે ગ્લેસિયર (3700 મીટર) સુધી ચાલે છે. આ ગ્લેશિયર થી આગળ ટ્રેક કરી કેદારનાથ સુધી પહોંચી શકાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

30°24′N 78°29′E / 30.400°N 78.483°E / 30.400; 78.483