મહાવીર સ્વામી

વિકિપીડિયામાંથી
(મહાવીર થી અહીં વાળેલું)
મહાવીર સ્વામી
૨૪મા જૈન તીર્થંકર
મહાવીર
કમળ મુદ્રામાં બેઠેલા મહાવીર સ્વામીની મૂર્તિ, રાજસ્થાન, ભારત.
અન્ય નામોવીર, અતિવીર, વર્ધમાન, સન્મતિનાયક, શ્રમણ, નિગ્રંથ[૧][૨][૩][૪]
ધર્મજૈન ધર્મ
પુરોગામીપાર્શ્વનાથ
પ્રતીકસિંહ[૫]
ઉંમર૭૨ વર્ષ
વૃક્ષશાલ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવc. 540 BCE (ઐતિહાસિક)[૬][૭]
c. 599 BCE (પરંપરાગત)[૬]
કુંડલગ્રામ, વૈશાલી, (હાલમાં, વૈશાલી જિલ્લો, બિહાર, ભારત)
દેહત્યાગc. 468 BCE (ઐતિહાસિક)[૬][૭]
c. 527 BCE (પરંપરાગત)[૬]
માતા-પિતા
  • સિદ્ધાર્થ (પિતા)
  • ત્રિશલા (માતા)
સહોદર
  • નંદીવર્ધન
* સુદર્શન[૮]
કાંગડા કિલ્લાની ટોચ પર આવેલા મંદિરની મહાવીર સ્વામી ની મૂર્તિ, જેને મહાવીરની મૂળ પ્રતિમા માનવામાં આવે છે.

મહાવીર સ્વામી અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દરમિયાન થઈ ગયાં.[૯] વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર હતાં. તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે.

જન્મ[ફેરફાર કરો]

કલ્પસૂત્રમાં દર્શાવાયેલ રાની ત્રિશલા અને તેમના ૧૪ સ્વપ્નો

રાજકુમાર વર્ધમાનનો જન્મ[ફેરફાર કરો]

મહાવીર સ્વામીનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.[૧૦] આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.

જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે.

શરૂઆતનો કાળ[ફેરફાર કરો]

રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં.

આધ્યાત્મિક શોધ[ફેરફાર કરો]

મહાવીરના સમયનું ભારત

ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.

સંયમી જીવન[ફેરફાર કરો]

કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.

[૧૧]

સંયમી સાધુ મહાવીરે એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં; ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં, અને પોતાના ખોબામાં જ આહાર વહોરીને ખાતા. બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી, તેની જરા પણ શાતા સારવાર ન કરી. માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં.

— કલ્પસૂત્ર ૧૧૭

પાછલા વર્ષો[ફેરફાર કરો]

પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં, વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં, જીવનના કોણ પણ સ્તર પરથી તેઓ દેશના સાંભળવા આવેલા માણસોને મળતાં. એક સમયે મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.

૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો.[૧૨]

પૂર્વ જન્મો[ફેરફાર કરો]

ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ કર્મ પામે છે. તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૬ ભવોનું વર્ણન આવે છે.[૧૩] તે આ પ્રમાણે છે:[૧૪]


  1. નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનો ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
  2. દેવ - પ્રથમ સુધર્મ દેવલોક
  3. મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
  4. દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
  5. કૌશિક– બ્રાહ્મણ
  6. પુષ્યમિત્ર– બ્રાહ્મણ
  7. દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
  8. અગ્નિદ્યોત – બ્રાહ્મણ
  9. દેવ બીજું ઈશન દેવલોક
  10. અગ્નિભૂતિ – બ્રાહ્મણ
  11. દેવ- ત્રીજું સુધર્મ
  12. ભારદ્વાજ – બ્રાહ્મણ
  13. દેવ - ચોથું મહેન્દ્ર
  14. સ્થવીર – બ્રાહ્મણ
  15. દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
  16. રાજકુમાર વિષ્ણુભૂતિ
  17. દેવ સાતમું મહાશુક્ર
  18. ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
  19. નારક સાતમી નરકમાં
  20. સિંહ
  21. નારક ચોથી નરકમાં
  22. માનવ (નામ અજ્ઞાત)
  23. પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
  24. દેવ - સાતમું મહાશુક્ર દેવલોક
  25. નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
  26. દેવ - દસમું પ્રાણત દેવલોક
  27. વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)

આધ્યાત્મ[ફેરફાર કરો]

મહાવીર
ધ જિન, અથવા મહાવીર,ગુરુ રૂપે એક પાંડુ લિપી પર, ગુજરાત, ભારત, ઈ.સ. ૧૪૧૧

મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. - ત્રણ આધ્યત્મીક અને પાંચ નૈતિક. જેનો ઉદ્દેશ્ય જીવન સ્તરની ઉન્નતી છે.

મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેને કારણે ક્રોધ, નફરત, લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે આગળ જતાં વધુ કર્મો બંધાય છે.

આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:

  • અહિંસા - કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી;
  • સત્ય - હમેંશા સત્ય બોલવું;
  • અસ્તેય - અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;
  • બ્રહ્મચર્ય - મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;
  • અપરિગ્રહ - ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.

અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.

મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મીક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ મકે મુક્તિ ની શોધમાં સંસાર ત્યાગી આત્મીક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે.

મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર - ગરીબ, સ્ત્રીઓ - પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં.

સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.

પાનસરામાં રચાયેલી પાવાપુરી મંદિરની પ્રતિકૃતિ. મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યાં.
ભિક્ષા ગ્રહણ કરતાં મહાવીરનું ચિત્ર.

મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.

મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.

મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.

ગ્રંથો[ફેરફાર કરો]

ઈ.સ. ૧૪૦૦ની ભદ્રબાહુ મહારાજ રચિત કલ્પ સૂત્રની પ્રત

મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું. [૧૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Dundas 2002, p. 25.
  2. Davidson & Gitlitz 2002, p. 267.
  3. Kailash Chand Jain 1991, p. 38.
  4. Jaini 2000, p. 9.
  5. Tandon 2002, p. 45.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Dundas 2002, p. 24.
  7. ૭.૦ ૭.૧ Taliaferro & Marty 2010, p. 126.
  8. Mahāprajña, Acharya (1974). Shraman Mahavira (PDF). Ladnun: Jain Vishwa Bharati Prakashan. પૃષ્ઠ 7, 8.
  9. "મહાવીર" બ્રિટાનિકા કન્સાઈઝ એન્સાયક્લોપીડિયા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, Inc., ૨૦૦૬. Answers.com ૨૯ નવેં ૨૦૦૯. http://www.answers.com/topic/mahavira
  10. મેહતા, ટી.યુ (૧૯૯૩). "પાથ ઓફ અર્હત (અરિહંત) - અ રીલીજીયસ ડેમોક્રેસી". ૬૩. પુજ્ય સોહનલાલ સ્મારક પાર્શ્વનાથ શોધપીઠ. મેળવેલ ૨૦૦૮-૦૩-૧૧. Cite journal requires |journal= (મદદ)
  11. જેકોબી, હર્મન; મુલર, એડ.એફ મેક્સ. (૧૮૮૪). ધ કલ્પ સૂત્ર,. સેક્રીડ બુજ્સ ઑફ ધ ઈસ્ટ ખંડ ૨૨, ભાગ ૧ (અંગ્રેજી: પ્રાકૃતમાંથી અનુવાદિતમાં). ઓક્સફોર્ડ: ધ ક્લેરડોન પ્રેસ. ISBN 070071538X.CS1 maint: unrecognized language (link)
  12. ધ પેરિનિયલ ડિક્ષનરી ઓફ વર્લ્ડ રિલિજીયન્સ. કેઈથ ક્રીમ, સંપાદક. હાર્પર એન્ડ રો પબ્લીશર્સ: ન્યૂ યોર્ક, ૧૯૮૯. ૪૫૧.
  13. ગ્લાસેનેપ, હેલ્મથ વોન; બે.શ્રોત્રી, (અનુ.) શ્રીધર (૧૯૯૯). જૈનીઝમ: એન ઈંડિયન રીલીજીયન ઓફસાલ્વેશન (અંગ્રેજી and જર્મનમાંથી અનુવાદિતમાં). દીલ્હી: મોતીલાલ બનારસીદાસ પબ્લી. ISBN 8120813766.CS1 maint: unrecognized language (link) p. 327
  14. હેલન, ઝોન્સન (2009) [૧૯૩૧]. મુનિ સંવેગયશવિજય મહારાજ (સંપાદક). ત્રેશઠ શલાકા પુરુષ્હ ચરિત્ર ઓફ હેમચંદ્ર: ધ જૈન સૅગા (અંગ્રેજી. પ્રાકૃતમાંથી અનુવાદિતમાં). ખંડ ૩. વડોદરા: ઓરિયેન્ટલ ઈન્સ્ટીટ્યુટ. ISBN 978-81-908157-0-3. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link) પૃ. ૩૧૮—૩૩૩
  15. જૈન, કૈલશ ચંદ (૧૯૯૧). લોર્ડ મહાવીર એન્ડ હીઝ ટાઈમ્સ, લાલા એસ. એલ. જૈન રિસર્ચ સીરીઝ. મોતીલાલ બનારસીદાસ. પૃષ્ઠ ૫૯. ISBN 8120808053. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • "શ્રમણ મહાવીર" - આચાર્ય મહાપ્રજ્ઞ
  • "લોર્ડ મહાવીર એન્ડ હીઝ ટાઈમ્સ" - કૈલાશચંદ જૈન(૧૯૯૧) મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્શ પ્રા. લિ. દીલ્હી (ભારત)
  • "લોર્ડ મહાવીર (અ સ્ટડી ઈન હીસ્ટોરીકલ પર્સપેક્ટીવ)" - બૂલ ચંદ (૧૯૮૭) પી.વી. રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ આય.ટી.આય રોડ વારાણસી -૫(ભારત)
  • "લોર્ડ મહાવીર ઈન આઈઝ ઓફ ફોરેનર્સ" - અક્ષયકુમાર જૈન (૧૯૭૫) મીના ભારતી નવી દીલ્હી ૧૧૦૦૦૩ (ભારત) વૈભવ સિંહ ૮મો

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]