મહાબળેશ્વર
મહાબળેશ્વર | |||||
— શહેર — | |||||
| |||||
અક્ષાંશ-રેખાંશ | 17°55′18″N 73°39′20″E / 17.92172°N 73.6556°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | મહારાષ્ટ્ર | ||||
જિલ્લો | સાતારા | ||||
વસ્તી • ગીચતા |
૧૨,૭૩૬ (૨૦૦૧) • 85/km2 (220/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | મરાઠી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
150 square kilometres (58 sq mi) • 1,438 metres (4,718 ft) | ||||
કોડ
| |||||
વેબસાઇટ | www.mahabaleshwar.in |
મહાબળેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લામાં આવેલું ખુબ જ રળિયામણું શહેર છે. મહાબળેશ્વર પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી સહ્યાદ્રિ પર્વતમાળા માં આવેલું ગિરિમથક છે. જગતના બારેમાસ લીલાછમ રહેતા અત્યંત થોડા જંગલો પૈકીનું એક સ્થળ મહાબળેશ્વર, બ્રિટિશ રાજના સમયમાં મુંબઇ પ્રાંતનું ઉનાળા દરમ્યાન વહીવટી મથક તરીકે સેવા આપતું હતું.
મહાબળેશ્વરપુનાથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૧૨૦ કિલોમીટર અને મુંબઇથી ૨૮૫ કિલોમીટરના અંતરે આવેલું છે. મહાબળેશ્વર આશરે ૧૫૦ વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં આવેલું છે, જેની આસપાસ નયનરમ્ય ખીણો આવેલી છે. અહીં આવેલી વિલ્સન હીલ (સનરાઇઝ પોઇન્ટ) ૧૪૩૮ મીટર (૪૭૧૦ ફૂટ), દરિયાઇ સપાટીથી ઉંચાઇ પર આવેલું છે, જે મહાબળેશ્વરનું મહત્તમ ઉંચાઇ ધરાવતું સ્થળ છે, આથી અહીં ફરવા આવતા પ્રવાસીઓ સુર્યોદય નિહાળવા આવે છે.
નવો ધોરીમાર્ગ તૈયાર થયા બાદ મુંબઇથી અહીં માત્ર ૪ થી ૫ કલાકમાં પહોંચી શકાય છે.
ભૂગોળ અને આબોહવા[ફેરફાર કરો]
મહાબળેશ્વર૧૭.૯૨° N ૭૩.૬૭° E.[૧] આક્ષાંસ રેખાંશ પર સ્થિત છે. સમુદ્ર સપાટીથી આની સરાસરી ઊંચાઈ ૧૩૫૩ મી છે. આ શહેર ચારે તરફ ખીણોથી ઘેરાયેલું છે.
મહાબળેશ્વર ત્રણ ગામડાઓનું બનેલું છે: માલ્કમ પેઠ, પ્રાચીન "ક્ષેત્ર" મહાબળેશ્વર અને શિંડોલા ગામનો અમુક ભાગ.
મહાબળેશ્વર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. નદીનું મૂળ પ્રાચીન મહાબળેશ્વરમાં આવેલ એક શિવ મંદિરના ગાયની મૂર્તિના મુખમાંથી નીકળતો ઝરો મનાય છે. એક પુરાણ કથા અનુસાર કૃષ્ણા નદી સ્વયં ત્રિમૂર્તિમાંના વિષ્ણુ છે જેમને સાવિત્રીનો શાપ મળ્યો હતો. એમ પણ મનાય છે કે આ નદીની ઉપનદીઓ બેન્ના અને કોયના એ શિવ અને બ્રહ્મા સ્વયં છે. રસપ્રદ વાત ઓ એ છે કે ગૌમુખમાંથી કૃષ્ણા સિવાય અન્ય ચાર નદીઓ વહે છે કે જે અમુક અંતર ચાલ્યા પછી કૃષ્ણા નદીમાં ભળી જાય છે. આ નદીઓ કોયના, વેન્ના (વેની), સાવિત્રી અને ગાયત્રી છે.
પ્રવાસ[ફેરફાર કરો]
આજે, મહાબળેશ્વર[૨] એક જાણીતું હવાખાવાનું, હનીમૂન માટેનું સ્થળ અને યાત્રા ધામ છે. અહીં મહાબળેશ્વરનું મંદિર આવેલું છે. ઘણા પ્રવાસીઓ પાસે આવેલ પંચગિનીની મુલાકાત લે છે. હાઈ-વેના બાંધકામ પછી હવે મુંબઈથી મહાબળેશ્વર માત્ર પાંચ કલાકનો પ્રવાસ કરી પહોંચી શકાય છે. સ્ટ્રોબેરી અને મધના ઉત્પદન માટે પણ જાણીતું છે. અહીં પ્રવાસીઓ સ્ટ્રોબેરી ફાર્મની મુલાકાત લઈ તાજી સ્ટ્રોબેરીની મજા માણી શકે છે. એમ કહે છે કે મહાબળેશ્વરની આબોહવા સ્ટ્રોઇબેરી અને મલબરીના પાકને એકદમ અનુકુળ આવે છે.
વેન્ના તળાવ એ મહાબળેશ્વરનું સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. આ તળાવ વૃક્ષોથી ઘેરાયેલું છે. શિયાળામાં મોડી સાંજના ધુમ્મસમાં નૌકા વિહાર કરવાનો એક અનેરો લાહવો મનાય છે. નૌકાવિહાર સાથે તળાવના કિનારે ઘોડેસવારેનો આનંદ પણ માણી શકાય છે.તળાવ્ઝની આસપાસ ખાદ્ય પદાર્થની ઘણી રેંકડીઓ છે. મહાબળેશ્વરના એસ ટી ષ્ટેંડ અને માર્કેટથી આ તળાવ બે કિમી દૂર છે. અહીં સુધી ચાલતા જવામાં આનંદ આવે છે. મોટા ભાગના પ્રયટન આયોજકો વેન્ના તળાવને પોતાના પર્યટનમં જરૂર શામેલ કરે છે. મોટાભાગની બસો, નિજી વાહનો મહાબળેશ્વર જતા જતા વેન્ના તળાવમાં રોકાય છે.
એક અન્ય સૌંદર્ય સભર સ્થળ પંચગિની અહીંથી ૨૦ કિમી દૂર આવેલું છે. મોટાભાગના પ્રવાસીઓ આ બંને સ્થળો સાથે ફરે છે. પંચગિની પર આવેલ ટેબલ લેન્ડ તરીકે ઓળખાતી ભૌગોલિક સંરચના અદ્ભૂત છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
મહાબળેશ્વરનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ૧૨૧૫માં થયેલો મળી આવે છે જ્યારે રાજા દેવગિરીના રાજા સિંહનએ જુના મહાબળેશ્વરની મુલાકાત લીધી. તેમણે એક નાનકડું મંદિર અને કૃષ્ણાના મુખ આગળ એક ટાંકો બનાવડાવ્યો. ૧૩૫૦માં બ્રાહ્મણ વંશે આ ક્ષેત્ર પર આક્રમણ કર્યું. ૧૬મી સદીની મધ્યમાં ચંદારાવ મોરેના કુટુંબે બ્રાહ્મણ વંશને હરાવી અને જાવળી અને મહાબળેશ્વર ક્ષેત્ર પર પોતાની સત્તા જમાવી. આ સમય દરમ્યાન જુના મહાબળેશ્વરના મંદિરનું પુનઃ બાંધકામ કરવામાં આવ્યું.
૧૭મી સદીમાં શિવાજીએ જાવળી અને મહાબળેશ્વર જીત્યું અને ૧૬૫૬માં પ્રતાપગઢનું સમારકામ કરાવડાવ્યું.
૧૮૧૯માં આ ટેકરીઓને અંગ્રેજોએ સાતારાના રાજા હેઠળ આણી. ૧૮૨૪માં કોલોનેલ લોડવીકે સેનાના સિપાહીઓ અને ભારતીય માર્ગદર્શકની મદદથી પર્વતની સપાટી પર ચડાઈ કરી શિખર સર કર્યું. તે જગ્યા આજે લોડવીક પોઈન્ટ તરીકે ઓળ ખાય છે.
૧૮૨૮ માં, સર જ્હોન માલ્કમ અને ત્યારબાદ તેમના અનુગામીઓ સર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીસ્ટન, આર્થર માલેટ (આર્થર પોઈન્ટ વાળા), કર્નાક ફ્રેરી અને ઘણાં અન્ય અહીંના નિયમીત મુલાકાતીઓ બની ગયાં.
આજના દિવસનું મહાબળેશ્વર ૧૮૨૯-૩૦માં આકાર પામ્યું. પ્રાચીન દસ્તાવેજમાં આને માલ્કમ પેઠ કહે છે પણ તે મહાબળેશ્વર તરીકે પ્રચલિત છે.
સઑવર પોઈન્ટસ્, વર્ષભર વહેતાં ઝરણાં, વહેળા, ધોધ, અહીંનું વાતાવરણ આદિને કારણ અનેક અંગ્રેજો સહીત ઘણાં અન્ય લોકો અહીં મધઆખી ફૂલો તરફ ખેંચાય તેમ ખેંચાઈ આવ્યાં. ૧૯મી સદીના અંત સુધી તો આ એક વિશ્વનું એક જાણીતું પર્વતીય સ્થળ બની ગયું.
મહારાષ્ટ્રના ગવર્નરનું ઉનાળુ નિવાસ (રાજ ભવન) અહીં આવેલું છે.
"બેબીંગટન હાઉસ", નામની એક બંગલી વસાહતી કાળની એક વિલા સૌથી જાજરમાન મનાય છે. શરૂઆતમાં આના પર દુભાષ કુટુંબનો કબજો હતો. દુભાષ કુટુંબે ૧૯૭૦માં આને રાહેજાઓને વેચી દીધી.
વસ્તી[ફેરફાર કરો]
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ મહાબળેશ્વરની વસ્તી ૧૨,૭૩૬ હતી. પુરુષ:સ્ત્રી પ્રમાણ ૫૫%:૪૫% છે. અહીંની સરાસરી સક્ષરતા ૭૮% છે. ૮૪% પુરુષો અને ૭૧% સ્ત્રીઓ સાક્ષર છે. ૧૧% વસતિ છ વર્ષથી ઓછી ઉંમરની છે.
મહાબળેશ્વર સ્થાન[ફેરફાર કરો]
- મુંબઈ - ૨૫૨ કિમી (વાયા પુના);અને ૨૨૫ કિમી; વાયા પનવેલ-પેણ-મહાડ-પોલાદપુર (લગભગ ૬ કલાક)
- પુના - ૧૨૦ કિમી (૩ કલાક)
- સાંગલી - ૧૬૫ કિમી (૩.૫ કલાક)
- સાતારા - ૫૫ કિમી (૧.૫ કલાક)
- બેંગલોર - ૭૮૨ કિમી (૧૨ કલાક)
મુંબઈથી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની કે ખાનગી કંપનીઓની બસો દ્વારા મુંબઈ, પુના, સાંગલી અને સાતારાથી મહાબળેશ્વર પહોંચી શકાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૪ મહાબળેશ્વરની સૌથી નજીકનો માર્ગ છે.
નજીકના રેલ્વે સ્ટેશન[ફેરફાર કરો]
- સાતારા - ૫૮ કિમી
- વીર (કોંકણ રેલ્વે) - ૭૦ કિમી
- પુના - ૧૨૦ કિમી
- મીરજ રેલ્વે જંકશન - ૧૬૯ કિમી
- સાંગલી - ૧૬૫ કિમી
મહાબળેશ્વર પહોંચવા આ સ્ટેશનથી ટેક્સીઓ અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે.
નજીકના હવાઈ મથક[ફેરફાર કરો]
- પુના - ૧૨૦ કિમી
- મંબઈ - ૨૬૦ કિમી
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
- મહાબળેશ્વરનું મંદિર
- વિલ્સન હીલ
- ઇકો પોઇન્ટ
- પંચગીની
- પ્રતાપગઢનો કિલ્લો
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કોમન્સ પર Mahabaleshwar સંબંધિત માધ્યમો છે. |
- મહારાષ્ટ્ર પ્રવાસન પર મહાબળેશ્વર સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Falling Rain Genomics, Inc - Mahabaleshwar".
- ↑ "મહાબળેશ્વર". મૂળ માંથી 2008-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-28.