મઢ કિલ્લો
મઢ કિલ્લો | |
---|---|
વર્સોવા કિલ્લો | |
વર્સોવા તરફથી કિલ્લાનો દેખાવ | |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કિલ્લો |
સ્થાપત્ય શૈલી | પોર્ટુગીઝ વસાહતી |
સ્થાન | મલાડ, મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 19°07′56″N 72°47′41″E / 19.132283°N 72.794785°E |
માલિક | ભારતીય વાયુ સેના |
મઢ કિલ્લો (જે વર્સોવા કિલ્લો પણ કહેવાય છે) એ ઉત્તર મુંબઈના મઢ ટાપુ પર આવેલો નાનો કિલ્લો છે. તે પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો[૧] અને ફેબ્રુઆરી ૧૭૩૯માં તેમણે તે મરાઠા સામ્રાજ્ય સામેના યુદ્ધમાં ગુમાવ્યો હતો. તે સુરક્ષિત અને મુશ્કેલીથી પહોંચી શકાય તેવો હતો. આ કિલ્લો મલાડથી ૧૫ કિમી આવેલો છે. બેસ્ટના બસ માર્ગ ક્રમાંક ૨૭૧ અથવા વર્સોવાથી હોડી સેવા દ્વારા ત્યાં પહોંચી શકાય છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ કિલ્લો મઢ ગામની નજીક આવેલો છે. તે મઢ બસ સ્ટેન્ડથી લગભગ ૧ કિમીના અંતરે આવેલો છે. ૧૭મી સદીમાં આ કિલ્લો નિરિક્ષણ હેતુથી પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો. તે માર્વેની ખાડી અને કિનારાનો વ્યુહત્તામક દેખાવ આપે છે. તેનો બાહ્ય ભાગ ટકી રહ્યો છે પરંતુ આંતરિક ભાગ કાળગ્રસ્ત થઇ ચૂક્યો છે. હાલમાં તે ભારતીય વાયુસેનાની દેખરેખ નીચે છે, કારણ કે સૈન્યનું હવાઇમથક નજીકમાં આવેલું છે. કિલ્લાની અંદર જવા માટે વાયુસેનાની પરવાનગી લેવી પડે છે. કિલ્લાની આજુ-બાજુ માછીમાર સમુદાયની વસ્તી આવેલી છે.
લોકપ્રિયતા
[ફેરફાર કરો]કેટલીક બોલીવુડની ફિલ્મો જેવી કે લવ કે લિયે કુછ ભી કરેગા અને મનમોહન દેસાઇની ૧૯૮૫ની ફિલ્મ મર્દ, ઝમાના દિવાના, ખલનાયક, શતરંજ, આપાતકાલ, અબ ઇન્સાફ હોગા, હમ દોંનો (૧૯૯૫) વગેરેનું શૂટિંગ અહીં થયું હતું. લોકપ્રિય ધારાવાહિક ચંદ્રકાંતા અને સી.આઇ.ડી. ના કેટલાંક હપ્તાઓનું શૂટિંગ અહીં થયું હતું.
ચિત્રો
[ફેરફાર કરો]-
દૂરથી દેખાવ
-
નજીકથી દેખાવ
-
ટાવર તરફથી
-
ટાવર
-
બીજી બાજુ (વર્સોવા તરફથી)
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Colonial Voyage - The website dedicated to the Colonial History". Colonial Voyage (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-01.