મત્સ્યઉછેર

વિકિપીડિયામાંથી
કિનારાને અડોઅડ આવેલી ઈમારતો અને પાર્શ્વદૃશ્યમાં જંગલ-આચ્છાદિત ટેકરી સાથેની કિનારાપટ્ટીની તસવીર.
Aquaculture installations in southern Chile

ફિનફિશ, મૉલસ્ક, ક્રસ્ટેશન અને જળચર વનસ્પતિઓ જેવા મીઠા પાણી અને ખારા પાણીના સજીવોનું સંવર્ધન/ઉછેર કરવાને જળચરઉછેર કહે છે.[૧][૨] જળચર-ખેતી તરીકે પણ જાણીતા એવા આ જળચરઉછેરમાં જળચર સજીવોને નિયંત્રિત સ્થિતિમાં ઉછેરવામાં આવે છે, અને તેથી તે વ્યવસાયિક માછીમારી કરતાં અલગ પડે છે, જેમાં જંગલી માછલીઓને પકડવામાં આવે છે.[૩] વ્યાવસાયિક જળચરઉછેર મનુષ્યો દ્વારા સીધા ઉપભોગમાં લેવાતાં માછલાં અને ઝીંગા-કરચલા જેવી શેલફિશોનો અડધોઅડધ જથ્થો પૂરો પાડે છે.[૪]

દરિયાઈ વાતાવરણમાં થતા જળચરઉછેરને દરિયાઈઉછેર તરીકે ઓળખવામાં આવે છે. જળચરઉછેરના વિશેષ પ્રકારોમાં શેવાળઉછેર (દરિયાઈ વનસ્પતિ કૅલ્પ/સીવીડ અને અન્ય શેવાળનું ઉત્પાદન), મત્સ્યઉછેર, ઝીંગાંઉછેર, કાલવ(ઑઈસ્ટર)ઉછેર, કૃત્રિમ મોતી ઉછેરવા અને સુશોભન માછલીઓના ઉછેર અને વેચાણનો સમાવેશ થાય છે. તે માટેની વિશેષ પદ્ધતિઓમાં મત્સ્યઉછેર અને વનસ્પતિઉછેરને સાંકળતી, ઍક્વાપોનિક્સનો સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આશરે [4] વ્યાસ ધરાવતી અને એટલી જ ઊંચી, ટપકતી, કપના આકારની, માછલીઓથી અડધોઅડધ ભરેલી જાળ ક્રેનના હાથા પર દરિયાની સપાટીથી ઉપર લટકે છે; નીચે પાણીમાં વીંટી-આકારના મોટા માળખા પર અને તેની આજુબાજુ 4 કામદારોની તસવીર.
Workers harvest catfish from the Delta Pride Catfish farms in Mississippi

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાના મૂળનિવાસી ગુન્ડિત્જ્મારા લોકો કદાચ છેક ઈ.સ. પૂર્વે 6000ના વખતથી બામ માછલી(ઈલ) ઉછેરતા હતા. તેમણે લેક કોન્દાહની નજીક જ્વાળામુખીના કારણે સર્જાયેલાં પૂરમેદાનોના આશરે 100 square kilometres (39 sq mi)માં નહેર અને બંધની જટીલ રચના વિકસાવી હતી, અને તેઓ બામ માછલી પકડવા માટે ગૂંથેલી જાળ/ફંદા વાપરતા હતા, તેમ જ પકડેલી અને ધુમાડો આપીને સાચવી રાખેલી બામ માછલીઓ પર તેઓ આખું વર્ષ નભતા હતા તેવા પુરાવાઓ છે.[૫][૬]

ચીનમાં જળચરઉછેર અંદાજે ઈ.સ. પૂર્વે 2500માં શરૂ થયો હતો.[૭] જ્યારે નદીના પૂરના પાણી ઓસરી જાય, ત્યારે કેટલીક માછલીઓ, ખાસ કરીને કાર્પ માછલી સરોવરોમાં ફસાઈ જતી. શરૂઆતના જળસંવર્ધકો નિમ્ફ અને રેશમના કીડાના મળનો ઉપયોગ કરીને તેમનાં બાળબચ્ચાઓનું પેટ ભરતા, અને તેમને ખાતા. કાર્પ માછલીમાં આવેલા સારા જનનિક ઉત્પરિવર્તનના કારણે ટેંગ રાજવંશ દરમ્યાન ગોલ્ડફિશ(લાલ રંગની નાની ચીની કાર્પ માછલી) અસ્તિત્વમાં આવી હતી.

જાપાનીઓએ વનસ્પતિના બીજને આધારસપાટી તરીકે વાંસ અને, પાછળથી, જાળ અને કાલવ માછલીના છીપલાં પૂરા પાડીને સીવીડ(દરિયાઈ વનસ્પતિ)ને સંવર્ધિત કરી.

રોમનોએ તળાવોમાં માછલીઓનો ઉછેર કર્યો.[૮]

રોમન જળચરઉછેર પદ્ધતિઓને મધ્ય યુરોપના, પૂર્વકાલીન ખ્રિસ્તી મઠોમાં અપનાવવામાં આવી.[૯] મધ્ય યુગ દરમ્યાન યુરોપમાં જળચરઉછેરનો ફેલાવો થયો, મોટી નદીઓ અને દરિયાકિનારાઓથી દૂર હોવાથી, ત્યાં માછલીઓ થોડા જ પ્રમાણમાં અથવા મોંઘી મળતી. 19મી સદીમાં પરિવહન ક્ષેત્રે આવેલા સુધારાઓને કારણે, દરિયાકાંઠાથી દૂર આવેલા જમીન વિસ્તારોમાં પણ માછલીઓ સરળતાથી અને સસ્તી મળતી થઈ, પરિણામે જળચરઉછેરની લોકપ્રિયતામાં ઘટાડો થયો.

હવાઈયનોએ મહાસાગરીય મત્સ્ય-તળાવો બાંધ્યા (જુઓ હવાઈયન જળચરઉછેર). અલેકોકો ખાતે, ઓછામાં ઓછા 1,000 વર્ષ પહેલાંનું એક મત્સ્ય-તળાવ તેનું નોંધનીય ઉદાહરણ છે. પુરાણાકથાના મેનેહુણે વામન લોકોએ તેને બાંધ્યું હતું તેમ દંતકથા કહે છે.

1859માં પશ્ચિમ બ્લૂમફિલ્ડ, ન્યૂયોર્કના સ્ટિફન એઈન્સવર્થે વહેળાની ટ્રાઉટ માછલી સાથે પ્રયોગ કરવા શરૂ કર્યા. 1864 સુધીમાં, સેથ ગ્રીને રોચેસ્ટર, ન્યૂયોર્ક નજીક, કૅલેડોનિયા સ્પ્રિંગ્સ ખાતે એક વ્યાવસાયિક મત્સ્યઉછેર કેન્દ્ર સ્થાપ્યું હતું. 1866 સુધીમાં, કોનકોર્ડ, મેસ્સાચ્યુસેટ્સના ડૉ. ડબ્લ્યુ. ડબ્લ્યુ. ફ્લેચરની સામેલીગીરીથી, કૅનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ બંનેમાં, કૃત્રિમ મત્સ્યઉછેર કેન્દ્રોનું કામ ચાલુ થઈ ગયું.[૧૦] 1889માં જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડમાં દિલ્ડો આઇલૅન્ડ મત્સ્યઉછેર કેન્દ્ર ખોલવામાં આવ્યું, ત્યારે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિકસિત મત્સ્યઉછેર કેન્દ્ર હતું.

