મક્કાલી ગોસાલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મક્કાલી ગોસાલ અથવા ગોશાલક પ્રાચીન ભારતના એક તત્વજ્ઞાની હતા જેમને અજીવિકા પંથના સ્થાપક માનવામાં આવે છે. તેઓ સિધ્ધાર્થ ગૌતમ અને મહાવીરના સમકાલીન હતા. તેમની સરખામણી તેમના યુગના છ મહાન તત્વજ્ઞાનીઓમાં કરાય છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં તેમની ઠેકડી ઉડાળતા પ્રસંગો દર્શાવ્યા છે તો સાથે સાથે તેમના તત્વજ્ઞાનના ખંડન માટે લાંબી લાંબી દલીલો અપાઇ છે જે દર્શાવે છે કે જનસાધારણ ઉપર તેમની ગહેરી અસર હતી.

જીવન[ફેરફાર કરો]

જૈન ગ્રંથ ભગવતી સૂત્ર મુજબ મક્કાલી ગોસાલનો જન્મ સારવાણા ગામના ગોબહુલા બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો. તેમના પિતા મનખલી એક બહુ ઓછા જાણીતા મનખા સંપ્રદાય થી જોળાયેલા હતા. આ સંપ્રદાય ના લોકો પોતાનુ ગુજરાન દેવી-દેવતા ની તસ્વીર હાથમાં લઇ ગામે-ગામ ફરે છે અને ભિક્ષા માંગે છે. તેમની માતાનું નામ ભાદો હતું[૧]. તેમનો જન્મ ગૌશાળામાં થવાથી તેઓ ગોસાલ તરીકે જાણીતા બન્યા, તેમના પિતાના નામ પરથી તેમનું નામ મક્કાલી તરીકે ઓળખાયા. તેઓ મહાવીર સ્વામી ના અનુયાયી બન્યા અને મહાવીર સ્વામી સાથે છ વર્ષ ભ્રમણ કર્યું. આ છ વર્ષ દરમ્યાન તેમને અનેક વખત લોકોના હાથે માર ખાતા અને અનેક લોકોને શ્રાપથી આગમાં ભસ્મ કરતા દર્શાવાયા છે. મહાવીર સ્વામીથી છુટા પડી તેમણે ચોવિસ વર્ષ સુધી આજીવિકા સંપ્રદાયના ગુરૂનુ જીવન વિતાવ્યુ. તેમનુ મૃત્યુ મહાવીર સ્વામી થી સોળ વર્ષ પહેલા એક વિવાદ માં મહાવીર સ્વામી પર જાદુ કરવા ના પ્રયત્ન માં તેની આડઅસર રૂપે થયું.


બૌધ ગ્રંથો મુજબ એક વખત તેઓ તેમના માલિકનો ઘીનો ઘડો લઇ માલિકની પાછળ ચાલી રહ્યા હતા. માલિકે જોયું કે રસ્તો લપસણો છે આથી ગોસાલને સાવધાન રહેવા જણાવ્યું. ગોસાલે માલિકની સુચના પર ધ્યાન ન આપ્યું, તેઓ પડ્યા અને ઘડો ફૂટી ગયો. માલિક મારશે તે ડરથી તેઓ ભાગ્યા પણ તેમની ધોતી માલિકના હાથમાં આવી ગઇ. ધોતી છોડી તેઓ નગ્ન અવસ્થામાં જ ભાગ્યા. શહેર પહોંચ્યા તો જૈન દિગંબર સમજી કોઇએ તેમના પર ધ્યાન ન આપ્યું [૨]. પાલી ભાષાના શબ્દ 'મં ખલી' જેનો મતલબ થાય છે પડતો નહીં પરથી તેઓ મખલી કે મક્કાલી તરીકે જાણીતા બન્યા.

વિદ્વાનોનું[૧] માનવુ છે કે જૈન અને બુધ્ધ સંપ્રદાયો, આજીવિકા સંપ્રદાય ના પ્રતિસ્પર્ધી સંપ્રદાય હોવાથી મક્કાલી ગોસાલને તેમાં ઉતરતા દર્શાવાયા છે. મક્કાલી ગોસાલ જીવનભર નગ્ન અવસ્થામાં જીવ્યા અને તેમના તત્વજ્ઞાન સંબંધી વાર્તાઓ પરથી આવી કથાઓ જૈન અને બુધ્ધ અનુયાયીઓએ લખી હસે.

મક્કાલી ગોસાલનું નીતિશાસ્ત્ર[ફેરફાર કરો]

કર્મ અને ફળ[ફેરફાર કરો]

મક્કાલી ગોસાલ માનતા મનુષ્યના સારા કે નરસા કર્મોની આવનાર ઘટનાઓ પર કોઇ ફરક નથી પડતો. મનુષ્યના કર્મોનું કોઇ ફળ હોતુ નથી. ઘટનાઓ હંમેશા પૂર્વનિરધારીત હોય છે. ભવિષ્યમાં આવનાર ઘટનાઓ મનુષ્ય જાણી લે તો પણ પરિણામ બદલવા મનુષ્ય માટે સંભવ નથી.

જીવન[ફેરફાર કરો]

મક્કાલી ગોસાલ મુજબ મનુષ્યના જીવનનાં છ અનિવાર્ય અંગ લાભ, હાની, સુખ, દુ:ખ, જન્મ અને મૃત્યુ.

મૃત્યુ[ફેરફાર કરો]

આજીવિકા સંપ્રદાયની મૃત્યુ વિષે માન્યાતા છેકે જેમ ઉખળેલો છોળ સાનુકૂળ પરિસ્થિતીમાં પુન:જીવિત થઇ જાય છે તેમ જો મૃત શરીર ને યોગ્ય પરિસ્થિતી મળે તો તે ફરીથી જીવિત થઇ સકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Basham, A. L. (2002). History And Doctrines Of The Ajivikas A Vanished Indian Religion. ISBN 9788120812048. Unknown parameter |Publisher= ignored (|publisher= suggested) (મદદ)
  2. Cowper, B. H. (1864). Journal of Sacred Literature and Biblical Record. પાનું 85.