લખાણ પર જાઓ

મિત્રવિન્દા

વિકિપીડિયામાંથી
મિત્રવિન્દા
અષ્ટભાર્યાના સભ્ય
મિત્રવિન્દા અને કૃષ્ણની અન્ય અષ્ટભાર્યા.
અન્ય નામોશૈબ્ય, સુદત્તા
જોડાણોદેવી, અષ્ટભાર્યા, લક્ષ્મી
રહેઠાણદ્વારકા
ગ્રંથોવિષ્ણુ પુરાણ, હરિવંશ, ભાગવત પુરાણ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીકૃષ્ણ
બાળકોવૃક, હર્ષ, અનીલ, ગ્રિધ્ર, વર્ધન, ઉન્નાવ, મહામ્સા, પાવન, વહ્ની અને ક્ષુધિ.
માતા-પિતા
સહોદરવિન્દ અને અનુવિન્દ (ભાઇઓ)
કુળયદુવંશી (વિવાહ બાદ)

મિત્રવિન્દા (સંસ્કૃત: मित्रविन्दा) એ હિંદુ દેવતા કૃષ્ણની અષ્ટભાર્યા પૈકીની છઠ્ઠા ક્રમની રાણી છે.[][]

શબ્દવ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

મિત્રવિન્દા "સદ્‌ગુણી" ઉપનામથી ઓળખવામાં આવતી હતી. વિષ્ણુ પુરાણમાં તેણીને શૈબ્ય અથવા શૈવ્ય (એટલે કે રાજા શિબી/શિવીની પુત્રી/વંશજ) તરીકે ઓળખવામાં આવતી હતી. વિષ્ણુ પુરાણના વિવેચક રત્નગર્ભા, મિત્રવિન્દાને કૃષ્ણની અન્ય એક મુખ્ય રાણી કાલિંદી સાથે જોડે છે. હરિવંશમાં, તેણીને સુદત્તા તરીકે ઓળખવામાં આવે છે, જે શિબીની પુત્રી (અથવા પૈતૃક વંશજ) હતી.[]

પરિવાર

[ફેરફાર કરો]

ભાગવત પુરાણમાં મિત્રવિન્દાને અવંતિ રાજ્યના રાજા જયસેનાની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે. ભાગવત પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે તેણીને બે ભાઈઓ વિન્દ (વિંદ્ય) અને અનુવિન્દ (અનુવિંદ્ય) હતા, જેમણે અવંતી પર તેના લગ્ન સમયે સહ-શાસક તરીકે શાસન કર્યું હતું. તેઓ કૌરવોના આગેવાન દુર્યોધનના સાથીઓ હતા. તેથી તેઓ મિત્રવિન્દાના કૃષ્ણ સાથે લગ્ન કરવાના વિચારનો વિરોધ કરતા હતા, કારણ કે તેમણે પાંડવો, કુંતીના પુત્રો અને કૌરવોના હરીફો સાથે જોડાણ કર્યું હતું. [][][]

મિત્રવિન્દાને ભગાવી જતા કૃષ્ણ

ભાગવત પુરાણમાં મિત્રવિન્દના કૃષ્ણ સાથેના લગ્નનું સંક્ષિપ્તમાં વર્ણન નોંધવામાં આવ્યું છે. તે એક સ્વયંવર વિધિમાં કૃષ્ણને પોતાના પતિ તરીકે પસંદ કરે છે. જોકે, તેણીના ભાઈઓને તે ગમતું નથી અને લગ્નની મનાઈ ફરમાવે છે. તેઓ કૌરવો સાથે મળીને કૃષ્ણ સામે લડે છે. કૃષ્ણ રાજકુમારોને પરાજિત કરે છે અને મિત્રવિન્દાને લઈ જાય છે, જ્યારે અન્ય વર જોતા રહે છે.[][][] ભાગવત પુરાણ પર વલ્લભાચાર્યનું ભાષ્ય ઉમેરે છે કે મિત્રવિન્દા અને કૃષ્ણ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પરંતુ તેના ભાઈઓ અને પિતા આ વાતથી વિરુદ્ધ હતા અને દુર્યોધનને તેના પતિ તરીકે ઇચ્છતા હતા. તેના પિતા દ્વારા તેના માટે પતિની પસંદગી માટે સ્વયંવરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રતિયોગિતા માટે દુર્યોધન સહિત તમામ રાજકુમારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ સ્વયંવરના સ્થળે આવ્યા અને મિત્રવિન્દાએ કૃષ્ણને તેની સમસ્યા જણાવી અને તેનું અપહરણ કરવાની વિનંતી કરી. તેની ઇચ્છાનું પાલન કરીને, કૃષ્ણએ તેનું સ્વયંવરના સ્થળેથી અપહરણ કર્યું હતું. તેના ભાઈઓ, દુર્યોધન અને મિત્રવિન્દા સાથે લગ્ન કરવા માંગતા અન્ય રાજકુમારો દ્વારા કૃષ્ણને પડકારવામાં આવ્યાં. કૃષ્ણએ તે બધાને પરાજિત કર્યા અને મિત્રવિન્દાને દ્વારકા લઈ ગયા અને તેની સાથે ઔપચારિક લગ્ન કર્યા.[]

