મણીમહેશ તળાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મણીમહેશ તળાવ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભરમૌર શહેરની મધ્યમાં સ્થિત એક તળાવ છે.[૧] [૨] [૩]

શિયાળાનું દ્રશ્ય
Mani Mahesh Kailash.jpg

હિંદુ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાને અનુરૂપ ઓગસ્ટ - સપ્ટેમ્બર મહિનામાં થતી યાત્રાઓ માંથી એક યાત્રાધામ છે. તે ‘મણીમહેશ યાત્રા’ તરીકે ઓળખાય છે. હિમાચલ પ્રદેશ સરકારે તેને રાજ્ય કક્ષાની યાત્રા તરીકે જાહેર કરી છે.[૧] [૨]

દંતકથા[ફેરફાર કરો]

એક લોકપ્રિય દંતકથા અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવએ માતા ગિરિજા તરીકે પૂજાયેલી દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા પછી મણીમહેશ તળાવની રચના કરી હતી. ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી દંતકથાઓ છે.[૨]


મણીમહેશ યાત્રા[ફેરફાર કરો]

પવિત્ર મણીમહેશ તળાવ જુલાઈ- ઓગસ્ટ દરમિયાન હજારો યાત્રાળુઓ આવે છે. અહીં સાત દિવસ નો મેળા ભરાય છે. આ મેળો જન્માષ્ટમીના દિવસે સમાપ્ત થાય છે. તે જ દિવસે ભરમૌરના મુખ્ય પૂજારી મણીમહેશની યાત્રા શરૂ કરે છે. મુસાફરી દરમિયાન, કૈલાસ ચોટી તળાવના શુદ્ધ પાણીથી ભીની થાય છે. મણીમહેશ, ગંગા કૈલાસ શિખરની નીચે ઉદભવે છે. આ નદીનો અમુક ભાગ તળાવમાંથી ખૂબ જ સુંદર ધોધના રૂપમાં પસાર થાય છે. પવિત્ર તળાવનું પરિભ્રમણ કરતા પહેલા (ત્રણ વખત) તળાવમાં સ્નાન કરવામાં આવે છે‌.[૨]અને ભગવાન શિવની ચાર-ચહેરાવાળી આરસની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ યાત્રામાં કૈલાસ પર્વતની ટોચ પર શિલાના આકારના શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જો હવામાન યોગ્ય હોય તો યાત્રિકો ભગવાન શિવની આ મૂર્તિનું દ્રશ્ય નિહાળી શકે છે.

સ્થાનિક લોકોના મતે કૈલાસ તેમને ઘણી આફતોથી સુરક્ષિત કરે છે, તેથી જ સ્થાનિક લોકો કૈલાસ પ્રત્યે ખૂબ આદર અને વિશ્વાસ રાખે છે. પ્રવાસ શરૂ થાય પહેલાં સ્થાનિક લોકો તેમના ઘેટાં સાથે પર્વતો પર ચડે છે, અને માર્ગમાં મુસાફરો માટેના અવરોધોને દૂર કરે છે. જેથી મુસાફરી સરળ અને ઓછી હેરાનગતી થાય. કૈલાસ શિખરોની નીચે એક વિશાળ બરફનું મેદાન છે, જે ભગવાન શિવના રમતનું મેદાન 'શિવ કા ચૌગન' તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતી અહીં રમે છે. તળાવના પાણીના બે સ્ત્રોત છે. તે શિવ ક્રોત્રી અને ગૌરી કુંડ તરીકે ઓળખાય છે.[૨]

મણીમહેશ યાત્રા માર્ગ[ફેરફાર કરો]

મણીમહેશ તળાવ ૩૯૫૦ મીટરની ઉંચાઇ પર સ્થિત છે. તેની ચડાઈ સરળ છે, મુશ્કેલ નથી. આ મંદિરના દર્શન માટે મે થી ઓક્ટોબર મહિનો સૌથી યોગ્ય છે. મણીમહેશની યાત્રા ઓછામાં ઓછી સાત દિવસની છે. મણીમહેશ જવાનો માર્ગ છે - નવી દિલ્હી - ધર્મશાળા - હરદાસર - ડાંચો - મણીમહેશ તળાવ.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "યાત્રા". web.archive.org. Retrieved 2020-08-20. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Government data". hpchamba.nic.in. Retrieved 2020-08-20. Check date values in: |accessdate= (મદદ)
  3. "book". www.books.google.co.in. Retrieved 2020-08-20. Check date values in: |accessdate= (મદદ)