મહાકાળી મંદિર, પાવાગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાવાગઢ પર્વત

પાવાગઢ એક પર્વતીય પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. મહાકાળી મા ના મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ મા ના દર્શને આવે છે. અહીંની ગામથી રીતભાત અને ભાતિગળ સંસ્કૃતિનો લોક વારસો આવેલો છે. અહીંનો ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર UNESCO ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.

મંદિર સુધી પહોંચવાની રીત[ફેરફાર કરો]

પાવગઢ બસ સ્ટેશન

પાવાગઢ વડોદરા થી ૪૬ કિમિ ના અંતરે આવેલ છે . વડોદરા થી બસ અથવા પોતાના વાહન થી તમે પાવાગઢ પહોંચી શકો છો . મહાકાળી મંદિર જવા માટે પાવાગઢ ની તળેટી માં થી માંચી સુધી જવું પડે .તેના માટે પણ ખાનગી અને સરકારી બસ GSRTC ની સુવિધા ઉપલબ્ધ છે.

પર્વતારોહણ રીત[ફેરફાર કરો]

Pavagadh 006.jpg

ત્યાં માંચી ની તળેથી થી પગપાળા જવા નો રસ્તો અને ઉડનખટોલા ની સગવડ આવેલી છે . ઉડનખટોલા આ ૬ મિનિટ માં પર્વત સુધી પહોંચી જવાય છે. ત્યાં થી ૩ કિમિ જેટલો રસ્તો ચાલી ને જવા નો છે મંદિર સુધી .

પર્વત વિષે[ફેરફાર કરો]

મહાકાળી મંદિર
  • ઊંચાઈ (તળેટી થી ) : ૭૬૨ મી (૨૫૦૦ ફીટ) (માંચી થી): ૮૨૨ મી
  • ઉડનખટોલા સમય: સવારે ૬ થી સાંજે ૬:૪૫

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • પાવાગઢ જૈન મંદિર: પાવાગઢ પર્વત પર દુધિયા તળાવની નજીક આ મંદિર આવેલું છે. આશરે ૧૪ થી ૧૫ મી સદી માં બાંધવા માં આવેલ છે.
  • પતાય રાવલનો મહેલ: માંચી પાસે રાવલ મહેલ આવેલો છે જે ચાંપાનેર ના હેરિટેજ સ્થાપત્યો માં સ્થાન પામેલ છે .
  • તેલિયું તળાવ અને દુધિયું તળાવ: પાવાગઢ પર્વત પર ચડતા વચ્ચે આ તળાવો આવેલા છે .
  • ધાબા ડુંગરી શિવ મંદિર: આ શિવ મંદિર હાલોલ થી પાવાગઢ જવાના રસ્તે આવેલ છે.જે મહર્ષિ વિશ્વામિત્ર ની તપોભૂમિ તરીકે પણ જાણીતી છે.
  • વિરાસત વન
  • વડ તળાવ અને કબૂતર ખાન: પાવાગઢની તળેટી માં આવેલા છે.

પર્યટક રહેવાની સગવડ[ફેરફાર કરો]

પાવાગઢ ની તળેટી માં લાયક હોટેલ અને ગેસ્ટ હોઉસ આવેલા છે . માંચી પાર પણ ચાંપાનેર હોટેલ -ગુજરાત ટોઉંરીઝમ ની આવેલી છે .

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]