માનવશરીર અને સેલેનીયમ

વિકિપીડિયામાંથી
મહત્તમ પ્રમાણમાં સેલેનીયમ ધરાવતાં છોલેલાં બ્રાઝીલ નટનાં ફળ

સેલેનીયમ એ એક બહુ જ શકિતશાળી ખનીજ છે. જો કે માનવશરીરને બહુ જ નજીવા પ્રમાણમાં એની જરુર પડે છે. શરીરમાં કેટલાક અસ્થિર અણુઓ હોય છે, જેને મુક્ત (ફ્રી) રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ મુક્ત રેડીકલને દુર કરનાર એન્ઝાઈમમાં કેન્દ્રીય સ્થાન સેલેનીયમનું હોય છે. આમ સેલેનીયમ કેન્સર સામે રક્ષણ આપે છે.[૧][૨][૩][૪]

સેલેનીયમ મુખ્યત્વે બ્રાઝીલ નટના ફળ (૩૦ ગ્રામમાં ૮૪૦ માઈક્રોગ્રામ), અનાજ, કઠોળ અને થોડા પ્રમાણમાં ફળ-શાકભાજીમાં હોય છે. સેલેનીયમની રોજની જરુરીયાત માત્ર ૫૫ માઈક્રોગ્રામની હોય છે. કેન્સર સામે રક્ષણ મેળવવા માટે ૧૦૦થી ૩૦૦ માઈક્રોગ્રામ લેવું જોઈએ. માત્ર એક બ્રાઝીલ નટના ફળમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સેલેનીયમ મળી રહે છે. આહારમાં સેલેનીયમની ઉણપથી હ્રદય ફુલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય પણ ખોરંભાય છે. ઉપરાતં રોગપ્રતિકારક શક્તિ માટે પણ સેલેનીયમ જરુરી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Russo MW, Murray SC, Wurzelmann JI, Woosley JT, Sandler RS (1997). "Plasma selenium levels and the risk of colorectal adenomas". Nutrition and Cancer. 28 (2): 125–9. doi:10.1080/01635589709514563. PMID 9290116.CS1 maint: multiple names: authors list (link)
  2. Knekt P, Marniemi J, Teppo L, Heliövaara M, Aromaa A (15 November 1998). "Is low selenium status a risk factor for lung cancer?". American Journal of Epidemiology. 148 (10): 975–82. PMID 9829869.CS1 maint: multiple names: authors list (link)
  3. Young KJ, Lee PN (1999). "Intervention studies on cancer". European Journal of Cancer Prevention. 8 (2): 91–103. doi:10.1097/00008469-199904000-00003. PMID 10335455.
  4. Burguera JL, Burguera M, Gallignani M, Alarcón OM, Burguera JA (1990). "Blood serum selenium in the province of Mérida, Venezuela, related to sex, cancer incidence and soil selenium content". Journal of Trace Elements and Electrolytes in Health and Disease (Free full text) |format= requires |url= (મદદ). 4 (2): 73–7. PMID 2136228.CS1 maint: multiple names: authors list (link)