કૅલિફોર્નિયનો જંગલી કૅલ્પને પકડતા હતા અને અંદાજે 1900 આસપાસ તેમણે પુરવઠાને જાળવવાનો પ્રયાસ કર્યો હતો, પાછળથી તેને યુદ્ધકાળના સ્રોત તરીકે જાહેર કરવામાં આવી હતી.[૧૧]

ઊભા તાર અથવા લાકડી પર પાણીની સપાટીથી ઉપર લટકતી 5 કે તેથી વધુ માછલીઓની તસવીર
Tilapia, a commonly farmed fish due to its adaptability

21મી સદીમાં[ફેરફાર કરો]

2007 મુજબ, ઉછેરવામાં આવતી આશરે 430 (97%) જાતિઓને 20મી સદી દરમ્યાન માનવ-ઉપયોગ માટે અનુકૂળ બનાવવામાં આવી હતી, જેમાંથી અંદાજે 106 જેટલીનો સમાવેશ તો 2007ના એક દશકા પહેલાં જ કરવામાં આવ્યો હતો. ખેતીની લાંબા-ગાળાની અગત્યતાને જોતાં, એ નોંધવું રસપ્રદ રહેશે કે આજની તારીખે, ભૂચર વનસ્પતિઓની જાણીતી જાતિઓના માત્ર 0.08%ને અને ભૂચર પ્રાણીઓની જાણીતી જાતિઓના માત્ર 0.0002%ને મનુષ્યના ઉપયોગ અર્થે કેળવવામાં આવી છે, જ્યારે તેની તુલનામાં, દરિયાઈ વનસ્પતિઓની જાણીતી જાતિઓમાંથી 0.17%ને અને દરિયાઈ પ્રાણીઓની જાણીતા જાતિઓમાંથી 0.13%ને મનુષ્યના ઉપયોગ અર્થે કેળવવામાં આવી છે. મનુષ્યના ઉપયોગ અર્થે કેળવવાની પ્રક્રિયા લાક્ષણિક ઢબે એક દાયકાનું વૈજ્ઞાનિક સંશોધન માગી લે છે. [૧૨] જેમાં મનુષ્ય-જીવનનો સારો એવો ભોગ લેવાય છે તે ભૂચર પ્રાણીઓને કેળવવાની પ્રક્રિયા કરતાં, જળચર જાતિઓને કેળવવી મનુષ્ય માટે ઘણી ઓછી જોખમરૂપ રહી છે. મનુષ્યના મોટા ભાગના મુખ્ય રોગો પાળેલાં પ્રાણીઓમાંથી ઉદ્ભવ્યા છે.[૧૩] સૌથી ચેપી રોગોની જેમ, શીતળા અને ડિપ્થેરિયા જેવા રોગો, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં આવ્યા છે. દરિયાઈ જાતિઓમાંથી હજી સુધી કોઈ તુલનાત્મક વિષપણું ધરાવતા મનુષ્ય રોગજનકો ઉદ્ભવ્યા નથી.

જંગલી માછીમારી ક્ષેત્રોમાં આવેલી સ્થિરતા અને લોકપ્રિય દરિયાઈ જાતિઓના વધુ પડતા શોષણ ઉપરાંત, ઊંચી ગુણવત્તાના પ્રોટીનની વધતી જતી માંગ, જળચરસંવર્ધકોને અન્ય દરિયાઈ જાતિઓને મનુષ્ય ઉપયોગ માટે અનુકૂળ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે.[૧૪][૧૫]

ઉત્પાદન જથ્થો[ફેરફાર કરો]

2004માં, વિશ્વનાં માછીમારી ક્ષેત્રોનું કુલ ઉત્પાદન 140,500,000 tonnes (138,300,000 long tons; 154,900,000 short tons) હતું, જેમાંથી 45,500,000 tonnes (44,800,000 long tons; 50,200,000 short tons) જેટલો અથવા લગભગ 32% હિસ્સો જળચરઉછેરમાંથી ઉપજ્યો હતો.[૧૬] વિશ્વભરમાં જળચરઉછેરનો વૃદ્ધિ દર જળવાઈ રહ્યો છે અને ઝડપથી વધી રહ્યો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષોથી સરેરાશ દર વર્ષે લગભગ 8 ટકા જેટલો છે, પરંતુ તેમાં જંગલી માછીમારી ક્ષેત્રોનો હિસ્સો છેલ્લા દશકાથી એકધારો સમાન રહ્યો હતો.

જળચરઉછેરમાં કાર્પ એક અગત્યની માછલી છે
2004માં ટોચના દસ જાતિ-સમૂહો
જાતિ-સમૂહ મિલિયન ટન[૧૬]
કાર્પ અને અન્ય સાઈપ્રિનિડ 18.30
કાલવ માછલી (ઓઈસ્ટર) 4.60
ક્લેમ, કૉકલ, આર્ક શેલ 4.12
અન્ય પરચૂરણ મીઠા જળની માછલીઓ 3.74
ઝીંગાં(શ્રિંપ) અને પ્રૉન 2.48
સેલ્મોન, ટ્રાઉટ, સ્મેલ્ટ 1.98
મસલ (બે છીપવાળી શંખ) 1.86
ટિલાપિયા અને અન્ય સિચ્લિડ 1.82
સ્કૉલપ, પિક્ટેન 1.17
પરચૂરણ દરિયાઈ મૉલસ્ક 1.07

જળચરઉછેર એ ખાસ કરીને ચીનમાં એક અગત્યની આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. 1980થી 1997ની વચ્ચે, ચાઈનીઝ બ્યુરો ઓફ ફિશરિઝએ આપેલા અહેવાલ અનુસાર, ચીનમાં જળચરઉછેરનું ઉત્પાદન વાર્ષિક 16.7 ટકાના દરે વધ્યું હતું, અને 1,900,000 tonnes (1,900,000 long tons; 2,100,000 short tons)માંથી આશરે 23,000,000 tonnes (23,000,000 long tons; 25,000,000 short tons) સુધી પહોંચી ગયું હતું. 2005માં, ચીને વિશ્વ ઉત્પાદનનો 70% હિસ્સો આપ્યો હતો.[૧૭][૧૮] યુ.એસ.માં તે અત્યારે ખાદ્ય ઉત્પાદનનાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં ક્ષેત્રોમાંનું એક છે.[૧૯]

હાઈ આઇલૅન્ડ, હોંગકોંગના કિનારાથી દૂર સમુદ્રમાં દરિયાઈઉછેર
2004માં ટોચના દસ જળચરઉછેર ઉત્પાદકો
દેશ મિલિયન ટન[૧૬]
ચીન 30.61
ભારત 2.47
વિયેતનામ 1.20
થાઈલૅન્ડ 1.17
ઇન્ડોનેશિયા 1.05
બાંગ્લાદેશ 0.91
જાપાન 0.78
ચીલી 0.67
નોર્વે 0.64
યુનાઈટેડ સ્ટેટ્સ 0.61
અન્ય દેશો 5.35
કુલ 45.47

સમગ્ર યુ. એસ.ના ઝીંગાં વપરાશનો લગભગ 90% હિસ્સો, ઉછેર પામેલો અને આયાત પામેલો હોય છે.[૨૦] તાજેતરનાં વર્ષોમાં દક્ષિણ ચીલીમાં, ખાસ કરીને ચીલીના સૌથી ઝડપથી વિકસતા શહેર, પુઈર્ટો મોન્ટ્ટમાં, સૅલ્મોન જળચરઉછેર એક મુખ્ય નિકાસ બની ગયું છે.

અતિરેકભર્યો અહેવાલ[ફેરફાર કરો]

અહેવાલ અનુસારના જળચરઉછેરનાં ઉત્પાદનની દૃષ્ટિએ, ચીન વિશ્વભરમાં ઘણું આગળ છે. અહેવાલ પ્રમાણે તેમનું કુલ ઉત્પાદન, બાકીના આખા વિશ્વના ઉત્પાદન કરતાં બમણું હતું. જો કે, ચીનનાં પરિણામોની ચોક્કસતા અંગે પ્રશ્નો છે.

2001માં, માછીમારીના વિજ્ઞાનીઓ રેગ વોટ્સન અને ડેનિયલ પૌલીએ નેચર (Nature)ને લખેલા એક પત્રમાં ચિંતાઓ વ્યક્ત કરી હતી, કે ચીન 1990ના દાયકાથી જંગલી માછીમારી ક્ષેત્રોમાંથી પકડવામાં આવતા તેના જથ્થા બાબતે અતિરેકભર્યો અહેવાલ આપી રહ્યું હતું.[૨૧][૨૨] તેમણે કહ્યું કે તેમાં 1988થી પકડવામાં આવેલો વૈશ્વિક જથ્થો વાર્ષિક ધોરણે 300,000 ટનથી વધી રહ્યો હતો તેમ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે ખરેખર તે વાર્ષિક ધોરણે 350,000 ટનથી ઘટી રહ્યો હતો. વોટ્સન અને પૌલીનું સૂચન હતું કે આ કદાચ ચીનની નીતિઓ સાથે સંબંધિત હોઈ શકે, જેમાં અર્થતંત્રનું નિયમન કરતાં રાજ્ય તંત્રોને ઉત્પાદન વધારવાનું કામ પણ સોંપાયેલું હોય છે. વધુમાં, તાજેતરના સમય સુધી, ચીની અધિકારીઓની બઢતી, તેમના પોતાના વિસ્તારમાં થતી ઉત્પાદન વૃદ્ધિ પર આધારિત હતી.[૨૩][૨૪]

