મજેન્ટો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ


મજેન્ટો
Magento Logo.svg
સોફ્ટવેર વિકાસકર્તાઓમજેન્ટો ઇન્કૉર્પરૈટ.
પ્રારંભિક વિમોચન31 March 2008
Stable release
મજેન્ટો 2.3.5-p1 / 28-04-2020
સ્ત્રોત Edit this at Wikidata
પ્રોગ્રામિંગ ભાષાપી.એચ.પી
પ્રકારકન્ટેન્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ, શોપિંગ કાર્ટ સોફ્ટવેર
સોફ્ટવેર લાયસન્સOSL v3, AFL v3
વેબસાઇટmagento.com

મજેન્ટો એ એક PHP માં લખાયેલ એક મુક્ત સ્રોત ઈ-કૉમેર્સ પ્લેટફોર્મ છે . તે નેટવર્કની સૌથી લોકપ્રિય મુક્ત ઈ-કૉમેર્સ સિસ્ટમ્સમાંની એક છે. આ સોફ્ટવેર ઝેન્ડ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. મજેન્ટો ઓપન સોફ્ટવેર લાઇસન્સ (ઓએસએલ) સ્રોત કોડ હેઠળ વિતરિત કરવામાં આવે છે જે AGPL સમાન છે પરંતુ જીપીએલ સુસંગત નથી. મજેન્ટો ને મે, 2018 માં 1.68 અબજ ડોલરમાં અડોબી ઇન્કૉર્પરૈટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યુ હતું . [૧]

આ સોફ્ટવેર મૂળ રૂપે સ્વયંસેવકોની સહાયથી કેલિફોર્નિયાના કલ્વર સિટીમાં સ્થિત યુએસ ખાનગી કંપની વરીન, ઈંકોર્પોરેટે દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

આ પ્લેટફોર્મ પર 100,000 થી વધુ ઓનલાઇન સ્ટોર્સ બનાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મ કોડ 2.5 મિલિયન કરતા વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યો છે, અને 2019 માં મેજેન્ટો આધારિત સ્ટોર્સ દ્વારા 155 અબજ ડોલરનો માલ વેચવામાં આવ્યો છે. બે વર્ષ પહેલાં, મેજેન્ટોનો કુલ માર્કેટ શેરમાં આશરે 30% હિસ્સો હતો.

વરિને 31 માર્ચ, 2008 ના રોજ સોફ્ટવેર નું પ્રથમ સામાન્ય-પ્રાપ્યતા પ્રકાશન પ્રકાશિત કર્યું હતું. વારિનના ભૂતપૂર્વ સીઈઓ રોય રુબિને પાછળથી કંપનીનો એક હિસ્સો ઇબેને વેચી દીધો, જેણે આખરે સંપૂર્ણપણે હસ્તગત કરી અને પછી કંપનીને પરમિરાને વેચી દીધી; પરમિરાએ પછીથી એડોબને વેચી દીધી. [૨]

17 નવેમ્બર, 2015 ના રોજ, મજેન્ટો 2.0 પ્રકાશિત થયું. પ્રકાશન 2 માં બદલાવેલ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે: લોકીંગ ના મુદ્દાઓમાં ઘટાડો, પૃષ્ઠ કેશીંગ માં સુધારો, એન્ટરપ્રાઇઝ-ગ્રેડ સ્કેલેબિલિટી, સ્ટ્રક્ચર્ડ ડેટા માટે ઇનબિલ્ટ રિચ સ્નિપેટ્સ, સરળ કસ્ટમાઇઝેશન સાથે નવી ફાઇલ સ્ટ્રક્ચર્સ, ઓછી અને સીએસએસ યુઆરએલ રિઝોલ્વરનો ઉપયોગ કરીને સીએસએસ પ્રિપ્રોસેસિંગ, સુધારેલ પ્રદર્શન અને વધુ સ્ટ્રક્ચર્ડ કોડ બેઝ. મજેન્ટો માયએસક્યુએલ અથવા મારિયાડીબી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, પીએચપી પ્રોગ્રામિંગ ભાષા અને ઝેન્ડ ફ્રેમવર્કના નો ઉપયોગ કર્યો.[૩] તે ઓબ્જેક્ટ લક્ષી પ્રોગ્રામિંગ અને મોડેલ-વ્યુ–નિયંત્રક આર્કિટેક્ચરના સંમેલનોને લાગુ કરે છે. મેજેન્ટો ડેટા સ્ટોર કરવા માટે એન્ટિટી–એટ્રિબ્યુટ–મૂલ્ય મોડેલનો પણ ઉપયોગ કરે છે.[૪] બધાથી વિષેશ, મજેન્ટો 2 માં રજૂ કર્યું છે મોડેલ-વ્યૂ-વ્યૂ મોડેલ પેટર્ન એના ફ્રન્ટ એન્ડ કોડ માં જાવાસ્ક્રિપ્ટ ગ્રંથાલય Knockout.js ઉપયોગ કરીને.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Magento Purchased by Adobe". Bloomberg News (અંગ્રેજીમાં). 2018-05-18. મેળવેલ 2020-05-15.
  2. "Adobe to acquire Magento for $1.68B". TechCrunch.
  3. "Varien and the Magento eCommerce Platform" (PDF). Zend. મૂળ (PDF) માંથી 12 January 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 January 2015.
  4. Storm, Alan. "Magento for Developers: Part 7 - Advanced ORM - Entity Attribute Value". Magento. મેળવેલ 17 January 2015.