મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ
મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ એ ભારતના ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું એક જાહેર વિશ્વવિદ્યાલય છે. ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૧ના દિવસે કાશી વિદ્યાપીઠ તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને બાદમાં તેનું નામ બદલીને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારની રાજ્ય વિધાનસભા હેઠળ આ સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે. તેને ૧૯૭૪ના ઉત્તર પ્રદેશ રાજ્ય યુનિવર્સિટી (સુધારા અધિનિયમ, ૨૦૦૮) (૨૦૦૯નો અધિનિયમ નંબર ૬), હેઠળ ૨૦૦૯માં માનદ યુનિવર્સિટી અને રાજ્ય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો. આ યુનિવર્સિટી છ જિલ્લાઓમાં ફેલાયેલી ૪૦૦થી વધુ સંલગ્ન કૉલેજો ધરાવે છે. તે ઉત્તર પ્રદેશની સૌથી મોટી રાજ્ય યુનિવર્સિટીઓમાંની એક છે, જેમાં ગ્રામીણ અને શહેરી એમ બંને રીતે હજારો વિદ્યાર્થીઓ અભાસ કરે છે. તે કળા, વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિ વિજ્ઞાન, કાયદો, કમ્પ્યુટિંગ અને વ્યવસ્થાપનમાં વ્યાવસાયિક અને શૈક્ષણિક અભ્યાસક્રમોની શ્રેણી પ્રદાન કરે છે.
સ્થાપના
[ફેરફાર કરો]બાબુ શિવ પ્રસાદ ગુપ્તા અને ભગવાન દાસે ૧૦ ફેબ્રુઆરી ૧૯૨૧ના દિવસે સ્વતંત્રતા સંગ્રામની અસહકાર ચળવળ દરમિયાન વારાણસીમાં એક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. મૂળરૂપે તેને કાશી વિદ્યાપીઠ નામ આપવામાં આવ્યું હતું, તેનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ કર્યું હતું.૧૯૯૫માં આ વિશ્વવિદ્યાલયનું નામ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ રાખવામાં આવ્યું.[૧]
કાશી વિદ્યાપીઠ ભારતીય રાષ્ટ્રય સ્વતંત્રતા સંગ્રામનું કાર્ય ક્ષેત્ર અને સમાજવાદીઓના તીર્થસ્થળ સમાન હતી.[૨]
પૂર્વ વિદ્યાર્થીઓ
[ફેરફાર કરો]આ સંથાના પૂર્વ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:
- નાહીદ આબિદી,[૩] વિદ્વાન અને લેખક
- રામકૃષ્ણ હેગડે, કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી
- બી. વી. કેસકર,[૪] ભારતના પૂર્વ કેન્દ્રીય મંત્રી.
- કાલરાજ મિશ્રા,[૫] રાજસ્થાનના પૂર્વે રાજ્યપાલ
- રાજારામ, બી એસ પીના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ
- અનંત મારલ શાસ્ત્રી, સ્વતંત્રતા સેનાની, લેખક અને વિદ્વાન.
- ભોલા પાસવાન શાસ્ત્રી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી
- લાલ બહાદુર શાસ્ત્રી, ભારતના પૂર્વ વડાપ્રધાનત્રિભુવન
- ત્રિભુવન નારાયણ સિંહ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી
- કમલાપતિ ત્રિપાઠી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી
- નિવાન સેન, ભારતીય અભિનેતા અને નિર્માતા
- ગોપી સોનકર, ભારતીય હોકી ખેલાડી[૬]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "MGKVP-Welcome to M.G. Kashi Vidyapith, Varanasi". મૂળ માંથી 10 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2011.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Mahatma Gandhi Kashi Vidyapith, Varanasi". www.mgkvp.ac.in. મૂળ માંથી 8 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-07.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Elets Online". Elets Online. 2014. મેળવેલ 1 October 2014.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Second Lok Sabha – Members' Bioprofile: BV Keskar". મેળવેલ 30 October 2014.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Lok Sabha Members Bioprofile: Kalraj Mishra". 164.100.47.194. Lok Sabha.
- ↑ "वाराणसीः लॉकडाउन में फल और सब्जी बेच रहे हैं राष्ट्रीय स्तर के खिलाड़ी". Navbharat Times (હિન્દીમાં). મેળવેલ 2021-12-25.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)