ચીન આ દાવા સામે વાંધો ઉઠાવે છે. સત્તાવાર ક્ષિન્હુઆ (Xinhua) ન્યૂઝ એજન્સીએ કૃષિ મંત્રાલયના ફિશરિઝ ઓફ બ્યુરોના ડાયરેક્ટર જનરલ, યાંગ જિયાનને એવું કહેતાં ટાંક્યા હતા, કે ચીનના આંકડા "મૂળભૂત રીતે સાચા" છે.[૨૫] અલબત્ત, એફએઓ(FAO) સ્વીકારે છે કે ચીનના લેખિત આંકડાકીય પરિણામોની વિશ્વસનીયતા બાબતે કેટલાક પ્રશ્નો છે, અને તે અત્યારે ચીન તરફથી મળતી જળચરઉછેર સહિતની માહિતી પર, બાકીના વિશ્વથી અલગ રીતે કામ કરે છે.[૨૬]

પદ્ધતિઓ[ફેરફાર કરો]

દરિયાઈઉછેર[ફેરફાર કરો]

સમુદ્રજળમાં, સામાન્ય રીતે તટીય પાણીમાં આશ્રિત દરિયાઈ સજીવોના ઉછેર માટે દરિયાઈઉછેર (મૅરીકલ્ચર) શબ્દ વાપરવામાં આવે છે. વિશેષ કરીને, દરિયાઈ માછલીનો ઉછેર એ દરિયાઈઉછેરનું ઉદાહરણ છે, અને તે ઉપરાંત દરિયાઈ ક્રસ્ટેશનો (જેમ કે ઝીંગા), મૉલસ્ક (જેમ કે કાલવ માછલી) અને સીવીડ (દરિયાઈ વનસ્પતિ) પણ દરિયાઈ-ખેતીનાં ઉદાહરણો છે.

સંકલિત[ફેરફાર કરો]

ઈન્ટીગ્રેટેડ મલ્ટી-ટ્રોફિક ઍક્વાકલ્ચર (IMTA) પદ્ધતિમાં એક જાતિની આડપેદાશો(કચરા)ને બીજી જાતિના ખોરાક (ખાતર, આહાર) તરીકે પુનઃચક્રિત કરવામાં આવે છે. ટકાઉ પર્યાવરણ (બાયોમિટિગેશન), આર્થિક સ્થિરતા (ઉત્પાદ વૈવિધ્ય અને જોખમમાં ઘટાડો) અને સામાજિક સ્વીકાર્યપણું (વધુ સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ) ધરાવતી સંતુલિત વ્યવસ્થાઓ રચવા માટે, આહાર માટેના જળચરઉછેર(ઉ.દા. માછલી, ઝીંગા)ને અકાર્બનિક તત્ત્વો તારવનાર (ઉ.દા. સીવીડ – દરિયાઈ વનસ્પતિ) અને કાર્બનિક તત્ત્વો તારવનાર (ઉ.દા. શેલ ફિશ) જળચરઉછેર સાથે સંયોજિત કરવામાં આવે છે.[૨૭]

"મલ્ટી-ટ્રોફિક" શબ્દ ભિન્ન ભિન્ન ટ્રોફિક(trophic) અથવા પોષક તત્ત્વો ધરાવનારી જાતિઓને એક જ વ્યવસ્થા તંત્રમાં સમાવવાનું સૂચવે છે.[૨૮] માત્ર સમાન ટ્રોફિક સ્તરની વિવિધ માછલીઓની જાતિઓનો સહ-ઉછેર કરવામાં આવતો હતો તે જૂના-સમયની જળચર પોલીકલ્ચરની પદ્ધતિ અને આ નવી પદ્ધતિ વચ્ચેનો આ એક સંભવતઃ તફાવત કહી શકાય. આ કિસ્સામાં, આ તમામ સજીવો કેટલાક એકમેકને કારણે થતા વિશેષ ફાયદાઓ સહિતની, સમાન જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ વહેંચે છે, જે સંભવતઃ પર્યાવરણતંત્રમાં નોંધપાત્ર બદલાવો લાવવા તરફ દોરી શકે. કેટલાક પરંપરાગત પોલીકલ્ચર વ્યવસ્થાતંત્રો, ખરેખર, એક જ તળાવમાં વિસ્તૃત ઉછેર(ઓછી તીવ્રતા, ઓછું વ્યવસ્થાપન)ના ભાગ રૂપે, ખૂણાખાંચરામાં રહેતી, જાતિઓની વધુ વિવિધતા ધરાવતા હોય એવું બની શકે. આઈએમટીએ(IMTA)માં "ઈન્ટીગ્રેટેડ(સંકલિત)" શબ્દ એકબીજાના સામીપ્યમાં, જળના માધ્યમથી રૂપાંતરિત થતા પોષણ અને ઊર્જાથી જોડાયેલી, વિવિધ જાતિઓના વધુ સઘન ઉછેરને સૂચવે છે.

આદર્શ રીતે, એક આઈએમટીએ (IMTA) વ્યવસ્થાતંત્રમાં જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલનમાં હોવી ઘટે. પર્યાવરણતંત્રનાં વિવિધ કાર્યો પૂરાં પાડતી ભિન્ન ભિન્ન જાતિઓની યોગ્ય પસંદગી અને પ્રમાણથી આ પ્રાપ્ત કરી શકાય છે. સહ-ઉછેર પામતી જાતિઓ લાક્ષણિક રીતે માત્ર જૈવશુદ્ધિકારકો (બાયોફિલ્ટર) કરતાં કંઈક વધુ હોય છે; તે વેપારી મૂલ્ય ધરાવતા લણણી કરી શકાય તેવા પાક હોય છે.[૨૮] એક કાર્યરત આઈએમટીએ (IMTA) વ્યવસ્થાતંત્ર, સહ-ઉછેર પામતી જાતિઓને થતા પારસ્પરિક ફાયદાઓના આધારે વધારે કુલ ઉત્પાદન આપી શકે છે અને પર્યાવરણતંત્રના સ્વાસ્થ્યને સુધારે છે, ભલે પછી ટૂંકા ગાળામાં તેની વ્યક્તિગત જાતિનું ઉત્પાદન, એક જ જાતિનો ઉછેર કરતી વ્યવસ્થા(મોનોકલ્ચર)માં હોય છે તેના કરતાં ઓછું હોય.[૨૯]

કેટલીક વખત "ઈન્ટીગ્રેટેડ ઍક્વાકલ્ચર (સંકલિત જળચરઉછેર)" શબ્દને પાણીના સ્થળાંતર થકી એક-જ-જાતિના-ઉછેર(મોનોકલ્ચર્સ)ના એકીકરણને વર્ણવવા માટે વાપરવામાં આવે છે.[૨૯] અલબત્ત, તમામ ઉદ્દેશો અને હેતુઓમાં, "આઈએમટીએ(IMTA)" અને "સંકલિત જળચરઉછેર (ઈન્ટીગ્રેટેડ ઍક્વાકલ્ચર)" શબ્દપ્રયોગો માત્ર તેમના વર્ણનના પ્રમાણમાં જુદા પડે છે. ઍક્વાપોનિક્સ, વિભાગીય જળચરઉછેર, આઈએએએસ (IAAS - ઈન્ટીગ્રેટેડ એગ્રીકલ્ચર-ઍક્વાકલ્ચર સિસ્ટમ્સ – સંકલિત કૃષિ-જળચરઉછેર વ્યવસ્થાઓ), આઈપીયુએએસ (IPUAS - ઈન્ટીગ્રેટેડ પેરી-અર્બન-ઍક્વાકલ્ચર સિસ્ટમ્સ), અને આઈએફએએસ (IFAS - ઈન્ટીગ્રેટેડ ફિશરિઝ-ઍક્વાકલ્ચર સિસ્ટમ્સ – સંકલિત માછીમારી ક્ષેત્રો-જળચરઉછેર વ્યવસ્થાઓ) એ આઈએમટીએ(IMTA) વિભાવનાનાં અન્ય રૂપાંતરો છે.

જાતિ-સમૂહો[ફેરફાર કરો]

ફિનફિશ[ફેરફાર કરો]

ફિનફિશનો ઉછેર એ જળચરઉછેરનું સૌથી પ્રચલિત રૂપ છે. તેમાં સામાન્ય રીતે ટાંકીઓ, તળાવો, અથવા સમુદ્રના આંતરેલા વિસ્તારોમાં વ્યાવસાયિક ઢબે માછલીઓને આહાર માટે ઉછેરવામાં આવે છે. મનોરંજન/શોખ માટે માછલી પકડવા માટે અથવા કોઈ જાતિની કુદરતી સંખ્યામાં ઉમેરો કરવા માટે જંગલી સ્રોતોમાં બાળ માછલીઓને છોડતી સવલતને સામાન્ય રીતે ફિશ હૅચરી (મત્સ્ય ઉછેરકેન્દ્ર) કહેવામાં આવે છે. મત્સ્ય ઉછેરકેન્દ્રોમાં ઉછેરવામાં આવતી માછલીઓની જાતિઓમાં સૅલ્મોન, મોટી આંખવાળી ટ્યૂના, કાર્પ, ટિલાપિયા, કૅટ ફિશ અને કૉડનો સમાવેશ થાય છે.[૩૦]


ભૂમધ્ય સમુદ્રમાં, નાની ભૂરાં પંખવાળી ટ્યૂનાને જાળમાં ફસાવવામાં આવે છે અને ધીમે ધીમે કિનારા તરફ ખેંચી જવામાં આવે છે. ત્યાં પછી કિનારાથી દૂર તેમને બંધક તરીકે અમુક હિસ્સામાં રાખવામાં આવે છે, જ્યાં તે બજાર માટે વિકસીને મોટી થાય છે.[૩૧] 2009માં, ઓસ્ટ્રેલિયામાંના સંશોધકો પહેલીવાર કોક્સ ટ્યૂના(દક્ષિણી બ્લ્યૂફિન)ને ચારે બાજુ જમીનથી ઘેરાયેલી ટાંકીઓમાં પ્રજોત્ત્પત્તિ કરાવવામાં સફળ રહ્યા હતા.[૩૨]

શેલ ફિશ[ફેરફાર કરો]

અબાલોન ઉછેર-ક્ષેત્ર

1950ના દાયકાના અંત ભાગમાં અને 1960ના દાયકાની શરૂઆતમાં જાપાન અને ચીનમાં અબાલોનનો ઉછેર શરૂ થયો હતો.[૩૩] 1990ના દાયકાના મધ્ય ભાગથી આ ઉદ્યોગ વધુ ને વધુ સફળ બન્યો છે.[૩૪] માછીમારીના અતિરેક અને અનધિકૃત શિકારના કારણે જંગલી વસતિમાં એટલી હદે ઘટાડો થયો છે કે મોટા ભાગનું અબાલોન માંસ હવે ઉછેરવામાં આવેલી અબાલોનનું જ હોય છે.

ક્રસ્ટેશન[ફેરફાર કરો]

1970ના દાયકામાં ઝીંગાનો વ્યાવસાયિક ઉછેર શરૂ થયો, અને તે પછી તેનું ઉત્પાદન સતત વધતું રહ્યું. 2003માં તેનું વૈશ્વિક ઉત્પાદન 1,600,000 tonnes (1,600,000 long tons; 1,800,000 short tons)થી વધુ સુધી પહોંચી ગયું, જેનું મૂલ્ય આશરે 9,000 મિલિયન યુ.એસ. ડૉલરને યોગ્ય હતું. ઉછેરેલાં ઝીંગાંમાંથી આશરે 75% જેટલાં તો એશિયામાં, ખાસ કરીને ચીન અને થાઈલૅન્ડમાં ઉછેર પામ્યાં હોય છે. બાકીનાં 25% મુખ્યત્વે લેટિન અમેરિકામાં ઉત્પાદિત થાય છે, જ્યાં બ્રાઝિલ તેનું સૌથી મોટું ઉત્પાદક છે. થાઈલૅન્ડ તેનું સૌથી મોટું નિકાસકાર છે.

દક્ષિણ-પૂર્વ એશિયામાં ઝીંગાંનો ઉછેર એ તેના પરંપરાગત, નાના-પાયાના રૂપમાંથી એક વૈશ્વિક ઉદ્યોગમાં પરિવર્તિત થઈ ગયો છે. તકનિકી પ્રગતિ આ ઉદ્યોગને પ્રતિ એકમ વિસ્તારમાં અત્યાર સુધીમાં કદી ન હોય એટલી વધુ ગીચતા તરફ દોરી ગઈ છે, અને ઝીંગાંના ઉછેરેલાં જથ્થાને વિશ્વભરમાં વહાણો દ્વારા મોકલવામાં આવે છે. વાસ્તવિક રીતે, તમામ ઉછેરાતાં ઝીંગા એ પેનાઈડ્સ(penaeids) (એટલે કે, પેનાઈડેએ(Penaeidae) વર્ગના ઝીંગા) છે, અને ઉછેરાતાં તમામ ઝીંગામાંથી 80%, ઝીંગાની માત્ર બે જ જાતિઓ – પેનાઈયસ વાનેમેઈ(Penaeus vannamei) (પૅસિફિકના શ્વેત ઝીંગા) અને પેનાઈયસ મોનોડોન(Penaeus monodon) (વિશાળ ટાઈગર પ્રૉન) હોય છે. આ પ્રકારના ઔદ્યોગિક સ્તરના એક-જ-જાતિનો-ઉછેર(મોનોકલ્ચર્સ), રોગ માટે બહુ સંવેદનશીલ હોય છે, જેના કારણે સમગ્ર વિસ્તારોમાંથી ઝીંગાંની વસતિ ખતમ થઈ ગઈ હોય તેવું બન્યું છે. સતત વધતી જતી પર્યાવરણ-જીવતંત્ર સંબંધી સમસ્યાઓ, વારંવાર ફાટી નીકળતા રોગચાળાઓ, અને બિનસરકારી સંસ્થાઓ (NGOs) અને ગ્રાહક દેશ એમ બંને તરફથી મળતી ટીકાને પરિણામે 1990ના દાયકાના અંત ભાગમાં આ ઉદ્યોગમાં કેટલાક બદલાવો આવ્યા હતા અને નિયમનો એકંદરે વધુ સખત બન્યાં હતાં. 1999માં, વધુ ટકાઉ ઉછેર પદ્ધતિઓને વિકસિત કરવા અને તેમને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારો, ઔદ્યોગિક પ્રિતિનિધિઓ, અને પર્યાવરણ સંસ્થાઓએ એક કાર્યક્રમ શરૂ કર્યો હતો.[સંદર્ભ આપો]

મીઠા પાણીનું પ્રૉન ઉછેરક્ષેત્રઝીંગાના દરિયાઈ ઉછેર સાથે ઘણી લાક્ષણિકતાઓમાં સામ્યતા ધરાવે છે, પણ સાથે તે અનેક સમસ્યાઓમાં પણ સામ્યતા ધરાવે છે. મુખ્ય જાતિ(વિશાળ નદીના પ્રૉન, મેક્રોબ્રાશિયમ રોસેનબર્ગી )ના ઉત્ક્રાંતિ સંબંધી જીવન ચક્રના કારણે વિશિષ્ટ સમસ્યાઓ ઊભી થઈ છે.[૩૫]

2003માં મીઠા પાણીના પ્રૉન(ક્રૅફિશ અને કરચલા સિવાય)નું વૈશ્વિક વાર્ષિક ઉત્પાદન આશરે 280,000 tonnes (280,000 long tons; 310,000 short tons) હતું, જેમાંથી ચીને 180,000 tonnes (180,000 long tons; 200,000 short tons) જેટલું ઉત્પાદન કર્યું હતું અને તેના પછી દ્વિતીય ક્રમે ભારત અને થાઈલૅન્ડ દરેકે 35,000 tonnes (34,000 long tons; 39,000 short tons) જેટલું ઉત્પાદન કર્યું હતું. ઉપરાંતમાં, ચીને ચાઈનિસ નદીના કરચલા(એરિઓચેઈર સિનેન્સિસ )નું લગભગ 370,000 tonnes (360,000 long tons; 410,000 short tons) જેટલું ઉત્પાદન કર્યું હતું.[૩૬]

ઈચિનોડર્મ્સ[ફેરફાર કરો]

ઈચિનોડર્મની વ્યાવસાયિક માછીમારીમાં દરિયાઈ કાકડી અને દરિયાઈ અર્ચિનનો સમાવેશ થાય છે. ચીનમાં, દરિયાઈ કાકડીને 1,000 acres (400 ha) જેટલા મોટા કૃત્રિમ તળાવમાં ઉછેરવામાં આવે છે.[૩૭]

શેવાળ (ઍલ્ગા)[ફેરફાર કરો]

સંવર્ધિત શેવાળ(ઍલ્ગા)નો મોટો ભાગ ફાઈટોપ્લેંક્ટન, માઈક્રોફાઈટ્સ, અથવા પ્લેંક્ટનિક ઍલ્ગા તરીકે પણ જાણીતી એવી સૂક્ષ્મ શેવાળનો બનેલો છે.

