લખાણ પર જાઓ

મરુદેવી

વિકિપીડિયામાંથી
મરૂદેવી
મરૂદેવી
રાજા નાભિ અને માતા મરૂદેવીની મૂર્તિ, ખજુરાહો સંગ્રહાલય, ખજુરાહો, મધ્ય પ્રદેશ.
અન્ય નામોમાતા મરૂદેવી
વ્યક્તિગત માહિતી
જીવનસાથીનાભિરાજ
બાળકોઋષભ દેવ
નાભી અને મરુદેવી, કલ્પસૂત્ર, વેલકમ કલેક્શન, લંડન

મારુદેવી પ્રથમ જૈન તીર્થંકર, ઋષભ દેવ અને રાજા નાભિની રાણીની માતા હતી. [] શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે હાલના અવસર્પિર્ણીકાળ ચક્ર દરમ્યાન મોક્ષમાં જનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતાં.

ઋષભ દેવનો જન્મ

[ફેરફાર કરો]
પાલિતાણા ખાતે માતા મરુદેવી સાથે ઋષભ દેવની મૂર્તિ
૧૯મી સદીની હસ્તપ્રતના મુખપૃષ્ઠ પર શણગાર તરીકે ૧૪ શુભ સપના

માતાના શરીરમાં ગર્ભમાં ભવિષ્યના તીર્થંકરની આત્માના અવતરણ થવાની ઉજવણી ગર્ભ કલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે. આ અવતરણના સમયે, રાણી મારુદેવીએ ચૌદ શુભ સપના (શ્વેતાંબર માન્યતા અથવા સોળ શુભ સપના (દિગંબર માન્યતા) જોયા હતા.[] દિગંબર મત અનુસાર, રાજા નાભિરાજા, જે જ્ઞાની વ્યક્તિ હતા, તેમણે સવારે રાણીને આ સપનાનું મહત્વ સમજાવ્યું હતું.[૪] શ્વેતાંબર સંપ્રદાય અનુસાર, આચાર્ય હેમચંદ્રસુરી ત્રિષષ્ઠિશાલકપુરુશચરિતમાં, ઇન્દ્ર સહિત અનેક આકાશી દેવોએ નીચે આવી રાણી મરુદેવીને આ સપનાનો અર્થ સમજાવ્યો.[]

સપના

(શ્વેતાંબર પરંપરા અનુસાર)

ઇન્દ્ર દ્વારા અર્થઘટન
1. લાંબી પૂંછડી અને વિશાળ ખભા ધરાવતો એક શક્તિશાળી સફેદ બળદ તેમનો પુત્ર ધર્મ પ્રવર્તન કરશે.
2. ચાર દાંતવાળો શક્તિશાળી સફેદ હાથી તેમનો પુત્ર સૌથી મહાન અને મોટી શક્તિનો ધારક હશે.
3. લાલ આંખવાળા, લાંબા જીભવાળો સિંહ તેમનો દીકરો નિર્ભીક સિંહ જેવો હશે.
4. કમળ પર બીરાજમાન દેવી અને તેમને હાથીઓના દ્વારા પાણીના ઘડાથી શણગારવામાં આવે છે તેનો પુત્ર આદર્શ વ્યક્તિ હશે અને લક્ષ્મી દેવી જેવી રિદ્ધિ મેળવશે.
5. દિવ્ય વૃક્ષોના ફૂલોની માળા. તેનો પુત્ર શુભ રહેશે અને તેના આદેશોનું દરેક દ્વારા પાલન કરવામાં આવશે
6. તેજોમય કળા ધરાવતો ચંદ્ર તેમના દીકરાના દર્શન આંખોને પ્રિય રહેશે.
7. એક ઝળહળતો સૂર્ય, જે રાત્રે પણ દિવસ હોવાનો ભ્રમ પેદા કરે છે તેનો પુત્ર જ્ઞાનપ્રકાશનો સર્જક બનશે અને ભ્રાંતિના અંધકારનો નાશ કરશે.
8. ધ્વજ દંડ અને ઘંટ તેમનો પુત્ર એક મહાન વંશના સ્થાપક હશે (ઇશ્વાકુ)
9. પાણીથી ભરેલો અને કમળથી ઢંકાયેલું સોનેરી ઘડો તેનો પુત્ર બધી અલૌકિક શક્તિઓથી ભરેલો હશે.
10. કમળથી ભરેલું તળાવ તેનો પુત્ર અસ્થાયી સુખના સાંસારિક જીવનમાં ફસાયેલા દરેકની પીડા દૂર કરી દેશે
11. દૂધનો સમુદ્ર તેનો પુત્ર સુલભ તેમજ અપ્રાપ્ય હશે
12. દેવોનો મહેલ કે દેવ વિમાન દેવલોકના વાસીઓ પણ તેમને પૂજશે
13. આકાશમાં તારાઓ જેવા કિંમતી ઝવેરાતોનો સંગ્રહ તેમના પુત્રમાં રત્નસમાન સદ્‌ગુણોનો ભંડાર હશે
14. તેના મોંમાં પ્રવેશ કરતી એક ધુમાડારહિત અગ્નિ, જે બ્રહ્માંડમાં તમામ વસ્તુઓની તેજસ્વીતા દર્શાવે છે તેનો પુત્ર અન્ય તમામ દિવ્ય આત્માઓ ચમકને ગ્રહણ કરશે

