મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ

વિકિપીડિયામાંથી

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે. આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ વિવિધ કલાના ઉત્તમ નમુના સંગ્રહિત કરવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમને જાહેર જનતા નજીવા શુલ્કની ચુકવણી કરી જોઇ શકે છે.