સામાન્યપણે સીવીડ તરીકે જાણીતી, આ વિશાળ શેવાળના અનેક વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉપયોગો છે, પણ તેમના કદ અને ચોક્કસ જરૂરિયાતોને કારણે, તેમને આસાનીથી મોટા પાયે સંવર્ધિત કરી શકાતી નથી અને મોટા ભાગે તેમને જંગલીસ્રોતમાંથી જ લાવવામાં આવે છે.

પ્રશ્નો[ફેરફાર કરો]

પર્યાવરણની દૃષ્ટિએ, જળચરઉછેર કુદરતી માછીમારી ક્ષેત્રોના શોષણ કરતાં વધુ હાનિકારક બની શકે છે.[૩૮] તેની ચિંતાકારક બાબતોમાં કચરાનું વ્યવસ્થાપન, જીવાણુનાશક(ઍન્ટીબાયોટિક્સ)ની આડઅસરો, ઉછેરવામાં આવેલાં અને જંગલી પ્રાણીઓ વચ્ચેની સ્પર્ધા, અને વધુ વેચાણક્ષમ માંસભક્ષક માછલી મેળવવા માટે તેને આહારમાં અન્ય માછલી આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. જો કે, 1990ના દાયકા અને 2000ના દાયકામાં દરમ્યાન થયેલા સંશોધન અને આહાર આપવા અંગેની વ્યાવસાયિક સુધારણાઓના કારણે આ સમસ્યાઓમાંની ઘણી હળવી બની છે.[૩૯]

માછલીનો કચરો સેન્દ્રિય હોય છે અને જળચર આહાર ચક્રના તમામ ઘટકોમાં જરૂરી એવાં પોષકદ્રવ્યોનો બનેલો હોય છે. દરિયાની અંદર આવેલું જળચરઉછેર-ક્ષેત્ર ઘણી વાર સામાન્ય કરતાં ઘણો વધુ કેન્દ્રીકૃત માછલીનો કચરો ઉત્પાદિત કરે છે. આ કચરો મહાસાગરના તળિયે જમા થાય છે, જે તળિયામાં વસતાં જીવનને નુકસાન પહોંચાડે છે અથવા તો તેનો સંપૂર્ણ નાશ કરે છે. આ કચરો પાણીના સ્તંભમાં ઓગળેલા ઑક્સિજનનું સ્તર પણ ઘટાડી શકે છે, જે ફરીથી જંગલી પ્રાણીઓ માટે નુકસાનકર્તા રહે છે[સંદર્ભ આપો].

સંવર્ધકો રોગ અટકાવવા માટે ઘણી વાર તેમનાં પ્રાણીઓને ઍન્ટીબાયોટિક (જીવાણુનાશક) આપે છે. પશુધનની જેમ, આનાથી તેમનામાં બૅક્ટેરિયાના પ્રતિરોધની ક્રમિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની શકે છે.

માછલીના તેલ[ફેરફાર કરો]

ઉછેર-ક્ષેત્રમાં ઉછેરેલી ટિલાપિયાને તેના આહારમાં આપવામાં આવતી મકાઈની માત્રાના કારણે તેના પોષક મૂલ્યમાં ફેરફાર થયો હોય એમ બની શકે છે. મકાઈ ઓમેગા-6 ફૅટી ઍસિડની ટૂંકી શૃંખલા ધરાવે છે જે માછલીના શરીરમાં આ સામગ્રીઓને જમા કરવામાં ફાળો આપે છે. "ટિલાપિયામાં અનુક્રમે AAથી EPA, લાંબી શૃંખલાના ઓમેગા-6થી લાંબી શૃંખલાના ઓમેગા-3ના સરેરાશ ગુણોત્તરો લગભગ 11:1 હોય છે, જે સૅલ્મોન અને ટ્રાઉટમાં જોવા મળતા (AA કરતાં EPA વધુ છે તેવું સૂચવતા) 1:1ની તુલનામાં ઘણા ઓછા છે." 2010 સુધીમાં સંભવિત 2,500,000 tonnes (2,500,000 long tons; 2,800,000 short tons) જેટલી ટિલાપિયા ઉત્પાદિત કરવાની યોજના સાથે, 2005માં યુએસ(US)એ 1,500,000 tonnes (1,500,000 long tons; 1,700,000 short tons) જેટલી ટિલાપિયા ઉત્પાદિત કરી હતી. આહારમાં માછલી લેવાને પ્રોત્સાહન આપતા વ્યાપક પ્રચાર-પ્રસારના કારણે, સંતુલિત આહાર લેવાની કોશિશમાં ઓછી આવક ધરાવનારાઓએ પણ ટિલાપિયા ખાવાનું શરૂ કર્યું હતું, પરિણામે ટિલાપિયાની ખપતમાં વધારો થયો છે. ઉછેરેલી ટિલાપિયામાં ઓમેગા-3ની ઓછી માત્રા અને ઓમેગા-6નું વધુ પ્રમાણ ધરાવતું સંયોજન, આ માછલીને આહારમાં લેવાથી થતા કથિત સ્વાસ્થ્ય ફાયદાઓ અંગે પ્રશ્નો ઊભા કરે છે.[૪૦]

સૅલ્મોન અને અન્ય માંસભક્ષક માછલીઓ માટેનો જરૂરી આહાર સોયા જેવા પ્રોટીન સ્રોતોમાંથી બનાવી શકાય છે, અલબત્ત સોયા-આધારિત આહાર પણ ઓમેગા-6 અને ઓમેગા-3 ફેટી ઍસિડોના સંતુલનમાં બદલાવ લાવી શકે છે.[૪૧]

જંગલી માછલીઓ પર અસરો[ફેરફાર કરો]

હાલમાં, સૅલ્મોન ઉછેરમાં તેમના આહાર માટે જંગલી ભક્ષ્ય માછલીઓ ભેગી કરવાની મોટી માંગ રહે છે. માંસભક્ષક હોવાથી, સૅલ્મોનને ખૂબ પ્રોટીનની આવશ્યકતા હોય છે, અને ઉછેરવામાં આવતી સૅલ્મોન તે પેદા કરે છે તે કરતાં વધુ માછલીઓ ખાય છે. ઉછેરવામાં આવતી સૅલ્મોનના પ્રત્યેક રતલ દીઠ, છ રતલ જંગલી માછલીઓની જરૂર પડે છે.[૪૨] વિશ્વના નિયંત્રિત માછીમારી-ક્ષેત્રોમાંથી પંચોતેર ટકા જેટલાં પોતાની મહત્તમ સ્થાયી પેદાશ વટાવી ચૂક્યાં છે અથવા વટાવવાને આરે છે.[૪૩] સૅલ્મોન ઉછેર માટે જે રીતે ઔદ્યોગિક સ્તરે જંગલી ભક્ષ્ય માછલીઓને પકડવામાં આવે છે તેનાથી આ જંગલી ભક્ષ્ય માછલીઓ પર આધાર રાખતી અન્ય શિકારી માછલીની જીવિત રહેવાની ક્ષમતા પર પણ અસર પડે છે.

તટવર્તી બંધક-વિસ્તારોમાંથી માછલી છટકી જઈ શકે છે, જ્યાં તે પોતાની પ્રતિરૂપ જંગલી માછલી સાથે મિશ્રજાતીય ઓલાદ પેદા કરે છે, પરિણામે કુદરતી જનનિક પુરવઠામાં મંદતા લાવે છે.[૪૪] છટકીને ભાગી છૂટેલી માછલી આક્રમક બની શકે છે, અને પોતાની દેશી જાતિઓને હરાવીને સરસાઈ મેળવી શકે છે.[૪૫]

તટવર્તી જીવસૃષ્ટિ[ફેરફાર કરો]

તટવર્તી જીવસૃષ્ટિ માટે જળચરઉછેર એક નોંધપાત્ર જોખમ બની રહ્યું છે. અમુક અંશે ઝીંગાંઉછેરના કારણે, 1980થી લગભગ 20 ટકા જેટલાં ચેર(મેંગ્રોવ)નાં જંગલો નાશ પામ્યાં છે.[૪૬] ચેરનાં જંગલોને મોટા પાયે ઝીંગાં માટેના સહેજ ખારા એવા ઉછેર-તળાવોમાં રૂપાંતરિત કર્યાની ઘટનાઓને "કાપો-અને-બાળો" પ્રકારની દરિયાઈ ખેતી સમાન ગણાવવામાં આવી હતી.[૪૭] ચેર જીવસૃષ્ટિ પર રચાયેલાં ઝીંગાં જળચરઉછેરના કુલ આર્થિક મૂલ્યના વિસ્તૃત, કિંમત-સામે-ફાયદાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેના બાહ્ય ફાયદાઓ કરતાં બાહ્ય સૃષ્ટિને પહોંચતું નુકસાન ઘણું વધુ છે.[૪૮] ચાર દાયકાઓ કરતાં વધુ સમયથી, 269,000 hectares (660,000 acres) જેટલા ઈન્ડોનેશિયન ચેરનાં જંગલોને ઝીંગાંના ઉછેર-ક્ષેત્રોમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યાં છે. આમાંથી મોટા ભાગનાં ઉછેર-ક્ષેત્રોને એકાદ દાયકાની અંદર જ, તેમાં વિષ વધવાને કારણે અને પોષકતત્ત્વોના અભાવને કારણે છોડી દેવામાં આવ્યાં હતાં.[૪૯][૫૦]

