મણીલાલ ગાંધી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મણીલાલ ગાંધી
જન્મની વિગત(1892-10-28)28 ઓક્ટોબર 1892
રાજકોટ, બ્રિટિશ ઈન્ડિયા
મૃત્યુની વિગત૫ એપ્રિલ ૧૯૫૬
ડરબન, દક્ષિણ આફ્રિકા
જીવનસાથીસુશીલા મશરુવાલા (૧૯૨૭–૧૯૫૬)
સંતાન૩ (ત્રણ),  અરુણ મણીલાલ અને ઈલા સહિત
માતા-પિતામોહનદાસ કરમચંદ ગાંધી
કસ્તુરબા ગાંધી

મણીલાલ મોહનદાસ ગાંધી (૨૮ ઓક્ટોબર ૧૮૯૨ – ૫ એપ્રિલ ૧૯૫૬)[૧][૨] મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના બીજા નંબરે જન્મેલા પુત્ર હતા. મણીલાલનો જન્મ રાજકોટ, બ્રિટિશ ભારત ખાતે ૧૮૯૨ના વર્ષમાં થયો હતો. વર્ષ ૧૮૯૭માં મણીલાલ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત પ્રવાસ ખેડી ગયા હતા, જ્યાં તેમણે કામ ડર્બન નજીક આવેલ ફિનિક્સ આશ્રમ ખાતે કામ કરી બાકીનો સમય ગાળ્યો. પછી વર્ષ ૧૯૧૭માં એક સંક્ષિપ્ત મુલાકાત માટે ભારત આવી, મણીલાલ દક્ષિણ આફ્રિકા ખાતે ઈન્ડિયન ઓપિનિયન નામના એક ગુજરાતી-અંગ્રેજી સાપ્તાહિકના પ્રકાશન માટે મદદ કરવા ફોનિક્સ, ડર્બન પરત ફર્યા હતા. વર્ષ ૧૯૧૮માં, મણીલાલે મોટા ભાગના પ્રેસના કામ કર્યાં અને ત્યારબાદ વર્ષ ૧૯૨૦માં સંપાદક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતાની જેમ, મણીલાલને પણ બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સામે અન્યાયી કાયદાઓ માટે વિરોધ પ્રદર્શન બદલ ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે સંપાદક તરીકે વર્ષ ૧૯૫૬ સુધી (મૃત્યુપર્યંત) કાર્ય સંભાળ્યું હતું.[૩] મણીલાલ મગજની સેરેબલ થ્રોમ્બોસિસ નામની તકલીફના કારણે થયેલ એક સ્ટ્રોક દરમિયાન મૃત્યુ પામ્યા હતા.


અંગત જીવન[ફેરફાર કરો]

વર્ષ ૧૯૨૭માં, મણીલાલનાં લગ્ન સુશીલા મશરુવાલા (૨૪ ઓગસ્ટ ૧૯૦૭-૧૯૮૮),[૪] અને એમને બે પુત્રીઓ હતી, સીતા (જન્મ: ૧૯૨૮) અને ઈલા (જન્મ: ૧૯૪૦), અને એક પુત્ર હતો, અરુણ (જન્મ: ૧૯૩૪). અરુણ અને ઈલા પણ સામાજિક-રાજકીય કાર્યકરો છે. ઉમા ડી. મેસ્થ્રી, મોટી પુત્રી સીતાની પુત્રી દ્વારા તાજેતરમાં મણીલાલનું જીવનચરિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૫]

નોંધ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://lccn.loc.gov/n90712835
  2. Dhupelia-Mesthrie: Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal, p. 384
  3. "Manilal Gandhi Dead". The Indian Express. Press Trust of India. ૬ એપ્રિલ ૧૯૫૬. pp. 1, 8. Retrieved 19 February 2018. Check date values in: |date= (મદદ)
  4. Prasad, Archana (૨૧ ઓગસ્ટ ૨૦૧૩). "Remembering Sushila Gandhi 1907-1988". gandhiforchildren.org. the original માંથી 19 May 2016 પર સંગ્રહિત. Retrieved 19 February 2018. Check date values in: |date= (મદદ)
  5. Uma Dhupelia Mesthrie, Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal. (Permanent Black: Cape Town, South Africa, 2003).