માલધારી
Appearance
માલધારી એ પશુપાલનને લગતા વ્યવસાય કરતો એક લોકસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.
માલધારી સમૂહમાં ભરવાડ,આહીર,મહેર(મેર), રબારી, ચારણ, વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪] આ સમુહ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને નેસ તરીકે ઓળખાય છે.[૫][૬] આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.
સંદર્ભ
- ↑ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ભગવદ્ગોમંડલમાં માલધારી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૧૧ મે ૨૦૨૧.
- ↑ S. Swayam (2006). Invisible People: Pastoral Life in Proto-historic Gujarat, Volume 1464. John and Erica Hedges Limited, 2006. પૃષ્ઠ 17. ISBN 9781841717326.
- ↑ Mitra, Sudipta (2005). Gir Forest and the Saga of the Asiatic Lion. Indus Publishing, 2005. પૃષ્ઠ 69. ISBN 9788173871832.
- ↑ Chaudhury, Sukant K. (2013). Readings in Indian Sociology: Volume VII: Sociology of Environment. SAGE Publications India, 2013. ISBN 9788132118411.
- ↑ Rupam Jain Nair (૨ જાન્યુઆરી ૨૦૦૭), Rights gained by the Maldhari tribe over the Gir forest, Reuters, archived from the original on 2013-02-01, https://archive.today/20130201161940/http://www.reuters.com/article/2007/01/02/us-india-forests-idUSDEL25463820070102, retrieved ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૨
- ↑ Vijaysinh Parmar (૧૨ જુલાઇ ૨૦૧૬), "450 Maldhari families living inside Gujarat's Gir sanctuary", TNN (Times Of India), https://timesofindia.indiatimes.com/city/ahmedabad/450-Maldhari-families-living-inside-Gujarats-Gir-sanctuary/articleshow/53164854.cms, retrieved ૧૨ જુલાઇ ૨૦૧૬
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |