મનસુખલાલ ઝવેરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મનસુખલાલ ઝવેરીગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી. તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની ૨૭ ઓગષ્ટે મહારાષ્ટ્ર રાજ્યનાં મુંબઈ ખાતે થયુ હતું.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

  • વિવેચન - પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ
  • કાવ્ય - આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
  • સંપાદન - સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન - ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’ , ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
  • અનુવાદ - સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત - આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો