માતંગી
માતંગી | |
---|---|
ડહાપણ, કળા, અને અલૌકિક શક્તિઓનાં દેવી | |
દસ મહાવિદ્યાઓના સભ્ય | |
![]() તલવાર, કવચ, છરી, અને ગદા સાથેનું ભગવતી માતંગીનો ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં બનાવેલું લિથોગ્રાફ ચિત્ર | |
અન્ય નામો | રાજા માતંગી, ઉચ્છિષ્ટ-માતંગિની, મંત્રિણી દેવી |
જોડાણો | મહાવિદ્યા, દેવી, સરસ્વતી |
રહેઠાણ | સામાન્ય સમાજના પરિઘમાં જેમ કે વન અને વાણીમાં |
જીવનસાથી | માતંગ ભૈરવ, શિવજીનું એક સ્વરૂપ |
બાળક | ઉચ્છિષ્ટ ગણપતિ |
માતંગી એક હિંદુ દેવી છે જેઓ દસ મહાવિદ્યાઓમાંના એક છે અને શાક્ત પરંપરાના મહાદેવીનું એક સ્વરૂપ છે. તેમને સંગીત અને શિક્ષણની દેવી સરસ્વતીનું તાંત્રિક સ્વરૂપ માનવામાં આવે છે. માતંગી વાણી, સંગીત, જ્ઞાન અને કળાને નિયંત્રિત કરે છે. તેમની પૂજા અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સૂચવવામાં આવે છે. આ શક્તિઓમાં ખાસ કરીને દુશ્મનો પર નિયંત્રણ મેળવવા, લોકોને પોતાની તરફ આકર્ષવા, કળાઓ પર પ્રભુત્વ મેળવવા અને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના હેતુઓ અગત્યના છે.
માતંગી ઘણીવાર પ્રદૂષણ, અશુભતા અને હિંદુ સમાજના પરિઘ સાથે સંકળાયેલાં છે. આ વાત તેના સૌથી લોકપ્રિય સ્વરૂપમાં અંકિત છે, જેને ઉચ્છિષ્ટ-ચંડાલિની અથવા ઉચ્છિષ્ટ-માતંગિની તરીકે ઓળખવામાં આવે છે.[૧] તેમને એક બહિષ્કૃત (ચંડાલિની) તરીકે વર્ણવવામાં આવે છે. તેમને હાથ ન ધોઇને અથવા ખાધા પછીનું વધેલું કે અડધું વધેલું એંઠું ભોજન આપવામાં આવે છે, જે બંનેને શાસ્ત્રીય હિંદુ ધર્મમાં અશુદ્ધ માનવામાં આવે છે.
માતંગીને નીલમણિ લીલા રંગ તરીકે દર્શાવવામાં આવે છે. તેમનું ઉચ્છિષ્ટ-માતંગિની રૂપ ફાંસી, તલવાર, છરી અને ગદા ધરાવે છે. તેમનું અન્ય જાણીતું સ્વરૂપ રાજા-માતંગી વીણા વગાડે છે અને ઘણીવાર પોપટ સાથે ચિત્રિત થાય છે.
દંતકથાઓ
[ફેરફાર કરો]
માતંગીને ઘણીવાર નવમી મહાવિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. મુંડમાલાના ગદ્યમાં સમાવિષ્ટ એક યાદી વિષ્ણુના દસ અવતારોને દસ મહાવિદ્યાઓ સાથે સરખાવે છે. બુદ્ધને માતંગી સાથે સરખાવાય છે. ગુહ્યતિગુહ્ય-તંત્રમાં સમાન યાદીમાં માતંગીને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. જોકે વિદ્વાન સરકાર દેવી દુર્ગા - જે યાદીમાં કલ્કી અવતાર સાથે સમકક્ષ છે- ને માતંગીના સંકેત તરીકે અર્થઘટિત કરે છે. [૨]
શાક્ત મહા-ભાગવત પુરાણની એક વાર્તામાં (જે તમામ મહાવિદ્યોની રચનાનું વર્ણન કરે છે) દક્ષ પુત્રી અને ભગવાન શિવની પત્ની સતી, પોતાને અને શિવને દક્ષના યજ્ઞમાં આમંત્રિત ન કરવામાં આવે તે અપમાન અનુભવે છે અને શિવના વિરોધ છતાં ત્યાં જવાનો આગ્રહ રાખે છે. શિવને સમજાવવાના નિરર્થક પ્રયાસો પછી ગુસ્સે થયેલી સતી માતંગી સહિત મહાવિદ્યામાં પરિવર્તિત થઈ જાય છે.[૩] મહાવિદ્યાઓએ પછી શિવને દસ મુખ્ય દિશાઓથી ઘેરી લીધાં હતાં- તેમાં માતંગી વાયવ્યમાં સ્થિત છે. દેવી ભાગવત પુરાણમાં માતંગી અને તેનાં સાથી મહાવિદ્યાઓને યુદ્ધ-સાથી અને દેવી શાકંભરી સ્વરૂપો તરીકે વર્ણવવામાં આવ્યા છે.[[૪]
મંદિરો
[ફેરફાર કરો]અન્ય મહાવિદ્યાની સાથે માતંગીને કામાખ્યા મંદિર સંકુલમાં સ્થાન મળે છે, જે તંત્ર પૂજા માટેના ઘણા મહત્વપૂર્ણ શક્તિપીઠમાંની એક છે. અન્ય મહાવિદ્યાઓની સાથે અલગ-અલગ મંદિરોમાં પૂજા કરવામાં આવે છે, જ્યારે માતંગી અને કમલાને 'યોનિ'ના રૂપમાં કામાખ્યા સાથે મુખ્ય કામાખ્યા મંદિરમાં સ્થાન મળે છે.
મદુરાઈ દેવી મીનાક્ષીને પણ બીજું કોઈ નહીં પણ રાજા માતંગી માનવામાં આવે છે. અહીં, તેમને પોપટ પકડીને બે હાથવાળાં અને ઊભાં જોવા મળે છે.
ગુજરાતનો મોઢ સમુદાય માતંગીને મોઢસમુદાયનાં આશ્રયદાતા દેવતા તરીકે પૂજાય છે. અહીં માતંગી સિંહ પર બેઠેલી દુર્ગા જેવી સ્થિતિમાં જોવા મળે છે.
ઉપરોક્ત ઉપરાંત, રાજરપ્પા છિન્નમસ્તા મંદિરમાં માતંગી અને અન્ય મહાવિદ્યાને સમર્પિત મંદિર પણ છે. દક્ષિણ ભારતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં માતંગીને શ્રીકુલ પરંપરામાં દેવી લલિતાના પ્રધાનમંત્રી શ્યામલા અથવા મંત્રિની તરીકે પૂજવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Kinsley (1997), p. 217.
- ↑ Benard (2000).
- ↑ Kinsley (1997), p. 23.
- ↑ Kinsley (1997), p. 31.
ઇતર વાંચન
[ફેરફાર કરો]- Benard, Elizabeth Anne (2000). Chinnamasta: The Aweful Buddhist and Hindu Tantric Goddess. Motilal Banarsidass. ISBN 978-81-208-1748-7.
- Frawley, David (1994). "Matangi: The Utterance of the Divine Word". Tantric Yoga and the Wisdom Goddesses: Spiritual Secrets of Ayurveda. Lotus Press. ISBN 978-0-910261-39-5.
- Kinsley, David R. (1988). "Tara, Chinnamasta and the Mahavidyas". Hindu Goddesses: Visions of the Divine Feminine in the Hindu Religious Tradition (1 આવૃત્તિ). University of California Press. pp. 161–177. ISBN 978-0-520-06339-6.
- Kinsley, David R. (1997). Tantric visions of the divine feminine: the ten mahāvidyās. University of California Press. ISBN 978-0-520-20499-7.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો] Matangi સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર