મગરવાડા (તા. વડગામ)

વિકિપીડિયામાંથી
મગરવાડા
—  ગામ  —
મગરવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°03′33″N 72°27′24″E / 24.0590926°N 72.4566686°E / 24.0590926; 72.4566686
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ લીલાબેન ફલજીભાઈ ઉપલાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
પિન કોડ ૩૮૫૪૧૦

મગરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ (ઘોડાજીરુ-ઇસબગુલ), વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ વડગામથી ૪ કિમી તેમજ વેસાથી ૫ કિમી અંતરે આવેલું છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં માણિભદ્ર વીર મહારાજનું પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં દરેક મહિનાની સુદ (અજવાળી‌) પાંચમના દિવસે શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લેવા ઉમટે છે અને આસો માસની સુદ પાંચમના દિવસે મોટો લોકમેળો ભરાય છે.[૧][૨] અહીં ધર્મશાળા તેમજ ભોજનશાળાની પણ વ્યવસ્થા છે.[૩]

જાણીતી વ્યકતિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર". મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૬.
  2. "મગરવાડા અને સરીપડામાં પાંચમનો મેળો ભરાયો". ૪ જૂન ૨૦૧૪. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૬.
  3. "મણિભદ્ર વીરનું સ્થાનક". મૂળ માંથી 2011-08-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૬.