સૅલ્મોનનાં ઉછેર-ક્ષેત્રો લાક્ષણિક રીતે શુદ્ધ, નહીં ડહોળાયેલી એવી તટવર્તી જીવસૃષ્ટિમાં આવેલાં છે, જેને પછી તેઓ પ્રદૂષિત કરે છે. 200,000 સૅલ્મોન ધરાવતું એક ઉછેર-ક્ષેત્ર, 60,000 લોકો વસતાં હોય તેવા શહેર કરતાં વધુ મળ-કચરો ઉત્સર્જિત કરે છે. આ કચરાને, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વિના, સીધો જ આસપાસના જળચર વાતાવરણમાં છોડવામાં આવે છે, જે ઘણી વાર ઍન્ટીબાયોટિક (જીવાણુનાશક) અને જંતુનાશકો પણ ધરાવતો હોય છે.[૪૩] સૅલ્મોન ઉછેર-ક્ષેત્રોની નજીક દરિયાના તળિયાની જીવસૃષ્ટિ (સમુદ્રતળ) પર ભારે ધાતુઓ, ખાસ કરીને તાંબું અને જસત ધાતુઓ પણ એકઠી થાય છે.[૫૧]

જનનિક સુધારો[ફેરફાર કરો]

સૅલ્મોનમાં ઝડપી વૃદ્ધિ થાય તે માટે જનનિક ફેરફારો કરવામાં આવ્યા હતા, અલબત્ત વિરોધના પગલે, તેમના વ્યાવસાયિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નથી.[૫૨] એક અભ્યાસમાં, પ્રયોગશાળાના ગોઠવણીમાં, એવું જાણવા મળ્યું હતું કે પોતાના જંગલી સંબંધીઓ સાથે ભળતી ફેરફારોયુક્ત સૅલ્મોન સ્પર્ધા કરવામાં આક્રમક હતી, પણ છેવટે હારી ગઈ હતી.[૫૩]

ભાવિ[ફેરફાર કરો]

નદીમુખની ખાડીઓ જેવી મૂલ્યવાન નૈસર્ગિક વસાહતોને કટોકટીપૂર્ણ સ્થિતિમાં મૂક્યા પછી હવે, વિશ્વભરમાં કુદરતી માછીમારી-ક્ષેત્રો ઘટી રહ્યાં છે.[૫૪] સૅલ્મોન જેવી, માછલીખાઉ માછલીનો જળચરઉછેર અથવા સંવર્ધન, સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદરૂપ થતો નથી કારણ કે તેમને આહાર માટે માછલીનું ભોજન અને માછલીનું તેલ જેવી અન્ય માછલીની પેદાશો આપવી પડે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે સૅલ્મોનઉછેરની મુખ્ય નકારાત્મક અસરો જંગલી સૅલ્મોન પર, તેમ જ તેમના આહાર માટે જે ભક્ષ્ય માછલીઓ પકડવી જરૂરી બને છે તેના પર પડે છે.[૫૫][૫૬] જે માછલીઓ આહાર શૃંખલામાં ઉપરની તરફ હોય છે તે આહાર ઊર્જાના ઓછા કાર્યક્ષમ સ્રોતો હોય છે.

માછલી અને ઝીંગાં સિવાય, સીવીડ અને આહાર લઈને ગળણીરૂપ કામ આપતી કાલવ માછલી, ક્લૅમ, મસલ અને સ્કૉલપ જેવી બેવડી છીપવાળી મૉલસ્કનો ઉછેર જેમાં કરવામાં આવે છે તેવાં કેટલાંક જળચરઉછેર સાહસો, પ્રમાણમાં હિતકારક અને પર્યાવરણનું પુનઃસ્થાપન કરનારાં હોય છે.[૧૫] આ આહાર લઈને ગળણીનું કામ આપનારા, પાણીમાંથી પ્રદૂષકો તેમ જ પોષકતત્ત્વોને ગાળી લે છે, અને એમ કરીને પાણીની ગુણવત્તા સુધારે છે.[૫૭] સીવીડ ખનિજ મૂળનાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવાં પોષક તત્ત્વોને પાણીમાંથી સીધાં જ ખેંચી લે છે,[૨૭] અને ફિલ્ટર-ફિડિંગ મૉલસ્ક ફાઈટોપ્લેંક્ટન અને ઘસાઈ ગયેલા પદાર્થો જેવા પાર્ટીક્યલેટ્સ પર નભતા હોવાથી, તેઓ તેમાંથી પોષક તત્ત્વોને ખેંચી શકે છે.[૫૮]

કેટલીક લાભદાયક જળચરઉછેર સહકારી મંડળીઓ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.[૫૯] નવી પદ્ધતિઓમાં માછલીઓના તણાવને લઘુત્તમ કરીને, પડતર દરિયાઈ જમીન પર જાળીવાળો બંધ વિસ્તાર બનાવીને, અને સંકલિત જંતુ વ્યવસ્થાપન લાગુ કરીને જૈવિક અને રાસાયણિક પ્રદૂષણનું જોખમ ઘટાડવામાં આવ્યું છે. રોગ નિયંત્રણ માટે ઍન્ટીબોયોટિક(જીવાણુનાશક)નો ઉપયોગ ઘટાડવા માટે હવે વધુ ને વધુ રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે.[૬૦]

તટીય જળચરઉછેર વ્યવસ્થાતંત્રોની વારાફરતી ફેરબદલ, પોલીકલ્ચર (બહુ-ઉછેર) અપનાવતી સવલતો, અને યોગ્ય સ્થળે બનાવાયેલાં ઉછેર-ક્ષેત્રો (ઉ.દા. કિનારાથી દૂરના મજબૂત પ્રવાહો ધરાવતા વિસ્તારો) એ પર્યાવરણ પર પડતી નકારાત્મક અસરોના વ્યવસ્થાપન માટે લઈ શકાય તેવા રસ્તાઓનાં કેટલાંક ઉદાહરણ છે.

