લખાણ પર જાઓ

મહા સુદ ૮

વિકિપીડિયામાંથી

મહા સુદ ૮ ને ગુજરાતી માં મહા સુદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો આઠમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો આઠમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]

મહી આઠમ

  • આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે રોહિશાળામાં, ચારણ મામડિયાદેવ અથવા મામૈયાદેવ અને આઈ દેવળબા અથવા મીણબાઈના ખોરડે આઈ ખોડિયાર માતાજીનો જન્મ થયો હતો.(1)
  • જૈન તીર્થંકર શ્રી અજિતનાથનું જન્મ કલ્યાણક
  • સંવત ૧૮૩૭ની મહા સુદ આઠમે,સાબરકાંઠાનાં ભિલોડા તાલુકાના ટોરડા ગામે, મોતીરામ ભટ્ટ અને જીવીબાના ઘરે ખુશાલ ભટ્ટનો જન્મ થયો હતો. તેમને સંવત ૧૮૬૪ની કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણે સંત દીક્ષા આપી, ગોપાળાનંદ સ્વામી નામ આપ્યું. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું સૌપ્રથમ બીડું તેઓએ ઝડપ્યું હતું. તેઓ ખૂણામાં બેસાડી બેસાડી ઉપાસના સમજાવતા હતા. તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાયા. તેઓએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન અને સિધ્ધાંતને ઉજાગર કરતાં શાસ્ત્રોની રચના કરી તથા શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ આપ્યો. ભગવાન સ્વામિનારાયણે તેમને અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્તરાધિકારી આધ્યાત્મિક વડા નિયુક્ત કરેલાં. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તથા પ્રણાલિકાઓ તૈયારી કરી સમગ્ર સંતો-હરિભક્તો સર્વના ધર્મ-નિયમ અને વર્તનમાં એકસૂત્રતા કરાવી. અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને ઉત્તરાધિકારી બનાવીને, તેઓ સંવત ૧૯૦૮માં વૈશાખ સુદ પાંચમે, અક્ષરધામ ગયાં હતાં.*

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.

(1) https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0