દિગંબર સંપ્રદાય દ્વારા માનવામાં આવતા ૧૬ સપનાનું અર્થઘટન નીચે મુજબ છેઃ -

સપના

(દિગંબર પરંપરાઓ અનુસાર)

નબીરાજા દ્વારા અર્થઘટન (તેઓ ઋષભનાથનો ઉલ્લેખ કરે છે)
1. એક સફેદ શકિતશાળી હાથી, જેનો અવાજ વીજળીના કડાકા જેવો હતો અને તેની સૂંઢ ભીની હતી. તે દેવો દ્વારા પૂજવામાં આવશે, તે દેવોનો દેવ બનશે.
2. કમળની પાંખડીઓ કરતાં સફેદ અને સુંદર સ્વરૂપ ધરાવતો એક ભવ્ય બળદ. આ સ્વપ્ન એક મહાન ધાર્મિક ગુરુના જન્મની આગાહી કરે છે જે જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે.
3. અપાર શક્તિ અને વિશાળ કેશાવળી ધરાવતો એક વિકરાળ, સફેદ સિંહ. સિંહની જેમ શક્તિશાળી હોઈ તે બધા દુશ્મનોને હરાવશે.
4. બે મોટા રક્ષક હાથીઓ દ્વારા દેવી લક્ષ્મીનો સુવર્ણના ઘડામાંથી પાણી સાથે અભિષેક. તે ત્રણેય જગતમાં સર્વોચ્ચ વ્યક્તિ હશે અને દેવો મેરુ પર્વત પર તેમનું અભિષેક કરશે.
5. સુગંધિત ફૂલોની બે માળાઓ, જેના પર કાળી મધમાખીઓ ફરતી હતી, તે સુગંધથી મોહિત હતી. તે સાચા ધર્મનો સ્થાપક હશે જેની સુગંધ ચારે તરફ ફેલાઈ જશે.
6. તારાઓથી ઘેરાયેલો પૂર્ણ ચંદ્ર. તે તમામ જીવોમાં શાંતિ અને સુખ લાવશે.
7. અન્ય તમામ પ્રકાશની ચમકને ઝાંખી કરતો પૂર્વમાં ઉગતો તેજસ્વી સૂર્ય. તે અજ્ઞાનના અંધકારને દૂર કરશે
8. કમળોથી ભરેલા પાણીના સુંદર તળાવમાં બે માછલીઓ ભવ્ય રીતે રમતી જોવા મળી હતી. તે તમામ સજીવો માટે શુભ પરિણામો લાવશે.
9. તેણે કમળથી ઢાંકેલા બે સોનાના ઘડા જોયા. તેની પાસે ઉત્તમ ધ્યાન સહિત શ્રેષ્ઠ ગુણોના ખજાનો હશે.
10. કમળનાં પીળા પાંદડાઓના અવશેષોને કારણે સોનાની જેમ ચમકતા પાણીથી ભરેલું લાગતું એક તેજસ્વી તળાવ. તેનું સૌથી શુભ સ્વરૂપ અને શરીર હશે.
11. એક સમુદ્ર જેના વિશાળ મોજાઓ નાના સફેદ ધારામાં તૂટી રહ્યા હતા. તે શ્રેષ્ઠ નવ સિદ્ધિઓ (નવાબ્દી અને સર્વજ્ઞાન) પ્રાપ્ત કરશે.
12. તેજસ્વી હીરા અને માણિક્ય સાથે એક ખૂબ જ મોટું, તેજસ્વી, સોનેરી સિંહાસન જોયું. તે વિશ્વ શિક્ષક બનશે.
13. દેવતાઓના રત્નજડીત સ્વર્ગીય વિમાનનું દૃશ્ય હતું જે સવારના સૂર્યની જેમ ચમકતું હતું. તે આ પૃથ્વી પર જન્મ લેવા માટે સ્વર્ગમાંથી નીચે ઉતરશે.
14. નાગકુમાર કુળના દેવોના સ્વામી નાગેન્દ્ર નો મહેલ. તે દૂરદર્શિતા સાથે જન્મ લેશે.
15. ઝગમગતા રત્નોનો એક મોટો ઢગલો જેની ચમક આકાશને પ્રકાશિત કરતી હતી. તે સાચો વિશ્વાસ, સાચુ જ્ઞાન અને યોગ્ય આચરણનું મૂર્ત સ્વરૂપ હશે.
16. છેલ્લું સ્વપ્ન ધુમાડારહિત જ્યોત સાથે ઝળહળતી, તેજસ્વી આગનું દૃશ્ય હતું. તે પોતાના આત્મા સાથે સંકળાયેલા સમગ્ર કર્મોને શુદ્ધ ધ્યાનની અગ્નિથી સળગાવી દેશે.

આ સોળ સપના પછી તેણે એક વિશાળ, સુંદર આખલો તેના ખુલ્લા મોંમાં પ્રવેશતો જોયો, જે તેના ગર્ભાશયમાં એક પવિત્ર અને અસાધારણ આત્માનો પ્રવેશ દર્શાવે છે.[૫][]

હાથી પર બેઠેલી મરુદેવીની મૂર્તિ, જ્યારે તેણીએ સર્વજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યો

સર્વજ્ઞાન અને મોક્ષ

[ફેરફાર કરો]

શ્વેતાંબર પરંપરા અનુસાર, મરુદેવીએ હાથી પર બેસીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. શ્વેતાંબર સિદ્ધાંત અનુસાર, મરુદેવી પોતાના પુત્ર ઋષભદેવથી વિખૂટા પડવાની પીડામાં સતત રડતી હોવાથી તેમની દ્રષ્ટિ નબળી પડી ગઈ હતી. એક દિવસ ભરત તેમની દાદી મરુદેવીને મળવા આવ્યા અને પછી તેમને ખબર પડી કે ઋષભદેવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સમાચાર સાંભળીને ભરતે મરુદેવીને કહ્યું, "હે મારી દાદી, હું તમને તમારા પુત્ર ઋષભાનું ગૌરવ બતાવીશ". ત્યારબાદ ભરત મારુદેવીને હાથી પર બેસાડી અને તેમની સાથે પુરીમતાલ શહેરમાં ગયા, જ્યાં દેવતાઓ દ્વારા ઋષભ દેવના સમવસરણ સ્થાપના કરવામાં આવી હતી. ભરતે ઋષભાના વૈભવ અને કેવી રીતે તેમની સેવામાં દેવતાઓ હાજર હતા તેનું વર્ણન કરવાનું શરૂ કર્યું. પોતાના પુત્રની ભવ્યતા સાંભળ્યા પછી, મરુદેવીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા જેથી તેમની નબળી દ્રષ્ટિ સાજી થઈ અને તેમણે પોતાના પુત્રને લાખો દેવતાઓ સાથે સમવસરણની અંદર સિંહાસન પર બેઠેલા જોયા. તે જ સમયે, તેમણે જોયું કે આટલી ભવ્ય ભવ્યતા હોવા છતાં, તેમનો પુત્રને આ બધી ભૌતિકવાદી બાબતોમાં રસ નહોતો ધરાવતો અને તેમણે પોતાની માતા મરુદેવી પ્રત્યે કોઈ લગાવ પણ દર્શાવ્યો ન હતો. આ જોયા પછી, તેમને આત્મ-સાક્ષાત્કાર થયો, તેમણે તેમના તમામ કર્મોનો નાશ કર્યો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગલી જ ક્ષણે, જ્યારે તેઓ હાથી પર બેઠા હતા ત્યારે તેમણે એક સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો. અંતિમ વિધિ કરવા માટે દેવતાઓએ તેમના શરીરને દૂધના સમુદ્રમાં વિસર્જિત કર્યું. શ્વેતાંબર સિદ્ધાંત કહે છે કે આ અવસર્પિણી કાળમાં મોક્ષ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ મરુદેવી હતા.[]

સાહિત્યમાં

[ફેરફાર કરો]

હિંદુ ગ્રંથ ભાગવત પુરાણ માં મરુદેવીનો ઉલ્લેખ ઋષભનાથની માતા તરીકે કરવામાં આવ્યો છે.[૮][]

શ્રી સમવસરણ શ્વેતાંબર મહા મંદિર, આગશી, પાલઘર, મહારાષ્ટ્ર ખાતે રાણી મરુદેવીની મૂર્તિ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Jain 2008.
  2. ૨.૦ ૨.૧ www.wisdomlib.org (2017-09-19). "Part 3: The birth of Ṛṣabha (the thirteenth incarnation)". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2024-10-01.
  3. Jain 2015.
  4. Hemchandrasuri, Acharya. "Jain Saga Part 01 - Brief History of Jainism Trishashti Shalaka Purush Charitra".
  5. Doniger 1993.

સ્ત્રોતો

[ફેરફાર કરો]