આ પણ જોશો[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. "જળચરઉછેરની પર્યાવરણ પર અસર". મૂળ માંથી 2004-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-30.
  2. જળચરઉછેરનો વિકાસ ચાલુ છેઃ સુધારેલી વ્યવસ્થાપન તકનિકો આ પદ્ધતિની પર્યાવરણ પરની અસરો ઘટાડી શકે છે. (અદ્યતન). " સ્રોતઃ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલૉજી ફોર અ સસ્ટેનેબલ વર્લ્ડ 16.5 (2009): 20-22. ગૅલ એક્સપાન્ડેડ એકેડેમિક એએસએપી (ASAP). વેબ. 1 ઑક્ટોબર 2009. <http://find.galegroup.com/‌gtx/‌start.do?prodId=EAIM[હંમેશ માટે મૃત કડી].>.
  3. અમેરિકન હેરિટેજની જળચરઉછેરની વ્યાખ્યા
  4. અભ્યાસમાં જાણવા મળ્યું કે, વિશ્વભરમાં ખવાતી માછલીઓમાંથી અડધોઅડધ હવે ઉછેર-કેન્દ્રોમાં ઉછેરેલી હોય છે સાયન્સ ડેઈલી , સપ્ટેમ્બર 8, 2009.
  5. ઍબરિજિનિઝ(ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ) કદાચ બામ માછલીઓને ઉછેરતા હતા, ઝૂંપડીઓ બાંધતા હતા એબીસી (ABC) સાયન્સ ન્યૂઝ, 13 માર્ચ 2003.
  6. કોન્દાહ સરોવર ટકાઉક્ષમતા પ્રોજેક્ટ 18 ફેબ્રુઆરી 2010ના મેળવેલ.
  7. "History of Aquaculture". Food and Agriculture Organization, United Nations. મેળવેલ August 23, 2009.
  8. "The Harbor and Fishery Remains at Cosa, Italy, by Anna Marguerite McCann". Journal of Field Archaeology 6(4):291-311. મેળવેલ 10 September 2009.
  9. ઝિન્ગ્રાન, વી. જી., ઈન્ટ્રોડક્શન ટુ ઍક્વાકલ્ચર (જળચરઉછેરનો પરિચય). 1987, યુનાઈટેડ નેશન્સ વિકાસ કાર્યક્રમ, યુનાઈટેડ નેશન્સનું આહાર અને કૃષિ સંગઠન, નાઈજીરિયન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઓશનોગ્રાફી એન્ડ મરિન રિસર્ચ.
  10. મિલ્નેર, જેમ્સ ડબ્લ્યુ. (1874). "ધ પ્રોગ્રેસ ઓફ ફિશ-કલ્ચર ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ (યુનાઈટેડ સ્ટેટ્સમાં મત્સ્ય-ઉછેરની પ્રગતિ)". 1872 અને 1873 માટે કમિશનરનો યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓફ ફિશ એન્ડ ફિશરિઝ અહેવાલ. 535 – 544 <http://penbay.org/cof/cof_1872_1873.html>
  11. પીટર નેઉશુલ, સીવીડ ફોર વૉરઃ કૅલિફોર્નિયાનું વિશ્વ યુદ્ધ I કેલ્પ ઉદ્યોગ, ટેકનોલૉજી અને ઉછેર 30 (જુલાઈ 1989), 561-583.
  12. http://www.sciencemag.org/cgi/content/full/sci;316/5823/382
  13. Guns, Germs, and Steel. New York, New York: W.W. Norton & Company, Inc. 2005. ISBN 978-0-393-06131-4. CS1 maint: discouraged parameter (link)
  14. "એફએઓ(FAO): 'ફિશ ફાર્મિંગ ઈઝ ધ વે ફોરવર્ડ (મત્સ્ય ઉછેર એ પ્રગતિની દિશામાં એક પગલું છે).' (વિશાળ ચિત્ર) (આહાર અને કૃષિ વહીવટ-વ્યવસ્થાનો 'માછીમારીની સ્થિતિ અને જળચરઉછેર' અહેવાલ)." ધ ઈકૉલોજિસ્ટ 39.4 (2009): 8-9. ગૅલ એક્સપાન્ડેડ એકેડેમિક એએસએપી (ASAP). વેબ. 1 ઑક્ટોબર 2009. <http://find.galegroup.com/gtx/start.do?prodId=EAIM.>.
  15. ૧૫.૦ ૧૫.૧ "ધ કેસ ફોર ફિશ એન્ડ ઓઈસ્ટર ફાર્મિંગ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન," કાર્લ માર્ઝિઅલી, દક્ષિણ કૅલિફોર્નિયા યુનિવર્સિટી ટ્રોજન ફેમિલી મૅગેઝિન, મે 17, 2009.
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ ૧૬.૩ ૧૬.૪ એફએઓ (FAO) (2006) વિશ્વનાં માછીમારી-ક્ષેત્રો સ્થિતિ અને જળચરઉછેર (સોફિયા- SOPHIA) સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
  17. વાયર્ડ 12.05: ભૂરા પાણીની ક્રાંતિ
  18. washingtonpost.com: મત્સ્ય ઉછેરનું વરદાન કાંટા વિનાનું નથી
  19. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2004-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-30.
  20. વિશ્વનાં માછીમારી-ક્ષેત્રોની સ્થિતિ અને જળચરઉછેર (સોફિયા- SOFIA) 2004
  21. વોટ્સન, રેગ અને પૌલી, ડેનિયલ (2001) વિશ્વના માછીમારી-ક્ષેત્રોમાં માછલી પકડવાના વલણોમાં યોજનાબદ્ધ વિકૃતિ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન નેચર ને પત્ર, 414: 534.
  22. પિઅરસન, હેલન (2001) મૉડેલ માછલીમાં ચોખ્ખી પડતી દર્શાવતું હોવાથી ચીન પકડાઈ ગયું નેચર 414, 477. ડીઓઆઈ (doi) 10.1038/35107216
  23. હેઈલપ્રિન, જ્હોન (2001) ચીનના ખોટા અહેવાલ મહાસાગરીય માછલીઓના પકડાયેલા જથ્થામાં આવેલા નાટકીય ઘટાડાને ઢાંકી રહ્યા છે અસોસિએટેડ પ્રેસ , 29 નવેમ્બર 2001.
  24. રેવિલ, વિલિયમ (2002) આંકડાઓમાં કંઈક શંકાસ્પદ છે ધ આઈરિશ ટાઈમ્સ , 14 માર્ચ 2002
  25. તેણે પકડેલી માછલીઓના જથ્થા અંગે અતિરેકભર્યો અહેવાલ આપ્યાના દાવા સામે ચીન વાંધો નોંધાવે છે અસોસિએટેડ પ્રેસ , 17 ડિસેમ્બર 2002.
  26. એફએઓ(FAO) (2006) વિશ્વનાં માછીમારી-ક્ષેત્રોની સ્થિતિ અને જળચરઉછેર (સોફિયા- SOPHIA) સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૮ ના રોજ Archive-It, પૃ. 5.
  27. ૨૭.૦ ૨૭.૧ ચોપિન ટી, બુસ્ચમૅન એએચ, હોલિંગ સી, ટ્રોએલ એમ, કૌત્સ્કી એન, નીઓરી એ, ક્રામેર જીપી, ઝેર્તુચે-ગોન્ઝાલેઝ જેએ, યેરિશ સી અને નીફસ સી. 2001. દરિયાઈ જળચરઉછેરમાં સીવીડ(દરિયાઈ વનસ્પતિ)ને ઉપયોગમાં લેવીઃ ટકાઉપણા માટેની ચાવી. જર્નલ ઓફ સાયકોલૉજી 37: 975-986. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Chopin et al. 2001" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  28. ૨૮.૦ ૨૮.૧ ચોપિન ટી. 2006. સંકલિત બહુ-ટ્રોફિક (મલ્ટી-ટ્રોફિક) જળચરઉછેર. એ શું છે, અને તમારે શા માટે તેની ચિંતા કરવી જોઈએ... અને તેને બહુ-ઉછેર (પોલીકલ્ચર) સાથે ગૂંચવશો નહીં. નોર્થન ઍક્વાકલ્ચર, વોલ્યુમ 12, નં. 4, જુલાઈ/ઑગસ્ટ 2006, પૃ. 4.
  29. ૨૯.૦ ૨૯.૧ નીઓરી એ, ચોપિન ટી, ટ્રોએલ એમ, બુસ્ચમૅન એએચ, ક્રામેર જીપી, હોલિંગ સી, શ્પિજેલ એમ અને યારિશ સી. 2004. સંકલિત જળચરઉછેરઃ તાર્કિક આધાર, ક્રમિક વિકાસ અને આધુનિક દરિયાઈઉછેરમાં સીવીડ જૈવ-નીતરણ (બાયોફિલ્ટ્રરેશન) પર ભાર મૂકતી ઉત્તમ વ્યવસ્થા. ઍક્વાકલ્ચર 231: 361-391.
  30. McAvoy, Audrey (October 24, 2009). "Hawaii regulators approve first US tuna farm". The Associated Press. મેળવેલ April 9, 2010. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  31. વોલ્પે, જે. (2005) "ડૉલર્સ વિથાઉટ સેન્સઃ ધ બેઈટ ફોર બિગ-મની ટ્યૂના રેન્ચિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ". બાયોસાયન્સ , 55 :301–302.