અન્ય એક સંસ્કરણમાં, કૃષ્ણ અને તેના મોટા ભાઈ, બલરામને, સ્વયંવર માટે ઇરાદાપૂર્વક આમંત્રણ ન અપાયું હોવાનું વર્ણવવામાં આવ્યું છે. બલારામ નારાજ હતા કે તેઓને તેમના પિતરાઇ ભાઈઓ દ્વારા મિત્રવિન્દાના લગ્નમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. બલરામે કૃષ્ણને એમ પણ કહ્યું કે સ્વયંવર એક યુક્તિ છે કારણ કે વિન્દ અને અનુવિન્દ તેમની બહેનના લગ્ન કુરુ સામ્રાજ્યના દુર્યોધન સાથે કરવા માગે છે. આ લગ્નથી કુરુ અને અવંતી વચ્ચે ગઠબંધન થશે અને વિદર્ભ અને મગધ રજવાડાઓનો ટેકો પણ મળશે, જે કૌરવોને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. બલરામે તેના નાના ભાઈને કહ્યું હતું કે તે કૃષ્ણને પ્રેમ કરતી હોવાથી મિત્રવિન્દાનું અપહરણ કરે. કૃષ્ણને મિત્રવિન્દાના પ્રેમ વિશે ખાતરી ન હોવાથી, તે મિત્રવિન્દાની ઇચ્છાને શાંતિથી જાણવા માટે તેની નાની બહેન સુભદ્રાને પોતાની સાથે લઈ ગયા. સુભદ્રાએ મિત્રવિન્દાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની પુષ્ટિ કર્યા પછી, કૃષ્ણ અને બલરામે સ્વયંવર સ્થળ પર હુમલો કર્યો અને અવંતિ, દુર્યોધન અને અન્ય રાજકુમારોને હરાવીને મિત્રવિન્દાનું અપહરણ કર્યું.[]

જીવન ઉત્તરાર્ધ

[ફેરફાર કરો]

કૃષ્ણ અને તેમની રાણીઓ એકવાર કુંતી, તેના પુત્રો-પાંડવો અને પાંડવોની મુખ્ય રાણી દ્રૌપદીને મળવા માટે હસ્તિનાપુર ગયા હતા. કુંતીના નિર્દેશન મુજબ, દ્રૌપદી મિત્રવિન્દા અને અન્ય રાણીઓને ભેટો આપીને પૂજા કરે છે અને તેમનું સન્માન કરે છે. મિત્રવિન્દા દ્રૌપદીને એ પણ વર્ણવે છે કે તેણે કૃષ્ણ સાથે કેવી રીતે લગ્ન કર્યા.[][૧૦][૧૧]

ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રવિન્દને દસ પુત્રો હતા : વૃક, હર્ષ, અનીલ, ગ્રિધ્ર, વર્ધન, ઉન્નાવ, મહામ્સા, પાવન, વહ્ની અને ક્ષુધિ.[૧૨][૧૩] વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે તેમને ઘણા પુત્રો છે જેના વડા સંગરામજીત છે.[]

ભાગવત પુરાણમાં કૃષ્ણની રાણીઓના વિલાપ અને ત્યારબાદ કૃષ્ણની ચિતામાં તેમની છલાંગની નોંધ કરવામાં આવી છે.[૧૪] કૃષ્ણના મૃત્યુ અને તેમની જાતિના અંતનું વર્ણન કરતા હિંદુ મહાકાવ્ય મહાભારતના મૌસલા પર્વમાં જાહેર કરે છે કે કૃષ્ણના અંતિમ સંસ્કાર બાદ દ્વારકા છોડતી વખતે લૂંટારૂઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ મિત્રવિન્દા (શૈવ્ય)એ જીવતી સળગીને આત્મહત્યા કરી લીધી હતી.[૧૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. www.wisdomlib.org (2017-04-28). "Mitravinda, Mitravindā, Mitra-vinda: 7 definitions". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-11-08.
  2. Mani, Vettam (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. પૃષ્ઠ 62. ISBN 978-0-8426-0822-0.
  3. ૩.૦ ૩.૧ Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. પૃષ્ઠ 79–82. મેળવેલ 22 February 2013. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ V. R. Ramachandra Dikshitar (1995). The Purana Index. Motilal Banarsidass. પૃષ્ઠ 705–. ISBN 978-81-208-1273-4. મેળવેલ 7 February 2013. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ Henk W. Wagenaar; S. S. Parikh; D. F. Plukker; R. Veldhuijzen van Zanten (1993). Allied Chambers Transliterated HindiHindiEnglish Dictionary. Allied Publishers. પૃષ્ઠ 995–. ISBN 978-81-86062-10-4. મેળવેલ 7 February 2013. CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ Vallabhācārya (2003). Śrīsubodhinī. Sri Satguru Publications. ISBN 978-81-7030-824-9. મેળવેલ 7 February 2013. CS1 maint: discouraged parameter (link)
  7. Prabhupada. "Bhagavata Purana 10.58". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 26 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 February 2013.
  8. "Five Ques married by Krishna". Krishnabook.com. મેળવેલ 25 January 2013. CS1 maint: discouraged parameter (link)
  9. "Discussions at Dwaraka". Protagonize.com of TauntMedia.com. મૂળ માંથી 12 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2013. CS1 maint: discouraged parameter (link)
  10. Prabhupada. "Bhagavata Purana 10.71.41-42". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 11 September 2006 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
  11. Prabhupada. "Bhagavata Purana 10.83". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 18 ઓક્ટોબર 2012 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
  12. "The Genealogical Table of the Family of Krishna". Krsnabook.com. મેળવેલ 5 February 2013. CS1 maint: discouraged parameter (link)
  13. Prabhupada. "Bhagavata Purana 10.61.16". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 21 ઓક્ટોબર 2010 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
  14. Prabhupada. "Bhagavata Purana 11.31.20". Bhaktivedanta Book Trust. મૂળ માંથી 13 June 2010 પર સંગ્રહિત. CS1 maint: discouraged parameter (link)
  15. Kisari Mohan Ganguli. "Mahabharata". Sacred-texts.com. મેળવેલ 18 March 2013. CS1 maint: discouraged parameter (link)