મરોલી (જલાલપોર)

વિકિપીડિયામાંથી
(મરોલી(જલાલપોર) થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મરોલી
—  ગામ  —
મરોલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°56′55″N 72°53′50″E / 20.948685°N 72.89733°E / 20.948685; 72.89733
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો જલાલપોર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

મરોલી (જલાલપોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ગામ છે. મરોલી ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, માધ્યમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

મીઠુબેન પેટીટ નામના સ્વાતંત્ય સેનાનીએ અહીં કસ્તુરબા વનાત શાળા નામે એક આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમમાં આદિવાસી, હરિજન અને માછીમારોના પરિવારજનોને કાંતણ, પીંજણ, વણાટ, દુગ્ધ વ્યવસાય, ચામડાનો વ્યવસાય શીખવવામાં આવતો અને મહિલાઓને સ્વરોજગાર અર્થે માટે સીવણનો ડિપ્લોમા કાર્યક્રમ ચલાવવામાં આવતો.[૧] આજ નામે તેમણે માનસિક રોગીઓ માટે એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી.[૨]

ભૂગોળ[ફેરફાર કરો]

મરોલી મુંબઇ-અમદાવાદ રેલ્વે માર્ગ ઉપર નવસારી અને સુરતની વચ્ચે આવતું રેલ્વે સ્ટેશન છે. વળી મરોલી રાજ્ય માર્ગ દ્વારા પણ નવસારી, સુરત, ઉભરાટ તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા વેસ્મા સાથે જોડાયેલું હોવાથી અહીં વાહનવ્યવહારની સગવડ સારી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Trustees". Kasturbasevashram.org. મૂળ માંથી 2018-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
  2. "Kasturba Sevashram". kasturbasevashram.org. મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.