  32. 2009ની તમામ બાબતોમાંથી સર્વોચ્ચ 10: ટોચની 10 વૈજ્ઞાનિક શોધોઃ 5. સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિનબ્રીડિંગ ટ્યૂના ઓન લૅન્ડ (જમીન પર ટ્યૂનાનું સંવર્ધન) સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન, ટાઈમ મૅગેઝિન, ડિસેમ્બર 8, 2009
  33. "Abalone Farming Information". મૂળ માંથી 2007-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-08.
  34. "Abalone Farming on a Boat". મેળવેલ 2007-01-27.
  35. ન્યૂ, એમ. બી.: ફાર્મિંગ ફ્રેશવૉટર પ્રૉન્સ (મીઠાપાણીના પ્રૉનનો ઉછેર) ; એફએઓ(FAO) ફિશરિઝ ટેકનિકલ પેપર 428, 2002. ISSN 0429-9345.
  36. મીઠા પાણીના ક્રસ્ટેશન માટે એફએઓ(FAO) ફિશરિઝ ગ્લોબલ ઍક્વાકલ્ચર પ્રોડ્ક્શન ડેટાબેઝ સંગ્રહિત ૨૦૦૫-૦૯-૨૭ ના રોજ વેબેક મશિનમાંથી તારવવામાં આવેલી માહિતી. સૌથી તાજેતરની માહિતી સમૂહો 2003 માટેનાં છે અને ક્યારેક તે અંદાજ પણ ધરાવે છે. જૂન 28, 2005ના મેળવેલ.
  37. Ess, Charlie. "Wild product's versatility could push price beyond $2 for Alaska dive fleet". National Fisherman. મૂળ માંથી 2009-01-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-01.
  38. ડાયમંડ, જાર્ડ. કોલાપ્સઃ હાઉ સોસાયટીઝ ચૂઝ ટુ ફેઈલ ઓર સક્સિડ. વિકિંગ પ્રેસ, 2005. પૃ. 479-485
  39. કોસ્ટા-પિઅર્સ, બી.એ., લેખક/સંપાદક. 2002. ઈકોલોજિકલ ઍક્વાકલ્ચર. બ્લેકવેલ સાયન્સ, ઑક્સફર્ડ, યુકે (UK).
  40. વેક ફોરેસ્ટ યુનિવર્સિટી બાપ્તિસ્ટ મેડિકલ સેન્ટર (2008, જુલાઈ 10). લોકપ્રિય માછલી, ટિલાપિયા, સંભવતઃ ફેટી ઍસિડનું જોખમી સંયોજન ધરાવે છે . સાયન્સડેઈલી. જુલાઈ 11, 2008ના, www.sciencedaily.comમાંથી મેળવેલ.
  41. એસ્પે, એમ., એ. લેમે, એ. પેટેઈ, અને એ. અલ-મોવાફી. 2006. શું એટલાન્ટિક સૅલ્મોન(સૅલ્મો સાલાર ) ભોજનમાં માછલીના આહાર વિના ઉછરી શકે? ઍક્વાકલ્ચર 255:255-262
  42. સ્વિસ ડબ્લ્યુડબ્લ્યુએફ(WWF) ફેક્ટશિટ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૬ ના રોજ વેબેક મશિન, પૃ. 7, શીર્ષક "ફિસ્ચે ઉન્ડ મીરેસ્ફ્રુચ્તે ઓસ ઝુચ્તેન (Fische und Meeresfrüchte aus Zuchten)"
  43. ૪૩.૦ ૪૩.૧ સીફૂડ ચોઈસિઝ અલાયન્સ (2005) ઈટ્સ ઓલ અબાઉટ સૅલ્મોન (જે છે તે બધું સૅલ્મોન વિશે છે) સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
  44. "ડૅવિડ સુઝુકી ફાઉન્ડેશનઃ ખુલ્લા-જાળીવાળા-પાંજરામાં મત્સ્ય ઉછેર". મૂળ માંથી 2016-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-30.
  45. "જળચરઉછેરનો વિકાસ ચાલુ છેઃ સુધારેલી વ્યવસ્થાપન તકનિકો આ પદ્ધતિની પર્યાવરણ પરની અસરો ઘટાડી શકે છે. (અદ્યતન)." સ્રોતઃ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલૉજી ફોર અ સસ્ટેનેબલ વર્લ્ડ 16.5 (2009): 20-22. ગૅલ એક્સપાન્ડેડ એકેડેમિક એએસએપી (ASAP). વેબ. 1 ઑક્ટોબર 2009. <http://find.galegroup.com/gtx/start.do?prodId=EAIM.>.
  46. હીરોઝ ઓફ ધ એન્વાયર્ન્મેન્ટ 2008: જુર્ગેની પ્રિમાવેરા સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન ટાઈમ નો વિશેષ અહેવાલ. સપ્ટેમ્બર 24, 2009.
  47. નિકેરસન ડીજે (1999) "ટ્રેડ-ઓફ્સ ઓફ મૅંગ્રોવ એરિયા ડેવલેપમેન્ટ ઈન ધ ફિલિપાઈન્સ (ફિલિપાઈન્સમાં ચેર વિસ્તાર વિકાસના વેપાર પર બંધી)"[હંમેશ માટે મૃત કડી] ઈકોલ.(Ecol. )ઈકોન. (Econ.) 28 (2):279-298.
  48. ગુનાવાર્ડેના1 એમ અને રોવાન જેએસ (2005) શ્રી લંકામાં ઝીંગાંના જળચરઉછેરના કારણે જોખમમાં મુકાયેલી ચેર જીવસૃષ્ટિનું આર્થિક મૂલ્યાંકન[હંમેશ માટે મૃત કડી] જર્નલ ઓફ એન્વાયર્ન્મેન્ટલ મૅનેજમેન્ટ , 36 (4)535-550.
  49. હિન્રીચ્સેન ડી (1998) કોસ્ટસ વૉટર્સ ઓફ ધ વર્લ્ડઃ ટ્રેન્ડ્સ, થ્રેટ્સ, એન્ડ સ્ટ્રેટેજિઝ આઇલેન્ડ પ્રેસ. ISBN 1-55963-383-2
  50. મિટ એન્ડ ફિશ (માંસ અને માછલી) સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન એએએએસ(AAAS) એટલાસ ઓફ પોપ્યુલેશન એન્ડ એન્વાયર્ન્મેન્ટ. 4 જાન્યુઆરી 2010ના મેળવેલ.
  51. એફએઓ(FAO): ઉછેરવામાં આવતી જળચર જાતિઓ વિશેનો માહિતી કાર્યક્રમઃ ઓનકોર્હીન્ચસ કિસુત્ચ(Oncorhynchus kisutch) (વૉલબૌમ, 1792) રોમ. 8 મે 2009ના મેળવેલ.
  52. મૅકલિઓડ, જે ગ્રિસ, એચ કૅમ્પબેલ અને ટી. હેરલેથ (2006) સુપર સૅલ્મોનઃ મત્સ્ય ઉછેરનું ઔદ્યોગિકીકરણ અને સૅલ્મોનના ઉત્પાદનમાં જીએમ(GM) ટેકનૉલોજી તરફની ઝુંબેશ[હંમેશ માટે મૃત કડી] સીસેફ(CSaFe), ચર્ચાપત્ર 5, યુનિવર્સિટી ઓફ ઓટાગો.
  53. ડેવ્લિન આરએચ, ડી'એનડ્રાડે એમ, ઉહ એમ અને બિઅગી સીએ (2004) "ઝડપી વૃદ્ધિ માટેના હોર્મોનમાં જનનિક ફેરફારો કરેલી કોહો સૅલ્મોનની વસતિની અસરોનો આધાર આહારની પ્રાપ્યતા અને પર્યાવરણના આદાન-પ્રદાનથી થયેલા જનનમિશ્રણ પર રહે છે" સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન, નેશનલ અકૅડમિ ઓફ સાયન્સિઝની કાર્યવાહી , 101 (25)9303-9308.
  54. ટાઈટેનબર્ગ ટીએચ (2006) એન્વાયર્ન્મેન્ટલ એન્ડ નેચરલ રિસોર્સ ઈકોનોમિક્સઃ અ કન્ટેમ્પરરી અપ્રોચ . પૃ. 28. પિઅર્સન/ઍડિસન વેસ્લી. ISBN 978-0-321-30504-6
  55. ક્નાપ જી, રોહેઈમ સીએ અને એન્ડરસન જેએલ (2007) ધ ગ્રેટ સૅલ્મોન રનઃ કૉમ્પિટિશન બિટવિન વાઈલ્ડ એન્ડ ફાર્મ્ડ સૅલ્મોન સંગ્રહિત ૨૦૧૩-૦૮-૦૫ ના રોજ વેબેક મશિન વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ. ISBN 0-89164-175-0
  56. વોશિંગ્ટન પોસ્ટ. અભ્યાસ કહે છે, સૅલ્મોન ઉછેર કદાચ જંગલી વસતિનો વિનાશ કરશે.
  57. OSTROUMOV S. A. (2005). "Some aspects of water filtering activity of filter-feeders". Hydrobiologia. 542: 400. મેળવેલ September 26, 2009.
  58. "Environmental impacts of shellfish aquaculture" (PDF). 2008. મેળવેલ 2009-10-08.[હંમેશ માટે મૃત કડી]
  59. "Aquaculture: Issues and Opportunities for Sustainable Production and Trade". ITCSD. July 2006.
  60. ""જળચરઉછેર પર પ્યૂઓશન્સ કમિશનનો અહેવાલ"" (PDF). મૂળ (PDF) માંથી 2005-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-30.

સંદર્ભો[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય લિંક[ફેરફાર કરો]

ઢાંચો:External links

વૈશ્વિક
પ્રાદેશિક
વિષય અનુસાર
વેબ સ્રોતો

ઢાંચો:Fishing industry topics ઢાંચો:Fisheries and fishing