મહાત્મા ગાંધી સેતુ (બિહાર)

વિકિપીડિયામાંથી
મહાત્મા ગાંધી સેતુ

મહાત્મા ગાંધી સેતુ (બિહાર) પટના અને હાજીપુર શહેરોને જોડતો સેતુ છે, જે ગંગા નદી પર ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવવામાં આવેલો છે. આ પુલ જગતમાં એક જ નદી પર બનાવવામાં આવ્યો હોય, એવો સૌથી વધુ લંબાઇ ધરાવતો સડક માર્ગ પરનો પુલ છે. [૧] આ પુલની લંબાઇ ૫,૫૭૫ મીટર જેટલી છે. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં મે મહિનામાં એ સમયના ભારત દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ પુલનું ઉદઘાટન કર્યું હતું. આ પુલના નિર્માણનું કાર્ય ગૈમોન ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું.[૨] અત્યારે આ સેતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૯નો ભાગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-20.
  2. ગૅમન ઈન્ડીયા લિમિટેડ