મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ
Appearance
(મહાકાલેશ્વર થી અહીં વાળેલું)
મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે.[૧] આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે મહાકાળેશ્વર મહાદેવની અત્યંત પુણ્યદાયી મહત્તા રહેલી છે. આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે. મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જયિની નગરનું વર્ણન કરતી વેળા આ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "જય મહાકાળેશ્વર" (હિન્દીમાં). અમર ઉજાલા. મૂળ માંથી 2004-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૦૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મહાકાળેશ્વર મંદિરની અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન
- અમર ઉજાલા સંગ્રહિત ૨૦૦૪-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન પર મહાકાળેશ્વર.